કરીના કપુરે સારા અલી ખાનને પુછ્યું – ક્યારેય કોઈ યુવક સાથે રાત પસાર કરેલી છે? જવાબ જરૂથી જાણો

Posted by

હાલનાં સમયમાં મીડિયા કર્મીઓ અને સોશિયલ મીડિયા અભિનેતા અને અભિનેત્રીઓની દિનચર્યા પર નજર રાખે છે. જેવું કંઈક બને છે તો સોશિયલ મીડિયા અને મીડિયાકર્મીઓ પોતાના કામમાં જોડાઈ જતા હોય છે. ક્યારેક ક્યારેક આ સેલિબ્રિટી પોતે જાણી જોઇને એવું કામ કરે છે, જેનાથી સોશિયલ સાઇટ પર તેમને સૌથી વધારે સર્ચ અને હાઇલાઇટ કરવામાં આવે. આજનો સમય સોશિયલ મીડિયાનો છે અને બધા સેલિબ્રિટી પોતાના એકાઉન્ટ પર એક્ટિવ રહે છે. જેમાં તેઓ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે.

તમે બોલીવુડની જાણીતી અભિનેત્રી કરિના કપુર અને સારા અલી ખાન સાથે પરિચિત હશો. સારા અલી ખાન બોલીવુડનાં જાણીતા અભિનેતા સૈફ અલી ખાન ની પહેલી પત્ની ની દીકરી છે. વળી કરીના કપુર સૈફ અલી ખાન ની બીજી પત્ની છે. હાલમાં જ સારા અલી ખાન કરીના કપુરનાં શો માં પહોંચી હતી.

આ દરમિયાન કરીના કપુરે સારા અલી ખાન અને ઘણા પર્સનલ સવાલ પૂછ્યા હતા. એક ન્યુઝ વેબસાઇટ અનુસાર કરીના કપુરે સારા અલી ખાન ને પૂછ્યું હતું કે શું તે ક્યારેક કોઈને નોટી મેસેજ મોકલેલો છે. આ સવાલની સાથે કરીનાએ કહ્યું હતું કે, ક્યાંક તારા પાપા સાંભળી ન લે એટલા માટે હું પૂછવા નથી માંગતી. સવાલનાં જવાબમાં થોડા સમય બાદ વિચાર કર્યા પછી સારા અલી ખાને શરમાતા હાં માં જવાબ આપ્યો હતો.

ત્યારબાદ કરીના કપુરે સારા અલી ખાન અને વધુ એક પર્સનલ સવાલ પૂછ્યો હતો. કરીના કપુરે સારા અલી ખાન ને કહ્યું હતું કે મારે પુછવું જોઇએ નહીં, પરંતુ આપણે મોર્ડન લોકો છીએ એટલા માટે હું જાણવા માગું છું કે શું તે ક્યારેય વન નાઈટ સ્ટેન્ડ કરેલું છે. વન નાઇટ સ્ટેંડ કરવાનો મતલબ કોઈની સાથે એક રાત પસાર કરેલી છે.

કરીના કપુરના સવાલ બાદ સારા અલી ખાને થોડો અચકાઈ ને જવાબ આપ્યો હતો. સારા અલી ખાને જવાબમાં કહ્યું હતું કે મેં ક્યારેય એવું કરેલું નથી. ત્યારબાદ કરીના કપુરે રાહતનો શ્વાસ લીધો હતો. કોઈપણ વ્યક્તિ માટે આ પ્રકારના પર્સનલ સવાલ નો જવાબ આપવો ખુબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ સારા અલી ખાને આ બધા સવાલોનાં જવાબ ખુબ જ આરામથી આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *