વિડીયો : કપિલ શર્માનાં શોમાં યુવતીએ કરી અજીબ માંગણી, અક્ષય કુમારે શાહરુખ ખાનને ફોન લગાવવો પડ્યો, વિડીયોમા જુઓ શું થયું હતું

Posted by

દેશનાં મશહુર કોમેડિયન કપિલ શર્માનાં શો “ધ કપિલ શર્મા શો” ફરીથી શરૂ થયો છે. પહેલા જ સપ્તાહમાં હિન્દી સિનેમાનાં બે દિગ્ગજ અભિનેતાઓએ કપિલ શર્માના આ શોમાં ભાગ લીધો હતો અને શો પહેલાની જેમ જ દર્શકોને હસાવવામાં સફળ રહેલ છે. જણાવી દઈએ કે શો ફરીથી શરૂ થયા બાદ પહેલા એપિસોડમાં સુપરસ્ટાર અજય દેવગન મહેમાન નાં રૂપમાં પહોંચ્યા હતા.

અજય દેવગન પોતાની રિલીઝ થઈ ચુકી ફિલ્મ “ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા” નું પ્રમોશન કરવા માટે “ધ કપિલ શર્મા શો” માં પહોંચ્યા હતા. તેની સાથે નોરા ફતેહી અને શરદ કેલકર પણ કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા. જણાવી દઈએ કે ફરીથી પ્રસારિત થયેલ કપિલ શર્માનો શો નો પહેલો એપિસોડ ૨૧ ઓગસ્ટના રોજ પ્રસારિત થયો હતો. બધા કલાકારોએ કપિલ શર્મા શો પર ખુબ જ મજાક મસ્તી કર્યા હતા અને દર્શકોને હસાવ્યા હતા.

વળી ૨૨ ઓગસ્ટનાં રોજ પ્રસારિત થયેલ બીજા એપિસોડમાં સુપર સ્ટાર અક્ષય કુમાર મહેમાન કલાકારના રૂપમાં પહોંચ્યા હતા. તે પોતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ “બેલ બોટમ” નાં પ્રમોશન માટે કપિલ શર્માનાં શો પર આવ્યા હતા. અક્ષયની સાથે ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહેલી અભિનેત્રીઓ વાણી કપુર અને હુમા કુરેશીએ પણ ભાગ લીધો હતો.

જણાવી દઈએ કે ૧૯ ઓગસ્ટનાં રોજ “બેલ બોટમ” સિનેમાઘરમાં રિલીઝ થઈ છે અને અત્યાર સુધીમાં ખુબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. કપિલના શો પર પહોંચેલા અક્ષય કુમારે દર્શકો પર દર વખતે ની જેમ આ વખતે પણ ખુબ જ મજાક કરી હતી અને દર્શકોને હસવા માટે મજબુર કરી દીધા હતા. વળી તેની વચ્ચે કંઈક એવું બની ગયું હતું કે અક્ષય કુમારે અભિનેતા શાહરુખ ખાનને ફોન લગાવવો પડ્યો હતો.

હકીકતમાં “ધ કપિલ શર્મા શો” નાં એક સેગમેન્ટ દરમિયાન ઓડિયન્સ તરફ થી સવાલ પુછવામાં આવ્યો હતો કે કોની સાથે કોણ હાઇજેક થવા માંગશે? એક મહિલા ફેન તુરંત ઊભી થઈ ગઈ અને અભિનેતા શાહરૂખ ખાનનું નામ લીધું. ત્યારબાદ કપિલ શર્માએ તેનું કારણ પુછ્યું તો તેણે જણાવ્યું કે તે શાહરૂખ ખાનને પ્રેમ કરે છે. ત્યારબાદ તે અક્ષય કુમાર ને કહે છે કે તેઓ તેને શાહરુખ ખાન સાથે મુલાકાત કરાવે.

પહેલા તો અક્ષય કુમાર કંઈ સમજી શક્યા નહીં કે આ શું ચાલી રહ્યું છે, પરંતુ ત્યારબાદ તેઓ પોતાના ફોનથી શાહરુખ ખાનને ફોન લગાવે છે. જોકે શાહરુખ ખાનનો ફોન બંધ આવે છે. યુવતી કહે છે કે બીજા નંબર પર લગાવો, તો તે નંબર પણ લાગતો નથી. તેની વચ્ચે કપિલ કહે છે કે, “શું શાહરુખ ખાન પીસીઓ નું કામ કરે છે?” ત્યારબાદ મહિલા ફેન અક્ષય કુમારને કહે છે કે તેની વાઇફ ગૌરી ખાનને કોલ કરો. આ સાંભળીને બધા લોકો હસવા લાગે છે. ત્યારબાદ કપિલ અક્ષય કહે છે કે, “બધું તમારા પર આવશે. ગૌરી ભાભી કહેશે કે અક્ષયજી તમે તમારા પતિને બગાડી રહ્યા છો.”

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan Tweets (@srktweets)

મહિલા ફેન ની શાહરુખ ખાન સાથે તો વાત થઇ શકી નહીં, પરંતુ લોકો અક્ષય કુમારની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. આ કામ માટે અક્ષયના ફેન્સ તેની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *