કરીના કપુરનો મોટો ખુલાસો, કહ્યું – મને નાના યુવકોની સાથે રોમાન્સ….

Posted by

બોલિવૂડની બેબો કહેવામાં આવતી કરીના કપૂર હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહેલ છે. આ કડીમાં તેમનો થોડા સમય પહેલાનો એક ઇન્ટરવ્યૂ ખૂબ જ ઝડપથી થઇ રહ્યો છે, જેમાં તેઓ પોતાની કારકિર્દીને લઈને ઘણી બધી વાતો કરે છે. કરીના કપૂરને પોતાની બિન્દાસ વાતો અને અલગ સ્ટાઈલને કારણે એક ખાસ ઓળખ બનાવી શકી છે. એટલું જ નહીં પાછલા અમુક દશકથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં કરીના કપૂરનો રૂતબો કાયમ છે. જેના કારણે હવે તે એક મોટી અભિનેત્રી બની ચૂકી છે.

બોલિવૂડમાં અભિનેત્રી કરિના કપૂર લાંબા સમયથી કામ કરી રહી છે, જેના કારણે હવે તેની એક અલગ છબી બની ચૂકી છે. જણાવી દઈએ કે કરિના કપૂરે ઇન્ડસ્ટ્રીમાં ફક્ત ફિલ્મોમાં જ કામ નથી કર્યું પરંતુ તેની સાથે સાથે અમુક માન્યતાઓને પણ તોડી છે. હકીકતમાં કરીના કપૂરે તે ધારણાને તોડી નાખી છે, જેમાં કહેવામાં આવતું હતું કે લગ્ન બાદ અભિનેત્રીઓની કારકિર્દી બચતી નથી. પરંતુ તે હજુ પણ કામ કરી રહી છે અને ખૂબ જ નામ કમાઈ રહી છે.

કરીના કપૂરે આપ્યો ધાકડ ઇન્ટરવ્યૂ

કરીના કપૂરે થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યું આપ્યો હતો. જેમાં તેમણે આવનારા સમય વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે આવનારા સમયમાં તે ઓછી ઉંમરના યુવકોને સાથે રોમાંસ કરવા માંગે છે. જેથી એક અલગ અને નવો સંદેશ લોકો સુધી પહોંચે. મતલબ સ્પષ્ટ છે કે કરીના કપૂર લાંબી ઇનિંગ રમવા મૂડમાં છે. હકીકતમાં કરીના કપૂરે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મોટી હોવા છતાં પણ નાની ઉંમરના યુવકો સાથે રોમાંસ કરવા માંગે છે, જેથી લોકોની વચ્ચે એક અલગ સંદેશ પહોંચાડી શકાય.

બે જનરેશન વચ્ચે પ્રેમ – કરીના કપુર

અભિનેત્રી કરીના કપૂરે કહ્યું હતું કે એવા ઘણા કપલ્સ આપણી વચ્ચે રહેલા છે, જેમની ઉંમરમાં વધારે ગેપ છે અને તેઓ અલગ-અલગ જનરેશન થી હોય છે. તેના માટે તેમણે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનું પણ ઉદાહરણ આપ્યું. એટલું જ નહીં તેઓએ કહ્યું કે મારા અને સૈફ અલી ખાનનો સંબંધ પણ ખૂબ જ વધારે ખાસ અને અલગ છે. કારણકે અમે બંને અલગ-અલગ જનરેશન સાથે સંબંધ ધરાવીએ છીએ. પરંતુ અમારી વચ્ચે એવી કોઈ કમી નથી, જેવી સમગ્ર દુનિયા માને છે.

ગુડ ન્યુઝ માં દેખાડ્યો કમાલ

થોડા સમય પહેલાં કરીના કપૂરની ફિલ્મ “ગુડ ન્યુઝ” થિયેટરમાં રિલીઝ થઈ હતી. ત્યારબાદથી દરેક વ્યક્તિએ તેની પ્રશંસા કરી રહ્યો છે. હકીકતમાં આ ફિલ્મમાં કરિના કપૂરે શાનદાર એક્ટિંગ કરી હતી, જેના કારણે તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. એટલું જ નહીં બોક્સ ઓફિસ ઉપર પણ આ ફિલ્મ ધમાલ મચાવી રહી હતી. જણાવી દઈએ કે કરીના કપૂર હવે વર્ષમાં એક અથવા બે ફિલ્મો કરી લે છે, જેના કારણે તેના ફેન્સ તેની સાથે કનેક્ટ રહેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *