કાળજું કંપાવી નાંખે એવો કિસ્સો : ૧૬ વર્ષનાં દીકરાએ માતા ને મારી દીધી ગોળી, ૩ દિવસ સુધી ઘરમાં જ છુપાવી દીધી લાશ અને પછી….

મોબાઈલ ઉપર ગેમ રમવાની આદત કેટલી ઘાતક બની શકે છે, તેનો અંદાજો તમે આ ઘટના ઉપરથી લગાવી શકો છો. રાજધાની લખનૌનાં એક વિસ્તારમાં ૧૬ વર્ષીય યુવકે મોબાઈલ ઉપર બેટલ ગ્રાઉન્ડ ગેમ (જુનું નામ પબજી) રમવાની એવી આદત પડી ગઈ હતી કે જ્યારે માં એ જ્યારે મોબાઈલ ઉપર ગેમ રમવાની મનાઈ કરી તો તેને ગોળી મારી દીધી હતી. ગોળી મારી દીધા બાદ ૧૦ વર્ષની બહેનને પણ તેને ધમકાવી હતી. ૩ દિવસ સુધી બહેનની સાથે ઘરની અંદર જ રહેલ. મંગળવાર રાત્રે જ્યારે દુર્ગંધ સહન ન થઈ તો પિતાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી અને કહ્યું હતું કે, “એક યુવકે મારી માં ની હત્યા કરી નાખી છે.” પોલીસને જ્યારે સુચના મળી તો તે પુછપરછ માટે ઘટનાસ્થળ પર પહોંચી અને સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠી ગયો હતો.

પોલીસનાં જણાવ્યા અનુસાર કિશોર ૧૦માં ધોરણનો વિદ્યાર્થી છે. તેના પિતા નવીન સિંહનાં માં જુનિયર કમિશન ઓફિસરનાં પદ ઉપર ફરજ બજાવે છે. હાલનાં સમયમાં તેમનો પોસ્ટિંગ આસનસોલ માં છે. કિશોર પોતાની માં સાધના અને બહેન સાથે રહે છે. શનિવારે રાત્રે તેના પિતાની લાઈસન્સ વાળી પિસ્તોલથી માથામાં ગોળી મારીને માતા ની હત્યા કરી નાખી હતી.

ઘટના સમયે બહેન બીજા રૂમમાં હતી ગોળીનો અવાજ સાંભળીને તે ભાગી ને પહોંચી તો પોતાની બહેનને ધમકાવવા લાગ્યો હતો. એટલું જ નહીં ત્રણ દિવસ સુધી તેણે બહેન ને ઘરમાં ધમકાવીને રાખેલ. મંગળવારનાં રોજ જ્યારે શબ ની દુર્ગંધ વધારે તેજ બની ગઇ તો કિશોર થી સહન થયું નહીં અને તેણે સમગ્ર ઘટના પોતાના પિતાને જણાવી હતી.

તેણે કહ્યું કે એક યુવક ઘરમાં આવ્યો હતો. તે ત્રણ દિવસ પહેલા રાતના સમયે આવ્યો હતો. તેણે મને અને બહેનને એક રૂમમાં બંધ કરી દીધા. ત્યારબાદ માં ની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તે આખી રાત ત્યાં રોકાયો હતો. બીજા દિવસે પણ તે ઘરમાં રોકાયો અને અમારી બધાની હત્યા કરી નાખવાની પણ ધમકી આપી હતી. મંગળવારે જ્યારે તે ચાલ્યો ગયો હતો. અમે બધાને જાણકારી આપી હતી. આ સાંભળીને તેના પિતાના હોશ ઉડી ગયા હતા.

તેના પિતાએ ઉત્તરમાં પોલીસ અને પાડોશીઓને સુચના આપી. પોલીસ ઘટના સ્થળ પર તપાસ કરવા પહોંચી ગઈ. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું. રૂમમાંથી રિવોલ્વર મળી આવી. પોલીસે જણાવ્યું હતું કે પુછપરછમાં બાળકે પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઇ ને ઊંડી પુછપરછ કરવામાં આવી. તેની બહેનની અલગથી પુછપરછ કરવામાં આવી તો સમગ્ર ઘટના બહાર આવી હતી. ત્યારબાદ કિશોરે જણાવ્યું હતું કે પોતાની માતાની હત્યા તેણે પોતે કરેલી છે. આરોપી બાળકને હિરાસતમાં લેવામાં આવેલ છે.

પોલીસે જણાવ્યું હતું કે બાળકની માં અવારનવાર તેને મોબાઈલ ઉપર ગેમ રમવા માટે મનાઈ કરતી હતી. તેના પર તે નારાજ થઈ જતો હતો અને અવારનવાર માં સાથે ઝઘડો પણ થતો હતો. માં તેની સાથે મારપીટ કરતી હતી. બાળકને મોબાઈલ ની ગેમ ની આદત પડી ગઈ હતી. ઘણી વખત રજાના દિવસોમાં પિતા ઘરે આવતા હતા તો તેઓ પણ બાળકને મોબાઈલ ઉપર ગેમ રમવાની મનાઈ કરતા હતા. આ બાબત થી તે પિતા ઉપર પણ ગુસ્સે થઇ જતો હતો. ગેમ ને કારણે તે ખુબ જ જિદ્દી થઈ ગયો હતો.

પુછપરછમાં આરોપી દીકરાએ બધી હકીકત કબુલી

આરોપી દીકરા જણાવ્યું હતું કે મેં માં ની શનિવારના રોજ મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ગોળીનો અવાજ સાંભળીને બહેન ઉઠી ગઈ તો તેને પણ ધમકાવીને બીજા રૂમમાં બંધ કરી દીધી હતી. મે માં નું શબ ત્રણ દિવસ સુધી રૂમમાં જ બંધ રાખ્યું હતું. મને ગભરામણ થતી હતી તો હું મિત્રોને બોલાવી લીધો હતો અને તેમની સાથે સમય પસાર કરતો હતો. ક્યારેક ક્યારેક બહેનને રૂમમાં બંધ કરીને ક્રિકેટ રમવા માટે પણ જતો હતો. વળી ઘરમાં દુર્ગંધ વધારે ન આવે તેના માટે રૂમ ફ્રેશનરનો પણ ઉપયોગ કરતો હતો.