કપડાંને કારણે ફિલ્મ માંથી બહાર થઈ હતી આયેશા જુલ્કા, હાલમાં દેખાય છે પહેલા કરતાં પણ વધારે સુંદર

૯૦નાં દશકમાં હિન્દી સિનેમા જગતમાં ઘણી શ્રેષ્ઠ અભિનેત્રીનો જોવા મળી હતી, તેમાંથી એક હતી આયશા જુલ્કા. આયેશા જુલ્કાએ બોલિવૂડની ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. ૯૦નાં દશકમાં તેમણે સુપરસ્ટાર અક્ષય કુમાર અને આમિર ખાન જેવા મોટા સિતારાઓ સાથે પણ કામ કરેલું છે, પરંતુ તે ખૂબ જ જલ્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઇ હતી.

આયશા જુલ્કાનો જન્મ ૨૮ જુલાઈ, ૧૯૭૨નાં રોજ જમ્મુ કાશ્મીરનાં શ્રીનગરમાં થયો હતો. પોતાની કારકિર્દીમાં આયશા જુલ્કા ઘણી ફિલ્મોની રિઝલ્ટ પણ કરી દીધી હતી. તેને લઈને હાલમાં જ આશા જુલ્કાએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે ઘણી ફિલ્મોને રિજેક્ટ કરવાને લઈને અફસોસ વ્યક્ત કર્યો હતો.

આયશા જુલ્કાએ પોતાના હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં અમુક ફિલ્મોને કરવાની વાત કહી હતી. તેમણે ફિલ્મ રોજાને રિજેક્ટ કરવાને લઈને કહ્યું હતું કે મણિરત્નમની રોજા નહિ કરી તેનો મને આજે પણ ખૂબ જ અફસોસ છે. ડેટ્સ નહીં હોવાને કારણે મેં રોજા ફિલ્મ ઠુકરાવી દીધી હતી.

આયશા આગળ જણાવે છે કે તેમને ફિલ્મ પ્રેમ કેદી ની પણ ઓફર મળી હતી. જોકે તેમણે આ ફિલ્મ કરવાથી પણ ઇનકાર કરી દીધો હતો. જણાવવામાં આવે છે કે રામા નાયડુની આ ફિલ્મ માટે આયેશાને ઇન્ટ્રોડક્શન સીનમાં બિકીની પહેરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ તેના માટે તૈયાર હતા નહીં અને તેમણે આ ફિલ્મ કરી નહીં.

આયેશા ઝુલ્કાએ ફિલ્મોમાં કમબેક ને લઈને પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને હજુ પણ ફિલ્મો, વેબ સીરીઝ અને ટીવીની ઓફર મળતી રહે છે. પરંતુ તેઓ ત્યારે જ ઇન્ડસ્ટ્રીમાં પરત ફરશે જ્યારે તેમને કોઈ કિરદાર પસંદ આવશે.

જણાવવામાં આવે છે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનેતા જેકી શ્રોફ, ભાગ્યશ્રી, હેમા માલિની અને રવીના ટંડન જેવા જાણીતા કલાકારો સાથે તેઓ સંપર્કમાં છે. તે જેકી શ્રોફને લઈને કહેતી રહે છે કે જેકી દાદા સામાજિક કાર્યકર્તા રહે છે. તેમને જાનવરો સાથે ખૂબ જ પ્રેમ છે. મારી સાથે પણ આવું જ છે. અમે ઘણા સોશ્યલ કાર્ય સાથે જોડાયેલા છીએ. જણાવી દઈએ કે આયેશા ઝુલ્કા બોલિવૂડની પાર્ટીઓમાં પણ જોવા મળતી નથી.

જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૩માં આયેશાએ સમીર વશી સાથે લગ્ન કરી લીધા હતા. તેમના હજુ સુધી કોઈ બાળકો નથી. તેઓ જણાવે છે કે મારા બાળકો નથી, કારણ કે હું ઈચ્છતી નથી. તે હાલમાં બિઝનેસની દુનિયામાં નામ કમી રહી છે. તે સેમરોક ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપની સંભાળી રહી છે. વળી આયેશા જુલ્કા ગોવામાં એક રિસોર્ટ પણ ચલાવે છે અને હોસ્પિટલીટી ની સેવામાં પણ તે પ્રદાન કરી રહી છે. વળી મુંબઈમાં પણ તેમનું એક અનંતા નામથી સ્પા છે. તેમના આ કામમાં તેમના પતિ પણ તેમની મદદ કરે છે.