કાળો દોરો ખૂબ જ ચમત્કારી હોય છે અને આ દોરડાની મદદથી અનેક સમસ્યા દૂર કરી શકાય છે. કાળા રંગના દોરા સાથે જોડાયેલા અમુક ઉપાયોની મદદથી જીવનમાં અનેક સમસ્યાઓને દૂર કરી શકાય છે.
ખરાબ નજરથી બચાવે છે કાળો દોરો
કાળા દોરાની મદદથી ખરાબ નજરથી બચી શકાય છે અને ખરાબ નજરને દુર પણ કરી શકાય છે. જે લોકો કાળા રંગનો દોરો બાંધે છે તે લોકોને ખરાબ નજર નથી લાગતી અને જો ખરાબ નજર લાગી હોય તો કાળા રંગના દોરાને ધારણ કરવામાં આવે તો ખરાબ નજર દૂર થઈ જાય છે. તેથી જે લોકોને હંમેશા ખરાબ નજર લાગે છે તે લોકોએ કાળો દોરો બાંધી લેવો જોઈએ. આ દોરાને તમે ગળામાં, પગમાં કે હાથમાં પહેરી શકો છો. આ દોરો ધારણ કરતાની સાથે ખરાબ નજર તરત જ દૂર થઈ જાય છે.
શાસ્ત્રો અનુસાર કાળા રંગનો દોરો ખરાબ નજરને પોતાની અંદર સમાવી લે છે અને ખરાબ નજર ના પ્રભાવને નષ્ટ કરે છે. તેની સાથે એક સુરક્ષા કવચની રીતે કામ કરે છે.
શનિદોષથી બચો
શનિદેવને કાળો રંગ ખૂબ જ પ્રિય છે. આ રંગના દોરાને ધારણ કરવાથી શનિ દોષ દૂર કરી શકાય છે. જે લોકોની કુંડળીમાં શનિ દોષ છે, તે લોકોએ હાથમાં કાળો દોરો પહેરી લેવું જોઈએ. આમ કરવાથી શનિ દોષ દૂર થાય છે.
બની જશો ધનવાન
લાલ પુસ્તક અનુસાર કાળા રંગના દોરાને જો પર્સની અંદર રાખવામાં આવે તો પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહેશે છે. તેથી તમે તમારા પર્સમાં હંમેશા એક કાળા રંગનો દોરો રાખવો. આમ કરવાથી તમારુ પર્સ ક્યારેય ખાલી નહીં રહે.
ઘરથી દૂર રહે નકારાત્મક ઉર્જા
મંગળવારના દિવસે હનુમાનજી મંદિરમાં જવું અને તમારી સાથે એક કાળા રંગનો દોરો પણ લઈ જાઓ. હનુમાનજીની પૂજા કરવી અને ત્યારબાદ તે દોરામાં નવ નાની-નાની ગાંઠો બાંધી લેવી. ગાંઠ બાંધી લીધા પછી હનુમાનજીના પગનુ સિંદૂર લગાવો. ત્યારબાદ તે દોરાને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી લેવો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
જાદુટોણાં થી બચાવે
કાળો દોરો બાંધતા લોકોની રક્ષા જાદુ ટોણાથી પણ થાય છે. જો તમારી ઉપર કોઈ જાદુટોણાં કરી રહ્યું હોય તો તમારા હાથમાં કાળો દોરો બાંધી લેવો. આ દોરાને હાથ કે ગળામાં બાંધવાથી તે જાદુની અસર તમારી ઉપર નહીં થાય.
ખરાબ સપનાથી બચો
મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરવી અને તે સમયે હનુમાનજી ના પગમાં કાળા દોરાને મૂકી દેવો. ત્યારબાદ તે દોરાને ઘરે લઈ અને પોતાની પથારીમાં રાખી દેવો. આમ કરવાથી તમને ખરાબ સપના આવતા બંધ થઈ જશે.