કરીના કપુરને લીધે તેની મોટી બહેન કરિશ્મા “ધડામ” દઈને નીચે પડી, વિડીયો જોઈને હેરાન થઈ જશો

Posted by

બોલીવુડની મશહુર કપુર સિસ્ટર્સ એટલે કે કરીના કપુર અને કરિશ્મા કપુર પોતાની જબરજસ્ત બોન્ડિંગ માટે ખુબ જ ઓળખવામાં આવે છે. બંને બહેનોને એક સાથે ઘણા અવસર પર જોવામાં આવે છે. પરંતુ ખુબ જ ઓછી વખત એવું બન્યું હશે જ્યારે બંને બહેનો એ એક સાથે સ્ક્રીન શેર કરી હશે. હાલમાં જ કરીના અને કરિશ્માની એક એડ રિલીઝ થઈ છે, જેમાં બંને બહેનો મળીને યોગાસન કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં યોગા ઇન્સટ્રક્ટર કહે છે કે આગલું આસન છે, વિશ્વાસ આસન. કરીના ઇન્સ્ટ્રક્ટર ની વાત સાંભળીને કરિશ્માને સામે જુએ છે અને એક્સપ્રેશન આપે છે.

ત્યારે બહેન કરિશ્મા જણાવે છે કે વિશ્વાસ આસન શું છે. કરિશ્મા કહે છે કે વિશ્વાસ આસન એટલે મનને સાફ કરો, પોતાની બોડીને પાછળ ધકેલો અને પાછળની તરફ પોતાના પાર્ટનરનાં હાથમાં પડો, વિશ્વાસ કરો. બાકી બધી મહિલાઓ વિશ્વાસ આસન યોગ્ય રીતે કરે છે. વળી કરિશ્મા પણ તેને કરી રહી હોય છે, ત્યારે ધડામ થી નીચે પડે છે. કારણ કે કરીના કરિશ્મા ની પાછળ અન્ય લોકોની જેમ ઊભી નથી હોતી. તેને તરસ લાગે છે તો તે પાણી પીવા ચાલી જાય છે.

તેવામાં ધડામ થી પડવાનો અવાજ આવે છે, તો કરીના જુએ છે કે કરિશ્મા જમીન પર પડેલી છે. આવું જોઈને તે કરિશ્મા ની પાસે ભાગીને જાય છે અને કહે છે કે, “દવા મંગાવી આપું” અને હસવા લાગે છે. કરિશ્માએ આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કેપ્શનની સાથે કરિશ્મા લખ્યું છે કે, “ટ્રસ્ટ અને રીલીયાબિલિટી”. જણાવી દઈએ કે આ બીજો અવસર છે જ્યારે કરિના અને કરિશ્મા એક સાથે કોઈ એડમાં નજર આવ્યા હોય. આ પહેલા બન્ને પાછલા વર્ષે એક સાથે સ્ક્રીન પર નજર આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *