કપડાં ફિટ ના આવવા પર ટ્રાયલ રૂમમાં રડવા લાગી હતી આ યુવતી, જાણો ૮ મહિનામાં કેવી રીતે ઘટાડયું ૩૦ કિલો વજન

Posted by

આજના વ્યસ્ત જીવનમાં સ્થૂળતા દરેક લોકોને પ્રભાવિત કરી રહી છે. બાળકો અને ટીનેજર્સ સહિત દરેક વ્યક્તિ વધતાં વજનથી પરેશાન છે. પરંતુ વજન ઘટાડવું તે ખૂબ જ મુશ્કેલ કામ છે. તેના માટે લોકો ડાયેટિંગ અને વર્કઆઉટ સહિત અન્ય ઘણાં ઉપાયો અપનાવે છે, પરંતુ મજબૂત મનોબળ વગર તે એટલું સરળ હોતું નથી.

વ્યવસાયે વકીલ અને ઈન્સ્ટાગ્રામ બ્લોગર ૨૪ વર્ષની નિકિતા મારવાહ બાળપણથી જ સ્થૂળતાથી પરેશાન હતી. ૫ ફૂટ ૩ ઇંચ ઊંચાઈવાળી યુવતીનો વજન વધીને ૯૭.૪ કિલો સુધી થઈ ગયો હતો. નિકિતાએ ઘણી વખત વજન ઘટાડવાની કોશિશ કરી પરંતુ તેમાં તે હંમેશા અસફળ રહી. જોકે તેમણે ક્યારેય હાર માની નહિ અને ૮ મહિના માં ૩૦ કિલો વજન ઓછું કરીને આજે એક સ્વસ્થ જીવન જીવી રહી છે.

આવી રીતે કર્યો વજન ઘટાડવાનો નિર્ણય

મારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ કમજોર થઈ ગઈ હતી અને ટેસ્ટ કરાવવા પર થાઈરોઈડ થી પિડીત મળી આવી હતી. જેના કારણે મારો સ્વભાવ ખૂબ જ ચીડિયો થઇ ગયો હતો. મારા પરિવારના લોકો મને “ફેટમેન” કહીને ચીડવતા હતા.આ સાંભળીને મારું હ્રદય તૂટી ગયું અને તે દિવસે જ મેં વજન ઘટાડવાનો નિર્ણય કરી લીધો હતો.

વજન ઘટાડવા માટેનો ડાયટ પ્લાન

  • બ્રેકફાસ્ટ – ઓટ્સ ચિલા, પરોઠા અને વેજીટેબલ આમલેટ.
  • લંચ – પનીર, ટોફુ, અલગ-અલગ પ્રકારનાં શાકભાજી અને ઘરનું બનેલું ભોજન.
  • ડિનર – દાળ, ચિકન બ્રેસ્ટ, ફળ, ગરમ દૂધ.
  • પ્રિ-વર્કઆઉટ મીલ – બ્લેક કોફી
  • પોસ્ટ વર્કઆઉટ મીલ – મારું પોસ્ટ વર્કઆઉટ મીલ વર્કઆઉટ ના સમય પર નિર્ભર હતું. જો હું સવારે વર્કઆઉટ કરતી હતી તો ત્યારબાદ સીધો નાસ્તો કરતી હતી અને જો સાંજના સમયે વર્કઆઉટ કરતી હતી તો સુધી ડિનર કરતી હતી.

મારું ફિટનેસ સિક્રેટ

મેં ઘણા વર્ષો સુધી કોશિશ કરી પરંતુ મને વજન ઓછું કરવામાં સફળતા મળી નહીં. ત્યારે મને સમજમાં આવ્યું કે વજન ઘટાડવા માટે એક જ સિક્રેટ છે અને તે છે “શુદ્ધ ભોજન”. હું સ્થૂળતા ઓછી કરવા માટે ફક્ત જુમ્બા કરતી હતી. પરંતુ ત્યારે મેં પોતાની ડાયટમાં બદલાવ કર્યો હતો નહિ તો મને સફળતા મળી નહીં. તે સિવાય વજન ઓછું કરવા માટે ધીરજ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. આવી રીતે મેં ધીરે ધીરે પોતાનું વજન ઘટાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *