કરોડો રૂપિયા ફી લેનાર સલમાન ખાનની પહેલી કમાણી જાણીને તમારા હોશ ઊડી જશે, પહેલી કમાણી હતી ફક્ત આટલી

Posted by

બોલિવુડના દબંગ ખાન સલમાન ખાન આજે સુપરસ્ટાર બની ગયા છે. જો તેની ફી વિશે વાત કરવામાં આવે તો આજે કોઇપણ નિર્માતા તેને સાઈન કરતા પહેલા ૧૦૦ વખત વિચારે છે. સલમાન બોલીવુડમાં સૌથી વધારે કમાણી કરનાર અભિનેતાઓ માંથી એક છે. તેને ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર આસાનીથી ૩૦૦ થી ૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લે છે .

આજે સલમાન ખાન પોતાની એક ફિલ્મ માટે ૧૦૦ કરોડથી પણ વધારે રકમ લે છે. પરંતુ શું તમને ખબર છે કે સલમાને તેની પહેલી ફિલ્મ કેટલા રૂપિયામાં સાઇન કરી હતી. સલમાન ખાન એક લીડ અભિનેતા તરીકે પોતાની ડેબ્યુ ફિલ્મ “મેને પ્યાર કિયા” માત્ર ૩૧ હજાર રૂપિયામાં કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જણાવી દઈએ કે તે સલમાન ખાનની પહેલી ફિલ્મ ન હતી. સલમાન ખાને પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ “બીવી હો તો એસી” થી કરી હતી જે વર્ષ ૧૯૮૯માં રિલીઝ થઈ હતી.

એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને જણાવ્યું હતું કે તેની પહેલો પગાર માત્ર ૭૫ રૂપિયા હતો. સલમાને જણાવ્યું હતું કે તેનો એક મિત્ર તાજ હોટલની પાછળ ડાન્સ કરવા ગયો હતો અને તે મને પોતાની સાથે લઈ પણ ગયો હતો. મેં તે કામ માત્ર મજા લેવા માટે જ કર્યું હતું. ત્યાર પછી સલમાન ખાન એક સોફ્ટડ્રિંક કેમ્પા કોલા માં કામ કરવા લાગ્યા. તેમને તેના માટે ૭૫૦ રૂપિયા મળ્યા અને એક લાંબા સમય સુધી ૧૫૦૦ રૂપિયા મળવા લાગ્યા. સલમાન ખાનનાં જણાવ્યા અનુસાર તેમને પહેલી ફિલ્મ માટે ૩૧ હજાર રૂપિયા મળ્યા હતા. ત્યાર પછી તેમને તેના માટે ૭૫ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે સલમાન ખાનની આ ફિલ્મ ૩૧ વર્ષ પહેલા આવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન એકદમ જ પાતળા હતા. સલમાને જણાવ્યું કે તે સમયે સંઘર્ષ તો વજન વધારવા માટે થતો હતો. તે સમયથી જ સલમાન પોતાની ફિટનેશ ઉપર ખુબ જ ધ્યાન આપતા હતા. સલમાને જણાવ્યું કે તે સમયે તે વજન વધારવા માટે જે મળે તે ખાઈ લેતા હતા. મેને પ્યાર કિયા ફિલ્મ દરમિયાન સલમાન ૩૦ રોટલી અને કેળા ખાઈ જતા હતા.

“મેને પ્યાર કિયા” ફિલ્મ તે સમયની ખૂબ જ મોટી ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ પછી ફિલ્મનાં અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી ભાગ્યશ્રી રાતોરાત સ્ટાર બની ગયા ગયા છે, જ્યારે ભાગ્યશ્રી પોતાની ફેમિલીમાં વ્યસ્ત છે. ભાગ્યશ્રી એ ફિલ્મ રિલીઝ થયાના થોડા સમય પછી જ લગ્ન કરી લીધા હતા. ભાગ્યશ્રી લાંબા સમય પછી તમિલનાડુની મુખ્યમંત્રી જય લલિતાની બાયોપિકમાં નજર આવવાની છે.

આજે સલમાન ખાને એક સુપર સ્ટાર બની ગયા છે. તેની ફિલ્મો ખૂબ જ હિટ સાબિત થાય છે. ફિલ્મમાં તેનું હોવું જ ફિલ્મની સફળતા સાબિત કરે છે. જલ્દીથી જ સલમાન ખાન ફિલ્મ “અંતિમ” માં જોવા મળશે. સલમાનની આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *