કરીના કપુરે સૈફ અલી ખાનની ગેરહાજરીમાં બંને બાળકો તૈમુર અને જેહ સાથે શાનદાર હોળીની રમી, કરિશ્મા કપુર અને બંને બાળકો કલર અને ગુલાલ ઉડાડતા નજર આવ્યા

Posted by

હોળી રંગો નો તહેવાર છે, જેને દરેક ધર્મ દરેક જાતિના લોકો ઉત્સાહ અને મસ્તીની સાથે ઉજવે છે. દરેક તહેવારની જેમ આ તહેવારનો ઉદ્દેશ્ય પણ દરેક ધર્મ, સંપ્રદાય અને જાતિના બંધનને તોડીને એકત્ર થવાનો અને દુનિયાભરમાં પ્રેમનો સંદેશ આપવાનો છે. હોળીના દિવસે બધા જ લોકો પોતાના જુના મતભેદ ભુલીને એકબીજાને ગળે લગાવીને રંગ લગાવે છે. રંગોના તહેવાર હોળી ની શરૂઆત થઈ ચુકી છે અને આ વર્ષે દર વખતની જેમ પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેની ધમાલ જોવા મળી રહી છે.

Advertisement

દેશભરમાં એક્ટરફ જ્યાં ૮ માર્ચનાં રોજ ધામધુમથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. વળી મુંબઈમાં ૭ માર્ચના રોજ રંગોનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો. ફિલ્મ અને ટીવી સ્ટાર્સ સંપુર્ણ રીતે રંગોમાં રંગાયેલા જોવા મળી આવ્યા હતા. કપુર પરિવારની હોળી પણ દરેક વખતની જેમ ખુબ જ ખાસ રહી હતી. આ વર્ષના હોળી સેલિબ્રેશનની તસ્વીરો સામે આવી ચુકી છે. કરીના કપુર અને કરિશ્મા કપુરે પોત-પોતાના ઘરે શાનદાર અંદાજમાં હોળીની ઉજવણી કરી હતી. કપુર સિસ્ટર્સ દ્વારા આ તસ્વીરોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.

હકીકતમાં કરીના કપુરે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી હોલી સેલિબ્રેશનની અમુક તસ્વીરો શેર કરેલી છે. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે કરીના કપુર પોતાના બંને દીકરાની સાથે હોળી રમતી નજર આવી રહી છે. ફોટોમાં જોઈ શકાય છે કે ગ્રીન ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં નજર આવી રહેલી કરીના કપુરે પોતાના બંને દીકરાને પકડેલા છે, જેના હાથમાં પિચકારી નજર આવી રહી છે.

કરીના કપુર દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે તૈમુર અને જેહ પાણીમાં સંપુર્ણ રીતે ભીંજાયેલા છે અને તે પોતાની મસ્તીમાં મગ્ન છે. કરીના અને તૈમુર કેમેરા માટે પોઝ આપતા સમયે ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. વળી જેહ પોતાની પિચકારી લઈને કોઈની ઉપર રંગ ઉડાડવાની કોશિશ કરતો નજર આવી રહ્યો છે.

કરીના કપુરનાં નાના દીકરા જેહ હોળીના અવસર પર ખુબ જ મસ્તી કરતો નજર આવેલ હતો. આ ફોટોમાં કરીના કપુર નો લાડલો ખુબ જ ક્યુટ દેખાઈ રહ્યો છે. આ ફોટોમાં જેહ કેમેરા તરફ જોઈને પિચકારી ચલાવતો નજર આવી રહ્યો છે. અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.

વળી કરિશ્મા કપુરે પણ હોળી રમીને ખુબ જ રંગ અને ગુલાલ ઉડાવ્યા હતા. કરિશ્મા કપુરે પોતાના ઘરે હોળી રમી હતી, જેની તસ્વીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરેલી હતી. સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે કરિશ્મા કપુર કેમેરા તરફ જોઈને ગુલાલ ઉડાવતી નજર આવી રહી છે અને અભિનેત્રીની સ્માઈલ દરેક લોકોનું ધ્યાન તેની તરફ આકર્ષિત કરી રહી છે.

આ તસ્વીરોમાં કરિશ્મા કપુરે વ્હાઇટ કલરની લોંગ કુર્તી પહેરેલી છે અને નો મેકઅપ લોકમાં અભિનેત્રી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કરિશ્મા કપુરે આ તસ્વીરોને શેર કરવાની સાથો સાથ ખુબ જ સરસ કેપ્શન પણ આપેલ છે. અભિનેત્રીએ લખ્યું હતું કે, “આ કેવી રીતે શરૂ થયું અને કેવી રીતે ચાલી રહ્યું છે. હેપ્પી હોલી.” કરિશ્મા કપુર દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરો તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.

કરિશ્મા અને કરીના કપુરની આ તમામ તસ્વીરો પર સોશિયલ મીડિયા પર ખુબ જ લાઈક અને કોમેન્ટ મળી રહ્યા છે. જણાવી દઈએ કે કરિશ્મા કપુર એક્ટિંગની દુનિયામાં પરત ફરી ચુકી છે. કરિશ્મા કપુરે વર્ષ ૨૦૨૧ માં રિલીઝ થયેલી વેબસરીઝ “ડેન્જરસ ઇશ્ક” માં કામ કર્યું હતું. વળી હવે ફિલ્મ “મર્ડર મુબારક” માં નજર આવવાની છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *