કળયુગમાં આ પાપને લીધે ફેલાશે કોરોના! ભગવાન શ્રીકૃષ્ણએ પહેલા જ કર્યા હતા સાવધાન!

Posted by

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને લીધે હાહાકાર થઈ ગયો હતો. તેવામાં મોટાભાગના લોકોના મનમાં સવાલ ઉભો થઈ રહ્યો હતો કે શું હિન્દુ ધર્મશાસ્ત્રમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર કળયુગનો સમય નજીક આવી ગયો છે. કારણ કે સોશિયલ મીડિયા પર ઘણા જ્યોતિષ જાણકારો એવો દાવો કરી રહ્યા હતા કે આજથી અંદાજે ૧૦ હજાર વર્ષ પહેલા જ હિન્દુ ધર્મગ્રંથોમાં આ વાતનું વર્ણન મળે છે કે પુર્વનાં દેશમાંથી કોઈ મહામારી જન્મ લેશે, જે સમગ્ર વિશ્વને બરબાદ કરી નાખશે. પરંતુ મિત્રો ગભરાવવાની જરૂરિયાત નથી. આ પોસ્ટમાં અમે લોકોના મનમાં ઊઠે રહેલા સવાલોના જવાબ આપવા જઈ રહ્યા છીએ, જે જાણતા અજાણતા તમારા બધા લોકોના મનમાં ઊભા થઈ રહ્યા હશે.

Advertisement

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ઘણા જ્યોતિષ જાણકારો નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હિન્દુ ધર્મગ્રંથો માંથી એક નારદ સંહિતામાં આજથી અંદાજે ૧૦ હજાર વર્ષ પહેલા જ તે વાતનો ઉલ્લેખ કરવામાં આવી ચુકેલ હતો કે ભારતના પુર્વ તરફ રહેલા કોઈ દેશમાંથી મહામારીની શરૂઆત થશે, જેનાથી આખી દુનિયા બરબાદ થઈ જશે. અમુક લોકો તેને કળયુગનો અંત જણાવી રહ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં વર્ણિત કથા અનુસાર કળયુગનો અંત થવામાં હજુ ઘણો સમય બાકી છે. કારણ કે બ્રહ્મ પુરાણ અનુસાર કળયુગ નો સમયગાળો ૪,૩૨,૦૦૦ વર્ષ લાંબો છે અને હજુ કળયુગ નું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કળયુગનો પ્રારંભ ૩૧૦૨ ઇસા પુર્વ પહેલા થયો હતો. તેનો અર્થ એવો થયો કે કળયુગના હજુ ફક્ત ૫૧૨૦ પસાર થયા છે અને ૪,૨૬,૮૮૦ વર્ષ નો હજુ યુગ બાકી છે. આ દરમિયાન લોકોમાં દ્વેષ અને દ્વેષ ભાવના વધશે. કળયુગની ઉંમર જેમ જેમ વધતી જશે તેમ તેમ નદીઓ સુકાઈ જશે. બઈમાની અને અન્યાયથી ધન કમાવવા વાળા લોકોમાં વધારો થશે. ધનના લોભમાં મનુષ્ય કોઈની હત્યા કરવામાં પણ સંકોચ કરશે નહીં.

મનુષ્ય પુજા-પાઠ, વ્રત, ઉપવાસ અને બધા ધાર્મિક કાર્ય કરવાનું બંધ કરી દેશે, ગાય દુધ આપવાનું બંધ કરી દેશે, માનવતા નષ્ટ થઈ જશે, સ્ત્રીઓ બિલકુલ પણ સુરક્ષિત નહીં રહે, તેમનું પોતાના ઘરમાં જ શોષણ થશે અને ઘરના લોકો તેની સાથે વ્યભિચાર કરશે, બાપ-દીકરી તથા ભાઈ-બહેનનો કોઈ સંબંધ રહેશે નહીં, એક ભાઈ બીજા ભાઈનો શત્રુ બની જશે, લગ્ન જેવો પવિત્ર સંબંધ પણ અપવિત્ર થઈ જશે, કોઈનું દામ્પત્ય જીવન યોગ્ય રીતે ચાલશે નહીં, પતિ-પત્ની એકબીજા સાથે બેવફાઈ કરશે, કળયુગમાં સમાજ હિંસક બની જશે. જે લોકો બળવાન છે તેમનું જ રાજ ચાલશે અને જ્યારે આતંક પોતાની ચરમસીમા પર હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને પૃથ્વી ઉપરથી સમસ્ત અધર્મીઓનો નાશ કરી નાખશે.

તે સિવાય ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું હતું કે કળયુગનો અંત કેવી રીતે થશે, જેનું વર્ણન મહાભારતમાં મળે છે. જેના અનુસાર કળયુગમાં એવા લોકોનું રાજ હશે જે બોલશે કંઈક અને કરશે કંઈક. એટલું જ નહીં કળયુગમાં એવા લોકો રહેશે જે મોટા જ્ઞાની અને ધ્યાની કહેવાશે પરંતુ તેમનું આચરણ રાક્ષસી હશે. કળયુગમાં સંતાનો માટે માં ની મમતા એટલી વધી જશે કે તેમને પોતાના વિકાસનો અવસર નહીં મળે. મોહ માયામાં ઘર બરબાદ થઈ જશે. એવી જ રીતે કળયુગમાં અન્નના ભંડાર તો હશે પરંતુ લોકો ભુખથી મરશે.

મહેલોમાં સુખ સગવડતા રહેશે, પરંતુ ઝુંપડામાં મનુષ્ય ભુખ્યો મરી જશે. કળયુગના અંત સમયમાં મોટા મોટા ભયંકર યુદ્ધ થશે, ભારે વરસાદ થશે અને ભારે ગરમી પડશે. ચોર પોતાના જેવા ચોરોની જ સંપત્તિ ચોરવા લાગશે. હત્યારાઓની પણ હત્યા થવા લાગશે. કળયુગમાં મનુષ્યનું વધુમાં વધુ આયુષ્ય ૧૨ વર્ષનું હશે. લોકો દુર્બળ, ક્રોધ, લોભ અને શોક થી ગ્રસ્ત રહેશે. તે સમયે રોગોને કારણે ઇન્દ્રિયો પણ ક્ષીણ થઈ જશે.

ભગવાન કહે છે કે ત્યારબાદ કળયુગમાં જ્યારે પાપ પોતાની ચરમસિમા પર પહોંચી જશે અને પૃથ્વી લોક ઉપરથી ધર્મ સમાપ્ત થવા લાગશે ત્યારે હું કલ્કી રૂપમાં અવતારિત થઈને આ પૃથ્વીને પાપ માંથી મુક્ત કરીશ અને ત્યારબાદ નવો યુગ આવશે, જે સતયુગ કહેવાશે. એટલે કે સૃષ્ટિ યુગ પરિવર્તનનું ૨૨મું ચક્ર પુરું કરીને ૨૩માં ચક્રમાં પ્રવેશ કરશે અને ફરીથી નવા યુગનો આરંભ થશે, જે સતયુગના નામથી ઓળખવામાં આવશે. એટલા માટે મિત્રો ગભરાવાની જરૂરિયાત નથી કારણ કે કળયુગની સમાપ્તિ થવામાં હજુ ઘણો લાંબો સમય બાકી છે.

રહી વાત કોરોના વાયરસની તો તમને જણાવી દઈએ કે આવું પહેલી વખત નથી બન્યું જ્યારે બીમારીએ દુનિયામાં મહામારીનો રૂપ લીધું હોય. ૧૯૭૦માં રશિયન પ્લેગ અને ૧૯૨૦ માં સ્પેનિસ ફલુ જેવી બીમારીઓએ માનવતાના અસ્તિત્વ સામે ખતરો ઊભો કરી દીધો હતો, પરંતુ જિંદગી હંમેશા બીમારી સામે જીતી લેતી હોય છે અને આ વખતે પણ આપણે અવશ્ય જીતી લીધું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.