કરીના કપુરે કહ્યું હતું કે – “મન થાય છે કે સૈફ ને છોડીને બોલીવુડનાં આ હેન્ડસમ એક્ટર સાથે લગ્ન કરી લઉં”, જાણો કોણ છે તે એક્ટર

Posted by

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૈફ અને કરિનાની જોડી ને કોણ નથી જાણતું. તેમની જોડીને “સૈફિના” પણ કહેવામાં આવે છે. તેમની જોડી ઘણી સુંદર જોડી માંથી એક છે. તેમને ઘણી વખત રોમેન્ટિક અંદાજમાં પણ ઘણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. કરીના કપુર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે તથા તે પોતાના પરિવાર સાથે ઘણી ફોટો પણ શેર કરતી રહે છે.

જણાવી દઇએ કે ઘણા વર્ષની રિલેશનશિપ પછી સૈફ અલી ખાન અને કરીના કપુરે ૨૦૧૨ માં એકબીજા સાથે લગ્ન કરી લીધા. કરીના કપુર સાથે લગ્ન થવા પહેલા સૈફ અલી ખાન વિવાહિત હતા તથા તેમની પહેલી પત્ની અમૃતા સિંહ છે.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનનાં લગ્ન વર્ષ ૧૯૯૧માં થયા હતા. જણાવી દઈએ કે ત્યારબાદ ૨૦૦૪માં સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે છુટાછેડા લઇ લીધા. સૈફ અલી ખાન અને અમૃતા સિંહ નાં બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહીમ છે.

જણાવી દઇએ કે કરીના કપુર ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તથા પોતાની ઘણી વાતોને સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે. એકવાર કરીના કપુરે એક ખુલાસો કરતા કહ્યું હતું કે, સૈફને છોડીને અર્જુન કપુર સાથે લગ્ન કરવાનું મન કરે છે. તો ચાલો આ વાતને સ્પષ્ટ કરીએ કે, કરિના કપુરે એવું શા માટે કહ્યું?

કરીના કપુર અને અર્જુન કપુર એક સાથે “કિ એન્ડ કા” મા કામ કરી ચુક્યા છે. આ ફિલ્મમાં આ બંનેની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે, જે દર્શકોને ખુબ જ પસંદ આવી છે. આ લોકોએ ઓનસ્ક્રીન પતિ-પત્નીનું કિરદાર નિભાવેલ હતું.

જ્યારે ફિલ્મ “કી એન્ડ કા” માં કરીના કપુર ખાને અર્જુન કપુરને આટલી મહેનત કરતા જોયા તો તે સૈફ અલી ખાન સાથે તુલના કરતા બોલી કે, “મન કરે છે કે અર્જુન કપુર સાથે જ લગ્ન કરી લઉં.” તેમણે આ વાત મજાકિયા અંદાજમાં  કહી હતી.

જણાવી દઇએ કે હકીકતમાં અભિનેતા અર્જુન કપુર અભિનેત્રી મલાઈકા અરોડા સાથે રિલેશનશિપમાં છે. વળી બીજી તરફ કરિના અને સૈફ અલી ખાન બીજી વાર માતા-પિતા બની ચુક્યા છે અને આનંદમય લગ્ન જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *