હકીકતમાં સમય પંખ લગાવીને ક્યારે ઉડી જાય છે તે ખબર પડતી નથી. કરિશ્મા કપુર લગ્ન બાદ માં બની અને હવે તેની લાડલી દીકરી સમાયરા ૧૮ વર્ષની થઈ ગઈ છે. દીકરી સમાયરા નાં ૧૮માં જન્મદિવસ પર અભિનેત્રીએ તેની ખાસ તસ્વીરો શેર કરેલી છે. હજુ હાલની જ વાત છે, જ્યારે કરિશ્મા કપુર સંજય કપુર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ જુઓ સમય ક્યાંથી ક્યાં લઈ આવ્યો?
આજે કરિશ્માની લાડલી ૧૮ વર્ષની થઈ ગઈ અને દીકરી નાં જીવનનાં આ ખાસ પળને સ્પેશિયલ બનાવવા માટે કરિશ્મા કપુરે તેની અમુક તસ્વીરો શેર કરેલી છે. કરિશ્માએ પોતાની લાડલી દીકરી સમાયરા નાં જન્મદિવસને સ્પેશિયલ બનાવી દીધો હતો. તેણે અમુક તસ્વીરો શેર કરી છે, જેમાં સમાયરા કેકની સામે બેસીને પોઝ આપતી નજર આવી રહી છે.
ફેમિલીની સાથે કરિશ્માએ દીકરીનો જન્મદિવસ ઉજવ્યો હતો. જેમ જેમ સમાયરા મોટી થતી જઈ રહી છે, તે સુંદરતાની બાબતમાં પોતાની મમ્મી કરિશ્માને પણ પાછળ છોડી રહી છે. સમયની સાથે સમાયરા ખુબ જ ગોર્જિયસ દેખાઈ રહી છે અને હવે બોલીવુડમાં તેના સ્ટાઇલિશ લુક્સ ની પણ ચર્ચા થવા લાગી છે.
ખાસ વાત એ છે કે સમાયરા પોતાની મમ્મી કરિશ્મા કપુર સાથે સ્પેશ્યલ બોન્ડ શેર કરે છે. કરિશ્મા કપુરે છુટાછેડા લીધા બાદ એકલા જ બાળકોનું પાલનપોષણ કરેલ છે અને તેમની સાથે મિત્ર જેવું બોન્ડ ધરાવે છે. એ જ કારણ છે કે બંને બાળકો કરિશ્મા કપુરની ખુબ જ નજીક છે. ૧૮ વર્ષ પુર્ણ થવા તે જીવનમાં ખાસ પળ હોય છે, જેથી આ ખાસ દિવસને સ્પેશિયલ બનાવવામાં કરિશ્મા કપુરે કોઈ કસર છોડી ન હતી.
કરિશ્મા કપુરે પોતાના ઘરને ફુગ્ગાથી સજાવટ કરેલ અને ત્યારબાદ બધાએ મળીને કેક કાપેલી હતી. સાથોસાથ કરિશ્મા એ પોતાની દીકરી સમાયરા ઉપર ખુબ જ પ્રેમ વરસાવ્યો હતો. ઘણા ફેમિલી ફંક્શનમાં પણ સમાયરા પોતાની મમ્મીની સાથે નજર આવે છે અને હાલના સમયમાં તે સોશિયલ મીડિયા પર છવાયેલ છે. સમયરા સોશિયલ મીડિયાથી દુર રહે છે, પરંતુ તે અવારનવાર પોતાની મમ્મી સાથે નજર આવે છે.
સમયરા ની માસી કરીના કપુરે પણ તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવેલી હતી. સમયરા નાં જન્મદિવસ ઉપર કેક કાપવામાં આવેલ, જેની તસ્વીરો પણ કરિશ્મા કપુરે ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલી છે અને પોતાની દીકરીને શુભેચ્છા પાઠવેલી છે. પોતાના જન્મદિવસના અવસર પર સમાયરા ખુબ જ સુંદર અને ગોર્જિયસ દેખાઈ રહી હતી.
વળી તેની મમ્મી કરિશ્મા કપુર પણ ખુબ જ ખુશ નજર આવી રહી હતી. સમયરા નો આ અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે તથા સમયરા ની ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે.