કરીના કપુરનો ભાઈ બોલીવુડની આ ટોપ ગ્લેમરસ એક્ટ્રેસને કરી રહ્યો છે પ્રેમ, પહેલી વખત બધાની સામે કર્યો સ્વીકાર

Posted by

અભિનેત્રી તારા સુતરિયા બોલીવુડની ઉભરતી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. એમને ટાઇગર શ્રોફ સાથે “સ્ટુડન્ટ ઓફ ધ યર-2” થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. હાલનાં દિવસોમાં તારા સુતરિયા અને આદર જૈન બોલીવુડના મોસ્ટ પૉપુલર કપલ માંથી એક છે. જેમની ખબર દરરોજ વાંચવા અને સાંભળવા મળી જાય છે. આ બંને છેલ્લા થોડા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ બંનેનું સાથે ફરવું લોકોને પણ પસંદ આવી રહ્યું છે.

અત્યાર સુધી આ બન્નેમાંથી કોઈએ પણ પોતાના રિલેશનને સ્વીકાર કર્યો નથી અને બંને એ આ વિશે મીડિયામાં પણ કંઈ કહ્યું નથી. આ વચ્ચે આ કપલ પોતાના સોશિયલ મીડિયા પર પણ એકબીજાની ફોટો શેર કરતા રહે છે. જોકે આ બંને સાથે ફરતા રહે છે. હવે પહેલી વાર આ રિલેશનને લઈને કરીનાનાં નાનાભાઈ આદર જૈને ખુલ્લા દિલથી વાત કરી છે.

આદર જૈને તારા સુતરિયા સાથે પોતાના રિલેશન વિશે ઘણી વાતો કહી છે. આદરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોલતા કહ્યું કે તારા એમના માટે ઘણી સ્પેશિયલ છે. તેઓ એમના માટે ઘણી મહત્વ રાખે છે. કહેવાય છે કે બંને એકબીજાના જીવનમાં આનંદ લઈને આવવા ઈચ્છે છે. આદર આ દરમિયાન આ વાતને પણ કહ્યું હતું કે બંને વચ્ચે ખૂબ જ જલ્દી કંઈક સારું થવાનું છે અને તેઓ ઘણા ખુશ છે કે લોકો બંનેને આ રીતે જોવાનું પસંદ કરે છે.

આદરે પોતાના ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું હતું કે તારા એમના જીવનમાં ઘણી સ્પેશ્યલ છે. તે બંને જ એકબીજાને ઘણો આનંદ આપી રહ્યા છે. બંને સાથે ફરે છે અને એકબીજાનું ધ્યાન રાખવાની સાથે બંને મસ્તી અને પ્રેમ પણ કરે છે. એમણે કહ્યું, એ ઘણું સારું છે અને એમના માટે હું બધું કરી શકું છું.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી તારા સુતરિયા પણ ફિલ્મનું સોશિયલ મીડિયા પર પ્રમોશન કરી રહી છે. આદર પ્રમાણે તારાએ આ ફિલ્મને જોઈ છે અને એના વખાણ પણ કર્યા છે.

તેણે આ ફિલ્મને ઘણી પસંદ પણ કરી છે. તેમણે આ વિશે આગળ જણાવ્યું કે, તારા સતત કહેતી રહી,  આદર ને પણ એ લાગતું હતું કે તેમણે પંકજ સારસ્વત સાથે આ વિશે વાત કરી અને એમણે ફિલ્મ અને ફિલ્મનાં કેરેક્ટર વિશે પોતાની ભાવનાઓ વિશે બતાવ્યું છે. આ એમની પસંદગીની ફિલ્મ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *