કપિલ શર્માને કિયારા આડવાણી સાથે ફ્લર્ટ કરતાં જોઈને ગુસ્સે થઈ ગયા સિધ્ધાર્થ મલ્હોત્રા, જવાબ આપીને બોલતી બંધ કરી દીધી

Posted by

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ત્યારથી ચર્ચામાં છે, જ્યારથી કપલના ડેટિંગની અફવાને સામે આવી છે. વળી આ બન્ને સિતારાઓએ હાલના સમયમાં પોતાની રિલીઝ થયેલી ફિલ્મ શેરશાહ અને સફળતાના આધાર પર “ધ કપિલ શર્મા શો” માં આવ્યા હતા. આ દરમિયાન કપિલ શર્માને કિયારા સાથે ફ્લર્ટ કરતા જોવામાં આવ્યા હતા અને એક્ટ્રેસ હસી રહી હતી. જોકે તેના પર સિદ્ધાર્થ મલ્હોત્રાને પ્રતિક્રિયા એ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.

કપિલ શર્માએ કિયારા અડવાણીને કહ્યું, “જો તમને ક્યારે આવી રીતે મળવાનું મન હોય, તો જરૂરી નથી કે કોઈને પોતાની સાથે લઇ આવો.” જે સમયે કપિલ શર્માએ આવું કહ્યું ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ વચ્ચે હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે, “ભાઈનું જ ઘર છે.” ત્યારબાદ કિયા એ પણ કપિલને પોતાના બે બાળકો અને અનાયરા અને ત્રિશાન  ની યાદ અપાવી હતી. પરંતુ તેમને મજાકમાં કહ્યું, “બાળકો તો નાના-નાના હોય છે. તેમને શું ખબર પડે.”

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

પાછલી વખત કિયારા અક્ષય કુમારની સાથે ફિલ્મ “લક્ષ્મી” નું પ્રમોશન કરવા ધ કપિલ શર્મા શો પર જોવામાં આવી હતી. પાછલી વખત પણ અક્ષય કુમારે કિયારાની ડાયરેક્ટર રૂપથી ખુબ જ મજાક કરી હતી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે તેના સંબંધોની પુષ્ટિ પણ કરી હતી. તે એપિસોડમાં પોતાની લવ લાઈફ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ હું પોતાના અંગત જીવન વિશે વાત કરીશ, તો એવું ત્યારે જ બનશે જ્યારે મારા લગ્ન થશે.” કિયારા નો જવાબ સાંભળ્યા બાદ અક્ષય કુમારે કહ્યું હતું કે, “આ ખુબ જ સિદ્ધાંતો વાળી યુવતી છે.”

તે સમયે પણ અક્ષય કુમારની પ્રતિક્રિયા નેટિઝન્સ માટે એવું નિષ્કર્ષ કાઢવા માટે પર્યાપ્ત હતી કે કિયારા અને સિદ્ધાર્થ ડેટિંગ કરી રહ્યાં છે. વળી લેટેસ્ટ એપિસોડ માં કિયારા માટે પોતાનું કન્સર્ન બતાવીને સિદ્ધાર્થે પણ તે વાતની પુષ્ટિ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *