કમાણી માંથી કેટલો હિસ્સો દાન કરવું જોઈએ? સાચો હિસ્સો જાણીને દાન કરશો તો માં લક્ષ્મી થઈ જશે પ્રસન્ન, શાસ્ત્રોમાં આપવામાં આવેલો છે તેનો જવાબ

ધર્મગ્રંથોનું માનવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ખુબ જ જરૂરી છે. દાન તેને કહેવામાં આવે છે, જ્યારે વ્યક્તિ પોતાની ઇચ્છાથી કોઈ વસ્તુ સામેવાળા વ્યક્તિ ને આપે છે અને તેને પરત લેવામાં આવતું નથી. દાનમાં પૈસા સિવાય અન્ન, જળ, શિક્ષણ, ગાય, બળદ જેવી ચીજો પણ શામેલ હોય છે. દાન કરવું આપણું કર્તવ્ય અને ધર્મ હોય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે.

ધર્મગ્રંથનાં શ્લોકમાં જણાવવામાં આવેલ છે કે દાન અંતઃકરણ નું સંયમ, દયા અને ક્ષમાને સામાન્ય ધર્મ સાધન બરાબર માનવામાં આવે છે. દાન અનેક પ્રકારથી સામાજિક વ્યવસ્થા છે. દાન કરવાથી સમાજમાં સંતુલન જળવાઈ રહે છે. જ્યારે અમીર લોકો દાન કરે છે તો ઘણા ગરીબ પરિવારનું ભરણપોષણ થાય છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર દરેક પ્રાણીમાં પરમાત્મા નિવાસ કરે છે. એટલા માટે કોઈ ભુખ્યું રહેવું જોઈએ નહીં. જો તમે દાન-ધર્મ કરો છો તો આપણી સંસ્કૃતિ અતુટ બની જાય છે.

એટલા માટે ખુબ જ જરૂરી હોય છે કે પોતાની મરજીથી અને દિલ ખોલીને દાન કરો. એક સવાલ એવો પણ ઉભો થાય છે કે આપણે કેટલું દાન કરવું જોઈએ. આ વાતની જાણકારી પણ શાસ્ત્રોમાં આપવામાં આવેલ છે. તેમાં જણાવવામાં આવે છે કે વ્યક્તિએ પોતાની કમાણીનો કેટલો હિસ્સો લોકોમાં દાનનાં સ્વરૂપ વહેંચવો જોઈએ. આ રકમ જાણતાં પહેલાં ચાલો જાણીએ કે દાન કેટલા પ્રકારના હોય છે.

નિત્યદાન

આ એક એવું દાન છે, જેમાં વ્યક્તિ કોઈપણ પરોપકારની ભાવના રાખતો નથી. તે પોતાના દાનનાં બદલામાં કોઈ પણ ફળની ઇચ્છા રાખતો નથી. તેને નિસ્વાર્થ બનીને દાન કરે છે. તેના બદલામાં વ્યક્તિ કઈ મેળવવા માંગતો નથી. આવું દાન નિત્યદાન કહેવાય છે.

નૈમિત્તિક દાન

જ્યારે કોઈ વ્યક્તિના પાપનો ઘડો ભરાઈ જાય છે, તો વ્યક્તિ પાપની શાંતિ માટે વિદ્વાન બ્રાહ્મણના હાથ પર આ દાન રાખે છે. આ પ્રકારના દાન ને નૈમિત્તિક દાન કહેવામાં આવે છે.

કામ્ય દાન

જ્યારે કોઈ વ્યક્તિને સંતાન, સફળતા, સુખ સમૃદ્ધિ અને સ્વર્ગની પ્રાપ્તિ ની ઈચ્છા હોય છે અને તે દાન ધર્મ કરે છે તો તેને કામ્ય દાન કહેવામાં આવે છે.

વિમલ દાન

જ્યારે આપણે ભગવાનને ખુશ કરવા માટે કોઈ દાન કરીએ છીએ, તો તેને વિમલ દાન કહેવામાં આવે છે.

દાન કોને કરવું જોઈએ?

ધન-ધાન્યથી સંપન્ન વ્યક્તિ જ દાન આપવાનો અધિકારી હોય છે. ગરીબ અને મુશ્કેલીથી પોતાની આજીવિકા ચલાવનાર વ્યક્તિ દાન આપવાની આવશ્યકતા હોતી નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે માન્યતા છે કે જો વ્યક્તિ પોતાના માતા-પિતા, પત્ની તથા બાળકોનું પેટ કાપીને દાન કરે છે તો તેને પુણ્ય મળતું નથી. દાન હંમેશા સુપાત્ર વ્યક્તિને જ કરવું જોઈએ. કુપાત્રને આપવામાં આવેલ દાન વ્યર્થ થઈ જાય છે.

કમાણીનો કેટલો હિસ્સો દાન કરવું જોઈએ?

ધર્મ ગ્રંથોમાં જણાવવામાં આવેલ અનુસાર ઇમાનદારીથી કમાવવામાં આવેલ ધનનો ૧૦મો ભાગ દાન કરવો જોઈએ. આ દાન કરવું તમારું કર્તવ્ય છે. આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.