કરોડોની દૌલતનાં માલિક હોવા છતાં પણ મુકેશ અંબાણી પોતે પણ દર મહિને કંપની માંથી લે છે પગાર, જાણો આવું શા માટે

Posted by

દુનિયાનાં સૌથી અમીર બિઝનેસમેનનાં લિસ્ટમાં સામેલ મુકેશ અંબાણી અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. મુકેશ અંબાણી લાઇફ ખુબ જ લગ્ઝરી છે. વળી તેમની સાથે કામ કરવાવાળા લોકો ની લાઈફ પણ કોઈ સેલીબ્રીટી થી ઓછી નથી. વળી પોતાની કંપનીમાં નોકરી કરવા વાળા લોકોની સેલરી લાખો રૂપિયામાં હોય છે. તો વળી તેમના ઘરે કામ કરનાર નોકરની સેલરી પણ લાખોમાં હોય છે. મુકેશ અંબાણી પોતાના ડ્રાઈવરને ૨ લાખ રૂપિયા મહિનાના આપે છે. તો વળી તેમના ઘરમાં ભોજન બનાવનાર રસોઈયાને પણ તેઓ ૨ લાખ રૂપિયા સેલેરી આપે છે.

Advertisement

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી પોતે પણ દર મહિને પોતાની સેલરી લે છે. તમારા મનમાં પણ વિચાર આવવા લાગ્યા હશે કે પોતાની જ આટલી મોટી કંપનીના માલિક છે, તેઓ ગમે એટલા પૈસા લઈ શકે છે તો પછી સેલરીનાં રૂપ માં પૈસા શા માટે લે છે. હકીકતમાં તેની પાછળ એક મોટું કારણ છે. તો ચાલો મુકેશ અંબાણી સાથે જોડાયેલી ખાસ વાતો જાણીએ અને તેઓ દર મહિને કેટલો પગાર લે છે તેના વિશે માહિતી આપીએ.

મુકેશ અંબાણી ની કમાઈ

રિલાયન્સ કંપનીનાં માલિક અને અઢળક દોલતનાં રાજા મુકેશ અંબાણી મિનિટમાં ૨.૩૫ લાખ રૂપિયા કમાઈ લે છે, જે એક ભારતીય વ્યક્તિ ની સરેરાશ વાર્ષિક આવક થી અનેક ગણાં વધારે છે. જ્યારે મુકેશ અંબાણી ની કુલ દોલત ૭ લાખ ૧૮ હજાર કરોડ રૂપિયા છે. પરંતુ મુકેશ અંબાણી પોતાની કંપનીના હિસાબથી જ દર મહીને સેલેરી લે છે.

દર મહિને કેટલી સેલેરી લે છે મુકેશ અંબાણી?

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે મુકેશ અંબાણી દર મહિને ૩૦ લાખ રૂપિયા સેલેરી લે છે. જોકે તેઓ ક્યારેય પણ પોતાના ખિસ્સામાં એક રૂપિયો પણ રાખતા નથી. એક ઇન્ટરવ્યુ દરમિયાન મુકેશ અંબાણીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ પોતાના ખિસ્સામાં પૈસા રાખતા નથી અને ક્રેડિટ કાર્ડ પણ રાખતા નથી. કારણ કે તેમના બધા બિલ તેમની સાથે રહેનાર કર્મચારી ચુકવે છે. મુકેશ અંબાણીનું કહેવું છે કે પૈસા મારા માટે મહત્વ ધરાવતા નથી. પૈસા ફક્ત એક સંસાધન છે, જે કંપની માટે જોખમ લેવાનું કામ કરે છે.

જ્યારે મુકેશ અંબાણીએ પોતાના ડ્રાઇવર પાસેથી લેવા પડ્યા હતા પૈસા

જણાવી દઈએ કે કિસ્સામાં પૈસા ન હોવાને લીધે એક વખત મુકેશ અંબાણીએ પોતાના ડ્રાઇવર પાસેથી પૈસા લેવા પડ્યા હતા. હકીકતમાં મુકેશ અંબાણી ની આદત નથી કે તેઓ ખિસ્સામાં પૈસા લઈને ફરે. તેવામાં જ્યારે અમુક ગરીબ બાળકોને પૈસા આપવાની વાત આવી તો તેમની પાસે પૈસા હતા નહીં, ત્યારબાદ તેમણે પોતાના ડ્રાઇવર પાસેથી પૈસા લઇને ગરીબ બાળકોમાં પાસે પૈસા વહેંચ્યા હતા.

લાખોમાં હોય છે ડ્રાઇવર ની સેલરી

જણાવી દઈએ કે મુકેશ અંબાણીનાં ડ્રાઈવર ની સેલરી ૨ લાખથી વધારે હોય છે. તે સિવાય અંબાણી પરિવારના ડ્રાઈવરને સેલરી ની સાથો સાથ ભોજનની સુવિધા પણ આપવામાં આવે છે. એટલું જ નહીં મુકેશ અંબાણી પોતાના નોકરોને સેલરી આપવાની સાથોસાથ ઇન્સ્યોરન્સ અને એજયુકેશન એલાઉન્સ પણ પ્રદાન કરે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.