કરિશ્મા કપુર અને રવિના ટંડન આ કારણને લીધે બની ગઈ હતી એકબીજાની કટ્ટર દુશ્મન, એકબીજા સાથે વાત પણ કરતી ન હતી

Posted by

રાજકુમાર સંતોષીનું નામ બોલીવુડનાં મોટા-મોટા ડાયરેક્ટર્સ માં સામેલ છે. તેમણે અત્યાર સુધીમાં આપણને ઘણી એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. તેમની આ ફિલ્મમાં “અંદાજ અપના અપના” નું નામ પણ સામેલ છે. આ ફિલ્મ એક સારી કોમેડી ફિલ્મ હતી. ફિલ્મમાં આમિર ખાન, સલમાન ખાન, રવીના ટંડન અને કરિશ્મા કપુરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. બધાએ આ ફિલ્મમાં ઘણું જબરજસ્ત કામ કર્યું હતું. પોતાની કોમેડી ટાઇમિંગને કારણે દર્શકોને હસવા પર મજબુર કરી દીધા હતા. આજે પણ આ ફિલ્મને જોઈને ફેન્સ ખુબ જ ખુશ નજર આવે છે.

આજથી થોડા મહિના પહેલા ફિલ્મના નિર્દેશક રાજકુમાર સંતોષીએ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મના ૨૫ વર્ષ પૂરા થવાની ખુશીમાં તેના સ્ટાર સાથે જોડાયેલા ક્યારેય ન સાંભળેલા અમુક કિસ્સા બધા સાથે શેર કર્યા હતા. રાજકુમારે આ દરમિયાન આ ઇન્ટરવ્યુમાં બતાવ્યું હતું કે, ફિલ્મની શરૂઆત કરતા સમયે મારા દિમાગમાં ન કોઈ જાતની સ્ટોરી હતી અને ન તો તેની કાસ્ટ વિશે વિચાર્યું હતું. અમે યતે સમયે બસ એટલું જ વિચાર્યું હતું કે, આમિર અને સલમાન સાથે કામ કરવાનું છે અને જો બંને એકસાથે એક જ ફિલ્મમાં નજર આવશે તો એનાથી સારું શું થશે.

આ રીતે અમારી ટીમે આમિર અને સલમાનને ફાઇનલ કર્યા. વળી એક્ટ્રેસ કરિશ્મા અને રવિનાને તેમના અપોઝિટ લેવામાં આવ્યા. અમે બધા ફિલ્મ બનાવતા સમયે ઘણી વખત કલાકો સુધી હસતા હતા અને પછી શૂટિંગ રોકવી પડતી હતી. સાથે જ આ દિગ્ગજ ડાયરેક્ટરે ફિલ્મ દરમિયાન સ્ટાર્સ વચ્ચે થયેલી તકરાર વિશે પણ બતાવ્યુ હતું. તેમણે કહ્યું સલમાન અને આમિર સેટ પર હંમેશા એકબીજાની મદદ કરતા હતા. પરંતુ એક્ટ્રેસની વાત કરીએ તો તેઓ પરસ્પર બિલકુલ પણ વાત કરતી ન હતી. અમે તે સમયે સાંભળ્યું હતું કે બંનેનો એરપોર્ટ પર કોઈ ઝઘડો થયો હતો. જેના લીધે બંને પરસ્પર વાત કરી રહી ન હતી.

સાથે જ બતાવ્યું, જ્યારે અમે લોકો આ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન્સ શૂટ કરી રહ્યા હતા તો રવિના અને કરિશ્માને એક પોલ સાથે બાંધવાના હતા. તે સમયે પણ બંને અંગતમાં વાત કરી રહી ન હતી. જો બંને બીજાને કંઈક વાત કરવી હોય તો તે મને કહેતા હતા કે રાજજી જરા એમને (કરિશ્મા કપુર) ને કહો કે હાથ ઢીલો રાખે. મેં તેમને કહ્યું, તું કહી દે. ત્યારબાદ મેં બધાને સેટ પર કહી દીધું હતું કે જ્યાં સુધી આ બંને એકબીજા સાથે વાત નથી કરતી તેમનું દોરડું કોઈ નહિ ખોલે.

આ લડાઈ વિશે જ્યારે રવીનાએ પણ એકવાર ઇન્ટરવ્યૂમાં બતાવ્યું હટી કે, શુટિંગનાં સમયે અમે એકબીજા સાથે વાત ન કરતા હતા. હું અને કરિશ્મા તો જરા પણ એકબીજા સાથે વાત કરતા નહોતા અને આ ફિલ્મ દરમિયાન ઍક્ટર્સે અમારી દોસ્તી કરવાની ઘણી કોશિશ કરી હતી. હું જ્યારે આ જુની યાદોને યાદ કરું છું તો એજ વિચારૂ છું કે આખરે આ ફિલ્મ કઇ રીતે બની ગઈ. તે સમયે કરિશ્મા અને મારી વચ્ચે કોઈ કારણને લીધે લડાઈ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *