સની દેઓલ નાં દિકરા કરણ દેઓલ ૧૮ જુન નાં રોજ દ્રીશા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. શુક્રવારના રોજ કરણ અને દ્રીશા ની સંગીત સમારોહમાં બોબી દેઓલ, અભય દેઓલ અને ડીન પાંડે સહિત ઘણા મોટા સીતારાઓ નજર આવ્યા હતા. હલ્દી-મહેંદી બાદ હવે સંગીત સેરેમની ની તસ્વીરો પણ સામે આવી રહી છે.
કરણ દેઓલ અને દ્રીશા આચાર્ય ૧૮ જુન નાં રોજ સાત ફેરા લેવાના છે. વળી આજે મુંબઈમાં તેમના સંગીત સેરેમની નું ફંક્શન રાખવામાં આવ્યું હતું, જેમાં સની દેઓલ પોતાની ફિલ્મ “ગદર-૨” નાં કિરદાર તારા સિંહના લુકમાં નજર આવ્યા હતા.
શુક્રવારની સાંજે કરણ દેઓલ અને દ્રિશા આચાર્યના સંગીત સેરેમની માં સમગ્ર દેઓલ પરિવાર પહોંચ્યો હતો. પરંતુ દુલ્હા દુલ્હન બાદ જો આ સંગીત સેરેમની માં કોઈ છવાઈ ગયું હતું તો તે સની દેઓલ હતા. તે સમયે દેઓલ પરિવાર ખુશીથી જુમી રહ્યા હતા.
આ અવસર પર દુલ્હા દુલ્હન પણ ખાસ અંદાજમાં નજર આવ્યા હતા. જેના ઉપરથી બધા લોકોની નજર હટતી ન હતી. ડિઝાઇનર આઉટફીટમાં આ કપલ ટ્વીનિંગ કરતું જોવા મળ્યું હતું. કરણે શાનદાર શેરવાની પહેરેલી હતી, તો વળી દ્રીશા એ આ ખાસ અવસર માટે લહેંગો પસંદ કરેલો હતો.
હવે કાકા બોબી દેઓલ અને કાકી તાન્યા પર નજર કરીએ. આ કપલ જ્યાં પણ જાય છે ત્યાં બધા જ લોકોનું ધ્યાન આકર્ષિત થઈ જાય છે. આ વખતે પણ કંઈક એવું જ બન્યું હતું. ટ્રેડિશનલ લુકમાં બોબી દેઓલ અને યલ્લો લહેંગામાં તાન્યા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.
વળી સંગીતમાં પણ બધાની નજર બોબી અને તાન્યાના લાડલા દીકરા આર્યમન દેઓલ ઉપરથી હટતી ન હતી. આર્યમન લાઈમલાઈટ થી દુર રહીને પોતાની સ્ટડી ઉપર ફોકસ કરી રહેલ છે. તેવામાં જ્યારે તેઓ સ્પોટ થાય છે તો તેના લુક્સ ની ખુબ જ ચર્ચા થતી હોય છે.
વળી આર્યમાન જ નહીં પરંતુ કરણ નાં ભાઈ અને સની દેઓલનાં નાના દીકરા રાજવીર દેઓલ પણ ભાઈના લગ્નમાં આનંદ ઉઠાવી રહેલ હતા. સંગીત સેરેમની માં તેઓ બધાનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા હતા. બ્લેક કલરના ડિઝાઈનર આઉટફીટમાં રાજવીર ખુબ જ હેન્ડસમ દેખાઈ રહેલ હતા.
વળી વાત કરવામાં આવે અભય દેઓલની તો રોકા સેરેમની થી લઈને મહેંદી સેરેમની સુધી અભય દેઓલ ભત્રીજા નાં લગ્નનાં દરેક રીતે રિવાજમાં નજર આવ્યા હતા. તો વળી તેઓ સંગીત સેરેમનીમાં પણ સ્ટાઈલમાં પહોંચ્યા હતા.