કળયુગ નાં અંત સુધીમાં મનુષ્યની ઊંચાઈ ફક્ત ૪ ફુટ રહી ગઈ હશે, ઉંમર હશે ફક્ત ૧૨ વર્ષ

Posted by

આપણા શાસ્ત્રોમાં ૪ યુગ વિશે જણાવવામાં આવ્યું છે. આ ૪ યુગનાં નામ છે – કળિયુગ, સતયુગ, તેત્રાયુગ અને દ્વાપર યુગ. “યુગ” શબ્દનો અર્થ હોય છે, એક નિર્ધારિત સંખ્યાનાં વર્ષોની કાળ અવધિ. દરેક યુગની અલગ-અલગ વિશેષતાઓ રહી છે. જાણકારો પ્રમાણે હાલનાં સમયે કળિયુગ ચાલી રહ્યો છે. આ કળિયુગની મુદ્રા લોખંડ બતાવવામાં આવી છે. જ્યારે આ યુગના પાત્ર માટીના છે. આજે અમે તમારા માટે કળિયુગ વિશે ખાસ જાણકારી લાવ્યા છે.

કળિયુગ

આ ચતુર્થ યુગ છે. આ યુગની વિશેષતાઓ આ પ્રકારે છે-

  • આ યુગનું પુર્ણ આયુષ્ય અર્થાત કાલાવધિ – ૪,૩૨,૦૦૦ વર્ષની હોય છે.
  • આ યુગમાં મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય છે.
  • મનુષ્ય ની લંબાઈ ૫.૫ ફુટ (લગભગ) [૩.૫ હાથ]
  • કળિયુગનું તીર્થ ગંગા છે.
  • આ યુગમાં પાપની માત્રા ૧૫ વિશ્વા અર્થાત (૭૫%) હોય છે.
  • આ યુગમાં પુણ્યની માત્રા ૫ વિશ્વા અર્થાત (૨૫%) હોય છે.
  • આ યુગનાં અવતાર – કલ્કી (બ્રાહ્મણ વિષ્ણુયશનાં ઘરે).
  • અવતાર થવાનું કારણ – મનુષ્ય જાતિનાં ઉદ્ધાર, અધર્મ ધર્મનો વિનાશ તથા ધર્મની રક્ષા માટે.
  • આ યુગની મુદ્રા લોખંડ છે.
  • આ યુગના પાત્ર માટીનાં છે.

જાણકારોનું કહેવું છે કે ૪ યુગ માંથી સૌથી પહેલા શરૂઆત સતયુગની થઈ હતી. સતયુગને  પહેલો યુગ ગણવામાં આવે છે. વળી કલિયુગને છેલ્લો યુગ માનવામાં આવે છે. જણાવવામાં આવે છે કે સતયુગમાં મનુષ્યની લંબાઈ ૩૨ ફુટ (લગભગ) હતી. ત્રેતાયુગમાં તે ઓછી થઇને ૨૧ ફુટ (લગભગ) રહી ગઈ, દ્વાપરયુગમાં મનુષ્યની લંબાઈ ૧૧ ફુટ (લગભગ) હતી. વળી કલિયુગમાં મનુષ્યની લંબાઈ ઘટીને ૫.૫ ફીટ રહી ગઈ. જાણકારોનું કહેવું છે કે કલિયુગ અંત સુધી મનુષ્યની લંબાઈ ૪ ઇંચ રહી જશે અને ઉંમર ૧૨ વર્ષની થઈ જશે.

મૂક જાણકારોનું કહેવું છે કે કલિયુગની અવધી માં ૧૦ હજાર વર્ષ છે. આ યુગનાનો અંત કરવા માટે ભગવાન વિષ્ણુ કલ્કિ રૂપ ધારણ કરશે. આ દરમિયાન માનવજાતિનું પતન થઈ શકે છે. જેમકે અમે જણાવ્યું કે ૪ યુગ હતા. ત્રણ યુગ વીતી ચુક્યા છે જ્યારે હવે કલિયુગ ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *