કમલા : સરલા, આમ થાકેલી પાકેલી કેમ દેખાય છે? પછી સરલા એ એવો જવાબ આપ્યો કે કમલા તો શરમાઈને ભાગી જ ગઈ

Posted by

જોક્સ-૧

Advertisement

કમલા : સરલા, આમ થાકેલી પાકેલી કેમ દેખાય છે?

સરલા : મારા પતિ બિમાર છે. આખી રાત મારે જાગતા રહેવું પડે છે.

કમલા : પણ તેં તો કહ્યું હતું કે, તારા પતિની દેખરેખ રાખવા રાતના એક નર્સ રાખી લીધી છે?

સરલા : એ માટે જાગવું પડે છે!

જોક્સ-૨

ગ્રાહક (ઘોબીને) : તને શરમ આવવી જોઈએ. એક તો તેં મારો શરત ખોઈ નાંખ્યો અને ઉપરથી ધોલાઈના પૈસા માગે છે?

ધોબી : બાબુ સાહેબ, શર્ટ ધોયા બાદ ખોવાઈ ગયો છે.

જોક્સ-૩

ટિંકુ : પપ્પા તમે કહ્યું હતું કે આપણાથી નાના હોય એને મારવા જોઈએ નહીં.

પપ્પા : હા દીકરા. પણ થયું શું?

ટિંકુ : તો તમે આ વાત અમારા ટીચર ને સમજાવો ને.

જોક્સ-૪

રમેશ : પહેલાં હું બોલતો અને મારી પત્ની સાંભળતી હતી.

કમલેશ : પછી?

રમેશ : પરણ્યા પછી મારી પત્ની બોલે છે અને હું સાંભળું છું.

કમલેશ : હમ……

રમેશ : બાબો જન્મ્યા પછી હું અને મારી પત્ની બોલીએ છીએ… જોર જોરથી ઝઘડી પડીએ છીએ…

કમલેશ : અને સાંભળે છે કોણ?

રમેશ : પાડોશીઓ!

જોક્સ-૫

પતિ : એક્વાર હું ઘોડાઓની રેસમાં ગયો. પણ એ દિવસે ભારે ગમ્મત આવી.

૧૧ મા મહિનાની ૧૧ મી તારીખ હતી. હું મેદાન પર પણ ૧૧ કલાક, ૧૧ મિનિટ અને ૧૧ સેન્કન્ડે પહોંચ્યો, મેં દાવ પણ ૧૧ મા ઘોડા પર લગાવ્યો!

પત્ની : એ ઘોડો ૧ નંબરે આવ્યો?

પતિ : ના, એ ઘોડો ૧૧ માં નંબરે આવ્યો!

જોક્સ-૬

મેનેજર ભુલકણા સ્વાભાવના હતા.

એક દિવસ એમણે પોતાની સામે ઊભેલ કર્મચારીને પુછ્યું : અરે ભાઈ મારી પેન્સિલ મેં કયાં મુકી છે?

કર્મચારીએ કહ્યું : સાહેબ, આપના કાન પર તમે પેન્સિલ મુકી છે.

મેનેજર : હં… કયા કાન પર, ડાબા કે જમણા?

જોક્સ-૭

ગણિતના શિક્ષક (એક વિદ્યાર્થાને) : એક ચોપડી ૧૦ રૂપિયા ૧૦પૈસામાં ખરીદીને ૯ રૂપિયા ૨૦ પૈસામાં વેચવામાં આવે તો નફો થાય કે નુકસાન?

વિદ્યાર્થા : રૂપિયામાં ૧ રૂપિયાની ખોટ અને પૈસામાં ૧૦ પૈસાનો નફો.

જોક્સ-૮

શિક્ષક : કનુ કેરી કઈ ઋતુમાં થાય છે?

કનુ : મને ખબર નથી, સાહેબ!

શિક્ષક : તને એટલીયે ખબર નથી? જરા વિચાર કર કે તને કેરી કયારે ખાવા મળે છે?

કનુ : બગીચામાં માળી ન હોય ત્યારે?

જોક્સ-૯

શિક્ષકે એક દિવસ બાળકોને પુછ્યું : બાળકો કહો જોઈએ, કયું દુધ વઘારે સારું હોય છે? ગાયનું કે માં નું?

દિપકે ઊભા થઈને કહ્યું : સાહેબ ગાય કરતાં માં નું દુધ વધારે સારું હોય છે?

શિક્ષકે પુછ્યું : એ કેવી રીતે?

દિપકે કહ્યું : સાહેબ! માં નું દુધ હંમેશાં તાજું હોય છે અને બીજો ફાયદો એ છે કે એ દુધ બિલાડી પી શક્તી નથી.

જોક્સ-૧૦

ટિંકુ : પપ્પા તમને મારી શાળામાં બોલાવ્યા છે.

પિતા : શું થયું?

ટિંકુ : ગણિતના માસ્તરે પુછ્યું હતું 5×8 કેટલા થાય?

મેં કહ્યું : 40.

પિતા : જવાબ તો સાચો છે.

ટિંકુ : હા, પછી તેમણે પુછ્યું 8×5 કેટલા થાય?

પિતા : અરે બુદ્ધિના બળદ બંનેમાં શું ફરક છે?

ટિંકુ : મેં પણ તેમણે એવું જ કહ્યું હતું.

પછી પિતાએ ટિંકુને કાન નીચે બે લગાવી દીધી.

જોક્સ-૧૧

એક મહિલા : હું તો કોઈ સાહસ કરનાર માણસ સાથે જ લગ્ન કરવા માગું છું. કોઈ સાહસ કરી બતાવનાર માણસને જ હું પરણવા માગું છું.

બીજી મહિલા : પણ આ મોંઘવારીના જમાનામાં લગ્નનો પ્રસ્‍તાવ મુકવો એ શું કોઈ ઓછું સાહસ છે?

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *