કપિલ શર્માએ દિકરીનાં જન્મદિવસની શાનદાર ઉજવણી કરી, તસ્વીરોમાં જોવા મળ્યો પત્ની ગિન્નીનો ગ્લેમરસ અવતાર

Posted by

કપિલ શર્મા ની દીકરી અનાયરા શર્મા ૩ વર્ષની થઈ ગઈ છે. કપિલે પોતાની પત્ની ગિન્ની ચતરથ ની સાથે મળીને પોતાની દીકરીની બર્થ-ડે પાર્ટીનું આયોજન કરેલું હતું. તેમણે પાર્ટી આપીને ધામધુમથી અનાયરા નો જન્મદિવસ ઉજવ્યો હતો. અનાયરાની આ બર્થ-ડે પાર્ટીની ઇનસાઇડ તસ્વીરો પણ સામે આવી ગઈ છે, જે સોશિયલ મીડિયામાં તાબડતોડ વાઇરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં ગિન્ની અને કપિલ પણ નજર આવી રહ્યા છે. આ ગ્રાન્ડ થીમ પાર્ટીમાં ઘણા સેલિબ્રિટી પણ સામેલ થયા હતા.

આ શાનદાર અવસર પર પોતાની લાડલી માટે કોમેડી કિંગ દ્વારા શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં કોમેડિયન ભારતીય સિંહ તેના દીકરા સાથે પણ પહોંચી હતી. ભારતી એ પોતાના વ્લોગમાં કપિલની દીકરીના આ બર્થ-ડે પાર્ટીની ઝલક બતાવેલી હતી.

કપિલ શર્માએ પાછલા દિવસોમાં પોતાની દીકરી અનાયરા માટે જબરજસ્ત પાર્ટી રાખેલી હતી. આ અવસર પર કપિલ શર્મા ની દીકરી અનાયરા અને તેની પત્ની ગિન્ની ચતરથ એકસરખા આઉટફીટમાં નજર આવી રહી છે. બર્થ ડે સેલિબ્રેશન ની તસ્વીરો હવે સોશિયલ મીડિયાઓ ઉપર છવાઈ રહી છે.

બર્થ-ડે વાળી આ તસ્વીરોમાં કપિલની દીકરી પિંક ડ્રેસમાં ખુબ જ ક્યુટ અને માસુમ દેખાઈ રહી છે. અનાયરા ની સાથે માં ગિન્ની ચતરથની ઘણી તસ્વીરો જોવા મળી રહી છે, જેમાં બંને એક જેવા કપડામાં જ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

કપિલ શર્મા ની દીકરી ખુબ જ ક્યુટ છે અને બર્થ ડે પર તેણે અલગ અલગ અંદાજમાં ફોટોશુટ કરાવેલ છે. તેની ફોટો ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેને અત્યારથી જ કેમેરા સાથે કેટલો પ્રેમ છે. બર્થ-ડે ની આ તસ્વીરોમાં અનાયરા ની મુસ્કાનથી સ્પષ્ટ છે કે તેણે આ પ્રેમાળ સ્માઈલ પોતાની માં પાસેથી મેળવેલી છે.

ગિન્ની ચતરથ દીકરીનાં બર્થ-ડે ઉપર ખુબ જ ગ્લેમરસ નજર આવી રહી છે. વળી ભારતી એ પોતાના વ્લોગમાં આ બર્થ-ડે ઇવેન્ટ અને ગિન્ની ની પ્રશંસા પણ કરેલી છે. ભારતી એ કહ્યું હતું કે ગિન્ની જે રીતે પોતાના પરિવાર પતિ અને બાળકોનું ધ્યાન રાખે છે, તે પ્રશંસાને પાત્ર છે.

તે સિવાય અનાયરા પોતાના પિતા કપિલ શર્માની સાથે પણ નજર આવી હતી. કપિલ શર્મા પોતાની દીકરીની સાથે ઘણી તસ્વીરોમાં નજર આવેલા હતા અને અનાયરા પોતાના નાના પપ્પી ને પણ પ્રેમ કરતી નજર આવી રહી છે.

જણાવી દઈએ કે કપિલ અને ગિન્ની નાં લગ્ન ૧૨ ડિસેમ્બર, ૨૦૧૮નાં રોજ જલંધરમાં થયેલા છે. તેઓ બે બાળકોના માતા પિતા છે. ૧૦ ડિસેમ્બરનાં રોજ દીકરી અનાયરાનો જન્મ થયો હતો અને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧નાં રોજ દિકરા ત્રિહાનનો જન્મ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *