કર્ણએ શ્રીકૃષ્ણ પાસે વરદાન માંગ્યું હતું કે તેના અંતિમ સંસ્કાર કુંવારી જગ્યા પર કરવામાં આવે, આ જગ્યા ગુજરાતમાં આવેલી છે, આજે પણ આ જગ્યાએ મોટા દાનવીરો જન્મ લે છે

મહાભારતની વાતો થી આપણે ભાગ્યે જ અજાણ હોઈએ છીએ. આજે અમે તમને એક એવી હકીકત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે. કર્ણ એક એવું કિરદાર છે, જે દરેકને કોઈને કોઈ ચીજ યાદ અપાવે છે. કર્ણ ને દાનવીર કર્ણ નાં નામથી પણ ઓળખવામાં આવે છે. જો કોઈ પણ તેની પાસે કંઈ પણ ઇચ્છા વ્યક્ત કરતું હતું, તો કર્ણ તેને દેવામાં બિલકુંલ પણ અચકાતા નહોતા.

તેમ છતાં પણ કરણ મહાભારત માં સૌથી ઉપેક્ષિત ચરિત્ર હતું. જે રીતે હરિશ્ચંદ્ર સત્યપ્રિય, તથા રામ પ્રતિજ્ઞાનાં પ્રિય હતા, એવી જ રીતે કર્ણ દાન-પુણ્ય નાં પ્રતિક છે. તેમણે પોતાના શત્રુઓને પણ દાન આપેલ છે. આ પહેલા ઇન્દ્ર કવચ કુંડળ નું દાન માંગવા આવ્યા હતા તો તેમણે ફક્ત કવચ પ્રદાન કર્યું નથી, પરંતુ પોતાનું જીવન પણ ત્યારે દાન કરી દીધું હતું, જ્યારે સુર્ય સ્વપનમાં અને સુચિત કર્યા હતા.

અંતમાં જ્યારે પણ છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા ત્યારે તેમણે પોતે ભગવાનને દાન આપીને ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી લીધું હતું. વળી ભગવાન જેવા ભગવાન પણ કર્ણનાં દાતાનાં પરીક્ષણમાં પોતાના દાનથી હારી ગયા હતા. ભગવાને પ્રસન્ન થઈને કર્ણને વરદાન માંગવા માટે કહ્યું હતું, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે મારા મૃત્યુ બાદ મારા અંતિમ સંસ્કાર એવી ભુમિ પર કરવામાં આવે જે કુંવારી હોય.

કર્ણ એ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું કે હું કુંવારી માતાનો સંતાન છું, એટલા માટે મારી અંતિમ ઇચ્છા છે કે મૃત્યુ બાદ કુંવારી ભુમિ પર મારા અંતિમ સંસ્કાર કરવામાં આવે. વળી આવી કુંવારી ભુમિ સમગ્ર દુનિયામાં ફક્ત એક સુપુત્રી તાપી નદીના કિનારે મળી આવી હતી. વર્ષોથી દંતકથા ચાલી રહી છે તેના અનુસાર કરણા અંતિમ સંસ્કાર ભગવાન શ્રીકૃષ્ણએ સુરતનાં તાપી નદીના કિનારે કર્ણનાં શરીરની સાથે એક બાણ ની અણી પર કર્યા હતા.

જ્યારે પાંડવોનાં મનમાં આ ભુમિ વિશે પ્રશ્ન થયો હતો ભગવાન શ્રીકૃષ્ણને તેમણે પુછ્યું કે આ કુંવારી જમીન છે તે કેવી રીતે કહી શકાય? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ કર્ણને પ્રકટ કર્યા અને કર્ણનાં માધ્યમથી આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું કે, “અશ્વિની અને કુંમાર મારા ભાઈ છે અને તાપી મારી બહેન છે. મારા અંતિમ સંસ્કાર એક કુંવારી ભુમિ પર જ થયા છે.

પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન કર્યો હતો કે અમને તો હવે જાણ થઈ ગઈ છે કે આ એક કુંવારી જમીન છે, પરંતુ ભવિષ્યમાં લોકોને કઈ રીતે જાણ થશે કે દાનવીર કરણનાં અંતિમ સંસ્કાર કુંવારી જમીન ઉપર કરવામાં આવ્યા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે જવાબ આપ્યો હતો કે જે જગ્યાએ દાનવીર કર્ણ ના અંતિમ સંસ્કાર થયા છે તે જગ્યાએ એક વટ વૃક્ષ ઉગી નીકળશે જેમાં ત્રણ પાન હશે, જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનાં પ્રતીક હશે.

વળી તેમણે આગળ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધા થી અહીંયા પુજા-અર્ચના કરશે તો તેની દરેક મનોકામના અવશ્ય પુર્ણ થશે. આજે પણ આ વટવૃક્ષ રહેલું છે, જેમાં ત્રણ પાન છે. જે તે વાતની સાબિતી આપે છે કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આ જગ્યા પર જ દાનવીર કર્ણ નાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ જમીન ગુજરાત શહેર ની છે અને સુરતમાં અશ્વિનીકુંમાર નામના સ્મશાનની છે. એક માન્યતા અનુસાર જે લોકોનાં મૃત્યુ બાદ અશ્વિનીકુંમાર માં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, તેમના આત્માને સ્વર્ગમાં જગ્યા મળે છે અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે છે. દાનવીર કર્ણનાં અંતિમ સંસ્કાર સુરતમાં થયેલા હોવાને લીધે આજે પણ સુરત શહેરમાં ઘણા મોટા દાનવીર રહેલા છે અને સુરતને “દાનવીરો નું શહેર” પણ કહેવામાં આવે છે.