કળયુગનાં અંતમાં જન્મ લેશે ભગવાન કલ્કી, આવો હશે વિષ્ણુજીનાં ૧૦માં અવતાર કલ્કી નો પરિવાર

Posted by

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓ ઘણા બધા છે. બધાનો ધાર્મિક દ્રષ્ટિકોણ એક ખાસ મહત્ત્વ ધરાવે છે. ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ ને પુરાણોની માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. વળી ભગવાન કલ્કિ પણ વિષ્ણુના અવતાર છે. જણાવી દઈએ કે ભગવાન કલ્કિ શ્રી વિષ્ણુના ૧૦ અવતાર છે.

ખુબ જ જલ્દી ભગવાન કલ્કિ ની જયંતિ આવનાર છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર કલ્કિ ભગવાનનો જન્મ શ્રાવણ માસનાં શુક્લ પક્ષની સંધ્યા વ્યાપિની તિથિમાં થયો હતો. આ વખતે આ તિથિ ૫ ઓગસ્ટનાં રોજ આવી રહી છે. હિન્દુ ધર્મના મોટા અને વિશ્વ પ્રસિદ્ધ તથા પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવત પુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે કે એકવાર ફરીથી ભગવાનનો જન્મ થશે. કલ્કી કળિયુગની સમાપ્તિ અને સતયુગનાં આ સંધિકાળમાં ફરીથી આ ધરતી પર જન્મ લેશે.

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન કલ્કિનો અવતાર વિષ્ણુ જી નો અંતિમ અવતાર હશે અને કલ્કિ જી કળિયુગના અંતમાં જન્મ લેશે. જણાવી દઈએ કે તે ભગવાન વિષ્ણુજી નો પહેલો એવો અવતાર માનવામાં આવે છે, જેની પુજા તેમના જન્મ થતા પહેલાં શરૂ કરી દેવામાં આવી છે. ચાલો આજે અમે તમને ભગવાન કલ્કિના પરિવાર અને તેમની પુજા વિધિ વિશે જાણકારી આપીએ.

ભગવાન કલ્કિ નો પરિવાર

શાસ્રો અને પુરાણો અનુસાર જણાવવામાં આવે છે કે કળીયુગના અંતમાં જ્યારે ભગવાન કલ્કિ નો જન્મ થશે તો તેમના પિતાનું નામ “વિષ્ણુયશ” હશે. કલ્કીજી નાં પિતાનું નામ “વિષ્ણુયશ” હોવાથી જાણી શકાય છે કે તેમના પિતા વિષ્ણુ ભક્ત હશે અને સાથોસાથ તેઓ વેદ અને પુરાણોમાં પણ જ્ઞાન ધરાવતા હશે. વળી કહેવામાં આવે છે કે કલ્કિ ભગવાન ની માતાનું નામ “સુમતિ” હશે. ભગવાન શ્રીરામની જેમ કલ્કિજી નાં પણ ત્રણ ભાઈ હશે. તેમના ભાઈઓનું નામ સુમંત પ્રાજ્ઞ અને કવિ હશે. કલ્કીજી પોતાના બધા ભાઈઓની સાથે મળીને ધર્મની સ્થાપના કરશે. જ્યારે તેમની બે પત્નીઓ હશે, તેમની પત્નીનું નામ લક્ષ્મી રુપી પદ્મા અને વૈષ્ણવી રૂપી રમા હશે. વળી કલ્કિનાં ચાર પુત્ર જય, વિજય, મેઘમાલ, બલાહક હશે.

ભગવાન કલ્કિ ની પુજા વિધિ

ભગવાન કલ્કિ ની જયંતીના દિવસે તેમનું પુજન વિશેષ રૂપથી કરવું જોઈએ. આ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને પોતાને સ્વચ્છ કરી લો અને સૌથી પહેલાં વ્રતનો સંકલ્પ કરો. ત્યારબાદ ભગવાન કલ્કિની મુર્તિને ગંગાજળ સ્નાન કરાવીને તેને સાફ કરો તથા ચોખા વસ્ત્ર પહેરાવો. હવે બાજોઠ પર લાલ કપડું પાથરીને કલ્કિજી ને તેના પર સ્થાપિત કરો. વિધિવત ધુપ, દીવો, નૈવૈદ્ય, ફુલ અને અગરબત્તી વગેરેથી ભગવાનની પુજા અર્ચના કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *