ખુબ જ સરળતાથી ઘરે બનાવો બહાર જેવી જ કાજુ કતરી, જાણો તેની રેસીપી

કાજુ કતરીને કાજુની બરફી પણ કહે છે અને તે ઉત્તર ભારતના પ્રસિદ્ધ અને મોંઘા મિષ્ઠાન માં સામેલ છે. એટલું જ નહીં આ મીઠાઈ ઘણા તહેવારનો જરૂરી હિસ્સો પણ છે. કારણ કે બાળકોથી લઈને મોડી વડીલો સુધી, તે બધાને ખૂબ જ પસંદ આવે છે. તો પછી આ વખતે કાજુકતરીને દુકાનેથી ખરીદવાને બદલે ઘર પર જ બનાવીએ. તો ચાલો જાણીએ ઘરે કાજુ કતરી બનાવવાની રેસીપી.

કાજુ કતરી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • બે કપ કાજુનો પાઉડર
  • બે ચમચી ઘી
  • અડધો કપ પાણી
  • બે ચમચી દૂધ
  • એક કપ ખાંડ
  • ચાર ઇંચનું ચાંદીનું વરખ

નોંધ : તમે ઈચ્છો તો રેસિપીની સામગ્રીને પોતાના અનુસાર ઓછી અથવા વધારે કરી શકો છો. જેમ કે ખાંડની માત્રા અથવા કાજુના પાઉડરનો ઉપયોગ વગેરે. તે સિવાય કાજુ કતરીને બનાવીને ફ્રિજમાં રાખો. આવું કરવાથી તમે તેને ૧૫ દિવસ સુધી આરામથી ખાઈ શકો છો.

આ રીતે તૈયાર કરો કાજુકતરીનું મિશ્રણ

સૌથી પહેલા મધ્યમ આંચ પર એક પેન રાખીને તેમાં પાણી નાખવું અને તેને ગરમ કરો. હવે તેમાં ખાંડ ઉમેરો. ખાંડની ચાસણીને ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી એક તારની ચાસણી તૈયાર ન થઇ જાય. જ્યારે ચાસણી બની જાય તો તેમાં કાજુનો પાઉડર ઉમેરીને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને પ થી ૧૦ મિનિટ માટે ત્યાં સુધી મિક્સ કરતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ થવાની શરૂઆત ના થઈ જાય. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

કાજુ કતરીને અંતિમ રૂપ આપવું અને સજાવટની રીત

હવે કાજુ પેસ્ટને એક મોટી પ્લેટ અથવા વાસણમાં કાઢો અને ઠંડી થવા માટે રાખી દો. પછી આ મિશ્રણને યોગ્ય રીતે ગુંથી લો. ત્યારબાદ વેલણની મદદથી ગુથેલ આ મિશ્રણને પાતળું કરીને વણી લો. હવે એક પ્લેટને ઘી થી ચીકણી કરી લો અને વણેલ આ મિશ્રણને તેમાં નાખીને સમાન રૂપથી ફેલાવી દો. તેના પર ચાંદીનો વરખ લગાવો અને ડાયમંડ શેપમાં કાપી લો.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કાજુ કતરી

કાજુ કતરી બનાવવા માટે મુખ્ય સામગ્રીના રૂપમાં કાજુનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું સેવન ફક્ત સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. હકીકતમાં કાજૂમાં એવા ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. કદાચ એ જ કારણ છે કે ભારતીય રસોઈમાં તેનો ઉપયોગ વિભિન્ન રીતે કરવામાં આવે છે. એટલે કે કોઈ જગ્યાએ મીઠા પકવાન તેનો ઉપયોગ કરવામાં આવે છે, તો કોઈ મસાલાદાર વ્યંજનમાં સ્વાદ વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.