કંગના રનૌતને જરાપણ પસંદ નથી કરતાં બોલીવુડનાં આ સિતારાઓ, એક સેલિબ્રિટીએ તો ચંપલ પણ મારેલું

Posted by

કંગના રનૌતે ટ્રાન્સપરન્ટ કપડાંમાં પોતાની અમુક તસ્વીરો શેર કરી છે, જે ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોને કારણે અભિનેત્રી એકવાર ફરીથી ચર્ચામાં છવાયેલી છે. કંગનાની આ તસ્વીરો પર લોકોની ઘણાં પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે અને લોકો તેમને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની યાદ અપાવી રહ્યા છે. સાથે જ આ તસ્વીરો પણ ઘણા લોકોએ ગંદા કમેન્ટ કરી દીધા છે. બોલીવુડની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી હોવાને લીધે પણ તેમને ઇન્ડસ્ટ્રીના લોકો ઓછી જ પસંદ કરે છે. વળી પોતાના નિવેદનો માટે પણ કંગનાને લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવે છે. તે સિવાય કંગના પર ઘણા બધા કેસ પણ ચાલી રહ્યા છે. એટલે કે બધું મેળવીને કંગના દરેક સમયે વિવાદોમાં ઘેરાયેલી રહે છે.

૩૪ વર્ષની કંગના રનૌત હંમેશા કોઇને કોઇ વિવાદિત નિવેદન આપતી રહે છે. એકવાર તેમણે એક ઇન્ટરવ્યુમાં પોતાના વ્યવહાર વિશે ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે, “જ્યારે મારા પાપા બાળપણમાં મને ખીજવાતા કે મારતા હતા તો હું તેમને કહેતી કે જો તમે મને મારશો તો હું પણ એવું જ કરીશ.” એટલું જ નહીં તે પોતાના ઘરેથી પણ ભાગી ગઈ હતી અને દિલ્હી આવીને તેમણે થિયેટરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

ત્યારબાદ કંગનાને વર્ષ ૨૦૦૬માં ફિલ્મ “ગેંગસ્ટર” ઓફર થઈ હતી. આ ફિલ્મ થી તેને ઓળખ મળી. ત્યારબાદ તે ફિલ્મ “વો લમ્હે” માં નજર આવી હતી. આ ફિલ્મનાં પ્રોડ્યુસર મહેશ ભટ્ટ હતા. વળી આ ફિલ્મ રીલીઝ થયાના ઘણાં વર્ષો પછી કંગનાની બહેને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને એક ઇન્ટરવ્યુમાં કંગનાની બહેન રંગોલી એ જણાવ્યું હતું કે ફિલ્મ “વો લમ્હે” નાં પ્રીમિયર પર મહેશ ભટ્ટે કંગનાને ચંપલ ફેકીને માર્યું હતું. કંગનાને તેની જ ફિલ્મ જોવાથી રોકી દીધી હતી. તે આખી રાત રડતી રહી. તે સમયે તે  ૧૯ વર્ષની હતી.

તે સિવાય પણ ફિલ્મી દુનિયાને લઈને કંગના તથા તેમની બહેન રંગોલી એ ઘણા બધા ખુલાસા કર્યા છે. કંગનાએ જાવેદ અખ્તર પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે એકવાર જાવેદ અખ્તરે તેમને ઘરે બોલાવીને ધમકાવી હતી અને ઋત્વિક રોશન વિરુદ્ધ કંઈ પણ ન કહેવા માટે કહ્યું હતું.

જ્યારે ફિલ્મ “મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી” ની રિલીઝ પહેલા કરણી સેના કંગનાને ધમકી આપી હતી. જેના પર કંગનાએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “હું રાજપુત છું અને જો મને પરેશાન કરવાનું બંધ નહીં કરવામાં આવે તો એક-એક ને બરબાદ કરી દઈશ.”

સુશાંત સિંહ રાજપુતનાં જીવન ટુંકાવી લેવા ઉપર પણ કંગનાએ ઘણી પ્રતિક્રિયા આપી હતી અને સુશાંત કેસમાં નેપોટિઝમ મુદ્દા પર વાત કરી હતી. કંગનાએ સુશાંતસિંહ કેસમાં કરણ જોહર પર સૌથી વધારે નિશાન સાધ્યું હતું અને કરણ પર ભાઈ-ભત્રીજાવાદને વધારો આપવાનો આરોપ લગાવ્યો હતો. સુશાંત વિષયમાં કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. જેના કારણે મુંબઈમાં સ્થિત કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કંગનાએ બીએમસી પર કેસ નોંધાવ્યો હતો.

તે સિવાય કિસાન આંદોલન પર પણ કંગનાએ ખુલીને વાત કરી હતી અને આ મુદ્દા પર કેન્દ્રીય સરકારનો સાથ આપ્યો હતો. વળી જે અભિનેતાઓએ આ બાબતમાં કિસાન આંદોલનમાં સાથ આપ્યો હતો, તેમના પર કંગનાને ખુબ જ નિશાન સાધ્યું હતું. તેમણે દલજીત દોસાંજની સાથે સોશિયલ મીડિયા પર મોટો પંગો લીધો હતો.

કંગના રનૌત રાજનીતિ, ધર્મ, સમાજ, જિહાદ અને ઘણા મુદ્દા પર બોલવામાં પાછળ રહેતી નથી. પોતાના નિવેદનોને કારણે તે ચર્ચામાં જળવાઈ રહે છે. તેમના નિવેદનોનાં કારણે જ ટ્વિટરે તેને બૈન કરી દીધી છે. ત્યારબાદ તે ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાની વાતો લોકોની સામે રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *