જોક્સ-૧
મેજિસ્ટ્રેટ (ખિસ્સા કાતરુંને) : અરે, આ માણસે નીચેની બંડીમાં પૈસાનું પાકીટ રાખ્યું હતું
અને બંડી ઉપર ઝભો હતો છતાં એનું ખિસ્સું તેં કઈ રીતે કાપ્યું?
ખિસ્સા કાતરું : સાહેબ, ખિસ્સા કાતરુંનો ધંધો શીખતાં મને પાંચ વર્ષ લાગ્યાં,
તે તમારે પાંચ મિનિટમાં શીખવો છે?
જોક્સ-૨
લગ્ન કરવા છતાં સુખી કેમ થવું?
એ વિષય પર પ્રવચન સાંભળીને છગન પોતાની પત્ની માટે ફુલોનો ગુલદસ્તો લઈને ઘરે ગયો.
તેની પત્ની તેને જોઈને રડી પડી અને બોલી,
આજે ભાત બળી ગયો, તેલના છાંટાથી મારો હાથ દાઝી ગયો, કામવાળી કામ છોડીને જતી રહી,
એ બધું ઓછું હતું કે તું દેશી ઢીંચીને આવ્યો.
હવે છગનનો લગ્ન પરથી બચેલો વિશ્વાસ પણ ઉઠી ગયો.
જોક્સ-૩
પતિ : પરણ્યા પહેલાં અને પછી હું ઘણી છોકરીઓના ગાઢ સંપર્કમાં રહેતો આવ્યો છું,
પણ તારા જેવી મુર્ખ મેં કોઈ જોઈ નથી.
પત્ની : વાત સાવ સાચી છે. જો હું મુર્ખ ન હોત તો તમારી સાથે પરણત ખરી?
જોક્સ-૪
પતિ-પત્ની વચ્ચે ૧ કલાક સુધી ચાલેલા ઝઘડાનો આ એક વાક્ય સાથે અંત આવ્યો.
પતિ : તું સુંદર છે તો કંઈ પણ કહેશે?
એ પછી પતિને ચા અને બિસ્કિટ બંને મળ્યા.
જોક્સ-૫
રમેશ : બિચારી મારી બૈરી.
સુરેશ : શું થયું ભાભીને?
રમેશ : એના ગળામાં ઇન્ફેક્શન છે, પણ એ વાત તે કોઈને કહી શકતી નથી.
જોક્સ-૬
પત્ની : અરે, આમ તો જુઓ. આ કેવું કજોડું છે.
છોકરો કેવો દેખાવડો છે અને કન્યા કેવી બેકાર છે.
છોકરો સોના જેવો અને છોકરી સાવ કથીર જેવી?
પતિ : વહાલી! તું આપણી વાત શા માટે ભુલી જાય છે.
મેં તારી સાથે લગ્ન નહોતા કર્યા.
જોક્સ-૭
કનુ : જો પેલી સરલાનાં કપડાં તો જો!
કેવા બારીક છે! જોઈને સામાનો જીવ નીકળી જાય એવો છે.
મનુ : ખરી વાત છે. એની રસોઈ પણ એવી જ રહે છે કે ખાનારનો જીવ નીકળી જાય.
જોક્સ-૮
યુવક : આ એકાંતમાં તારી સાથે હું સુઈ જાઉં તો તું મદદ માટે કોઈને બુમ તો નહીં પાડે ને?
યુવતી : કોઈની મદદ મારે આમાં કદી લેવી પડતી નથી. હું એકલી જ બસ છું.
જોક્સ-૯
પતિ (પત્નીને) : આ તે કંઈ રસોઈ બનાવી છે?
સાવ રદ્દી! હું એક કોળિયો પણ ખાઈ શકું તેમ નથી. હું હોટેલમાં જઈને ખાઈ લઈશ.
પત્ની : દસ પંદર મિનિટ તો થોભી જાવ.
પતિ : શું પંદર મિનિટમાં તું બીજી રસોઈ તૈયાર કરી નાખીશ?
પત્ની : ના, પંદર મિનિટમાં, હું પણ હોટેલમાં આવવા તૈયાર થઈ જાઉં.
જોક્સ-૧૦
દાક્તર સાથે પ્રેમિલાને પ્રેમ હતો.
એક દિવસ પ્રેમિલાએ કહ્યું : તમને જે દિવસે હું મળી શકતી નથી,
એ દિવસે મારા દિલમાં એવું તો દર્દ આવે છે…
દાકતર : હાર્ટટ્રબલ, પ્રેમિલા! તારે રીપોર્ટ કરાવવા પડશે.
જોક્સ-૧૧
પતિ : લગ્ન પહેલા તું બહુ ઉપવાસ કરતી હતી, હવે શું થયું?
પત્ની : વધારે નહીં, ફક્ત સોમવારે જ ઉપવાસ કરતી હતી.
પતિ : તો હવે શું થયું?
પત્ની : પછી તમારી સાથે લગ્ન થઈ ગયા અને
મારો ઉપવાસ પરથી વિશ્વાસ ઉઠી ગયો.
પતિ વિચારમાં પડી ગયો.