કળયુગનાં અંતની શરૂઆત આ ઘરથી થશે, ૫૦૦૦ વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણએ પોતે કહી હતી આ વાત

Posted by

ધરતી ઉપર જ્યારે પાપ વધી જાય છે અને ધર્મની હાની થવા લાગે છે ત્યારે સ્વયં ભગવાન ધરતી પર જન્મ લઈને દુશ્તોનો વિનાશ કરે છે. શાસ્ત્રો અનુસાર ધરતી પર કુલ ચાર યુગ છે, જેમાં સૌથી પહેલા સતયુગ હતું. આ યુગ સત્ય અને અહિંસાનું પ્રતીક હતું. પરંતુ ધીરે ધીરે મનુષ્યના પાપ એટલા વધી ગયા કે કળયુગનો સમય આવી ગયો. આ કળયુગ ને બાકીના ત્રણ યુગની સરખામણીમાં સૌથી વધારે નિકૃષ્ટ માનવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે જ્યારે ધરતી ઉપર પાપ વધી જશે અને મનુષ્ય એકબીજાના દુશ્મન બની જશે ત્યારે તે યુગ કળયુગ કહેવાશે. તેમાં બાકીના ત્રણે યુગની જેમ જ કળયુગ ની સમય મર્યાદા પણ હજાર વર્ષોની હશે, જેનો અંત એકવાર ફરીથી ભગવાન પોતે કરશે.

Advertisement

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં જણાવ્યું છે કે ભગવાન વિષ્ણુએ ક્યારેક પરશુરામ, ક્યારેક મત્સ્ય અવતાર અને ક્યારેક શ્રીરામનો અવતાર ધારણ કરીને ધરતી ઉપર પાપનો અંત કરેલ છે. તેવામાં જ્યારે પાપ, અનૈતિકતા, લોભ, અધર્મ પોતાની ચરમસીમાં પાર કરી લેશે તો એકવાર ફરીથી વિષ્ણુ ભગવાન કલ્કી અવતાર ધારણ કરીને ધરતી ઉપર જન્મ લેશે. જણાવી દઈએ કે સતયુગથી લઈને અત્યાર સુધી ભગવાન વિષ્ણુએ ધરતી ઉપર ૯ અવતારમાં જન્મ લીધો છે. તેમાં આ કળયુગ નો અંત કરવા માટે તેમનો ૧૦મો અવતાર કલ્કી હશે. દરેક વ્યક્તિ આ યુગનો અંત જોવા માટે તેમના કલ્કી રૂપની રાહ જોઈ રહેલ છે.

શાસ્ત્રો અને પુરાણો અનુસાર કળયુગનો અંત કરવા માટે અને નવા યુગની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુ પોતાનો કલ્કી અવતાર ધારણ કરશે. તેના માટે તેઓ કળયુગના અંતિમ સમયમાં શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પાંચમના દિવસે જન્મ લેશે. કદાચ એજ કાળ છે કે દર વર્ષે ભારત દેશમાં શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પાંચમને કલ્કી જયંતીના રૂપથી ધામધુમથી ઉજવવામાં આવે છે.

પુરાણોમાં ૫,૦૦૦ વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું કે ભગવાન કલ્કી ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના સંભલ નામના સ્થાન ઉપર વિષ્ણુયશા બ્રાહ્મણ પરિવારના ઘરમાં જન્મ લેશે અને એક ઘોડા ઉપર સવાર થઈને દુષ્ટો અને પાપીઓનો નાશ કરશે.

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે શ્રીમદ ભાગવત ગીતાના ૧૨માં સ્કંદ નાં ૨૪માં શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ગુરુ, સુર્ય અને ચંદ્ર ગ્રહ એક સાથે પુષ્ય નક્ષત્રમાં દાખલ થશે, તો ભગવાન કલ્કી એટલે કે વિષ્ણુના ૧૦માં અવતાર નો જન્મ થશે. તેમના જન્મ લેતાની સાથે એકવાર ફરીથી સંસારમાં સતયુગનો સમય શરૂ થઈ જશે. શાસ્ત્રો અનુસાર કળયુગની અવધિ ૪,૩૨,૦૦૦ વર્ષની છે, જેમાંથી હજુ ફક્ત ૫,૧૧૯ વર્ષ પુરા થયેલા છે. તેવામાં કળયુગ નો અંત હજુ ખુબ જ દુર છે.

સતયુગને એક સમયે સુવર્ણયુગ માનવામાં આવતો હતો, પરંતુ આ યુગ બાદ મનુષ્ય ધીરે ધીરે પતન તરફ આગળ વધી ગયો અને આજે એવો સમય આવી ચુક્યો છે કે લોકો પોતાના અંગત લોકોને દુશ્મન બનાવી રહ્યા છે. લાલચ અને ક્રોધને લીધે મનુષ્યની અંદરની માનવતા ખતમ થઈ ચુકી છે. પરંતુ જ્યારે વિષ્ણુનો ૧૦મો અવતાર ધરતી પર જન્મ લેશે તો એકવાર ફરીથી મનુષ્યની બુદ્ધિ પરત ફરી જશે અને બુરાઈનો અંત થઇ જશે. પુરાણોની આ બધી વાત કળયુગના અંતમાં અવશ્ય સાચી સાબિત થશે. કારણકે ચારોતરફ એવું જ બની રહ્યું છે, જેવું વેદો અને ગ્રંથોમાં લખવામાં આવેલું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.