કપિલ શર્માને બોલીવુડની આ ટોપ એક્ટ્રેસ સાથે મજાક કરવી પડી ભારે, ઍક્ટ્રેસે લગાવી દીધી ઠપ્પડ, જુઓ વિડીયો

Posted by

કોમેડિયન કપિલ શર્માને કોમેડી કિંગ કહેવામાં આવે છે. તે પોતાની વાતોથી લોકોને હસવા માટે મજબુર કરી દે છે. સોની ટીવી પર ટેલીકાસ્ટ થતા તેમના શો “ધ કપિલ શર્મા શો” ને પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. આ શો ટીઆરપી ની બાબતમાં ઘણા શો ને પાછળ છોડી દે છે. કપિલ શર્માના શો માં અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીના તમામ સેલિબ્રિટી હાજરી આપી ચુક્યા છે. હવે તેમાં એક્ટ્રેસ સોનાક્ષી સિંહા મહેમાન બનીને આવી હતી. પરંતુ એપિસોડ ટેલીકાસ્ટ થતાં પહેલા તેનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જેમાં કપિલ શર્મા સોનાક્ષી સાથે મજા કરતા નજર આવી રહ્યા છે, પરંતુ તેમને આ મજાક ભારે પડી જાય છે.

કપિલ શર્મા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ સાથે પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરતા રહે છે. હવે કપિલ શર્માએ પોતાના શો નો એક પ્રોમો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સોનાક્ષી પોતાના અપકમિંગ ગીત “મીલ માહીયા” પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. એટલામાં કપિલ આવે છે અને કહે છે કે, “મળવા આવી જ છીએ તો તમારા પિતાજી કહે છે, ખામોશ.” આ વાત ઉપર સોનાક્ષી તેની સામે ઘુરીને જુએ છે અને કપિલનાં ચહેરા પર એક પંચ મારે છે.

આ વીડિયોને શેર કરીને કપિલ શર્માએ કેપ્શન માં લખ્યું કે, “મારી પહેલી રીલ.” તેની આ રીલ ઉપર સોનાક્ષી સિંહાએ પણ કોમેન્ટ કરેલ છે. તેણે લખ્યું કે, “તમારી પહેલી રીલ નો હિસ્સો બનીને ખુશ છું.” કપિલ દ્વારા શેર કરવામાં આવેલ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ છવાઈ ગયો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુ મળી ચુક્યા છે અને લોકો આ વિડીયો ઉપર અલગ અલગ રિએક્શન પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

વળી વાત કરવામાં આવે સોનાક્ષી સિંહાની તો તે ખુબ જ જલ્દી પોતાની અપકમિંગ ગીત “મીલ માહિયા” માં નજર આવનાર છે. આ ગીત ખુબ જ જલદી રિલીઝ થશે. ગીતને સિંગર રાશિ સુદ દ્વારા ગાવામાં આવે છે. આ ગીતને પ્રમોટ કરવા માટે સોનાક્ષી કપિલ શર્મા શો માં પહોંચી હતી. તેવામાં ફેન્સ તેમના આ ગીતને લઈને પણ ખુબ જ એક્સાઈટેડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *