કાળા રંગનો દોરો તમને બનાવી શકે છે માલામાલ, વરસવા લાગશે માતા લક્ષ્મીજીની કૃપા

Posted by

કાળા રંગને હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મક ઉર્જા વધારે છે. એટલા માટે ઘરના વડીલો કોઈ પણ શુભ કાર્યમાં કાળા રંગના કપડા પહેરવાથી મનાઈ ફરમાવે છે. પરંતુ જ્યારે ખરાબ નજરની વાત આવે છે તો તેનાથી બચવા માટે કાળા રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. જો ઘરમાં કોઈ નાનુ બાળક હોય તો તેને ખરાબ નજરથી બચવા માટે કાળા રંગનો દોરો પહેરાવવામાં આવે છે અને કાળા રંગનું કાજલ કરવામાં આવે છે.

વળી નવા ઘરની બહાર લોકો ખરાબ નજરથી બચવા માટે કાળા રંગની મટકી પણ લગાવતા હોય છે. જેથી ઘરપર કોઇપણ પ્રકારની ખરાબ નજર લાગી શકે નહીં. વળી તમે જોયું હશે કે ઘણા ખેલાડીઓ અને ડાન્સ કરવા વાળા લોકો પોતાના એક પગમાં કાળા રંગનો દોરો બાંધે છે. ભલે કાળો રંગ શુભ કાર્યોમાં ઉપયોગમાં ન લેવામાં આવતો હોય પરંતુ ખરાબ નજરથી બચવાની વાત આવે તો આ કાળા રંગનો ઉપયોગ તમારા માટે ખૂબ જ સહાયક હોય છે.

ઘણા લોકોને કદાચ તે વાતની જાણ નહીં હોય પરંતુ કાળા રંગનો દોરો ફક્ત તમને ખરાબ નજર માંથી નથી બતાવતો પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો દરેક ચીજ તમારા પગમાં આવી જશે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર તમને જણાવીએ કે કાળા રંગના દોરાનાં ઉપયોગથી તમે પોતાની કિસ્મત કેવી રીતે બદલી શકો છો.

ઘણા દોરા સાથે જોડાયેલી આ વાત અમે તમને સૌથી પહેલાં જણાવી દઈએ કે કાળો દોરો કોઈપણ વ્યક્તિને ખરાબ નજરથી તો બચાવે છે, પરંતુ તેની સાથે સાથે વ્યક્તિને માલામાલ પણ બનાવી દે છે. જો તમે આ ઉપાય કરો છો તો એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર મહેરબાન રહેશે.

તમારે બસ ફક્ત એટલું કરવાનું છે કે બજારમાંથી એક કાળા રંગનો દોરો લઈને આવો. આ દોરાને મંગળવાર અથવા શનિવારના દિવસે હનુમાનજીના મંદિર પર લઈ જવો અને ત્યારબાદ દોરામાં નાની-નાની ગાંઠ બાંધી લેવી. ત્યારબાદ આ દોરાને હનુમાનજી ના પગ પર ચઢાવો અને તેમના પગ પરનાં સિંદૂરને દોરા પર લગાવી દો. પછી આ દોરાને ઘરના મુખ્યદ્વાર અથવા તિજોરીમાં બાંધી દો. એવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી થશે નહી અને તમે ખૂબ જલ્દી માલામાલ બની જશો.

જો તમે આ દોરાને ઘરના મુખ્ય દ્વાર પર બાંધો છો, તો તેવામાં આ કાળો દોરો તમારા ઘરને ખરાબ નજરથી બચાવે છે અને તમને દરેક પ્રકારની પરેશાનીઓથી પણ બચાવીને રાખે છે.

જણાવી દઈએ કે ફક્ત ધાર્મિક રૂપથી નહીં પરંતુ વૈજ્ઞાનિક રૂપથી પણ કાળા રંગનું મહત્વ છે. વૈજ્ઞાનિક રૂપથી જોવામાં આવે તો કાળો રંગ અને કાળો દોરો ખરાબ નજર તથા હવાઓને અવશોષિત કરી લે છે. જેના કારણે તેની અસર આપણા શરીર પર થતી નથી અને આપણા શરીર પર એક સુરક્ષા કવચનું કામ કરે છે. તે સિવાય કાળો દોરો શનિદેવનાં પ્રકોપથી પણ બચાવે છે.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *