સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા બાદ થી તેના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સુશાંત એક સફળ અભિનેતા હતા. ફક્ત ૩૪ વર્ષની ઉંમરે તેઓ દુનિયાને અલવિદા કહી ગયા. તેમણે આત્મહત્યા જેવું મોટું પગલું શા માટે ઉઠાવવું પડ્યું તેનું કારણ હાલમાં સામે આવ્યું નથી. તેની વચ્ચે ફેન્સ સતત સુશાંત માટે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. હાલમાં જ ઘણા લોકોએ તેમના માટે મીણબત્તી પ્રગટાવીને ન્યાયની માંગણી કરતા શાંતિપૂર્ણ ડિજિટલ પ્રદર્શન કર્યું હતું.
જ્યારે ટપરી પર ચા પીવા લાગ્યા સુશાંત
અમે તમને અમારી આ પોસ્ટમાં સુશાંતનો એવો વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા બાદ તમે પણ વાત માનવા માટે મજબૂર થઈ જશો કે તેઓ એક ડાઉન ટુ અર્થ પર્સન હતા. હકીકતમાં હાલના દિવસોમાં સુશાંતનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો શિયાળાનાં દિવસોનો છે. તેમાં સુશાંત એક નાની ચાની ટપરી પર બેસીને ચા ની ચુસ્કીનો આનંદ માણી રહ્યા છે.
આ દરમિયાન તેઓ બ્લેક હુડી પહેરેલ નજર આવી રહ્યા છે. તેમનો ચહેરો કેપ ને કારણે છુપાયેલો રહે છે. જો કે વિડીયો બનાવવા દરમિયાન થોડા સમય માટે તેઓ પોતાનો ચહેરો બતાવે છે. બાદમાં ફરીથી તેઓ કેપ પહેરી લે છે, જેથી તેમને કોઈ ઓળખી ન શકે.
સિતારાની સાથે હંમેશા તે પરેશાની થતી હોય છે કે તેઓ ખુલ્લેઆમ કોઈપણ જગ્યાએ સામે આવી શકતા નથી. જેમ કે ટ્રેન અથવા બસમાં મુસાફરી કરવી, લોકલ દુકાન અથવા સડક પર ખુલ્લેઆમ ફરવું વગેરે ચીજો એક મશહૂર સિતારા કરી શકતા નથી. એટલા માટે લોકલ ચા ની મજા લેવા માટે સુશાંતે પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો. આપણે સિતારાઓને હંમેશાં મોટી-મોટી જગ્યા ઉપર મોંઘી ચીજો ખાતા-પીતા જોઈએ છીએ. ત્યાં સુશાંતને એક નાની ચાની દુકાન પર જોઈને ફેન્સ માટે ખૂબ જ આનંદ મય સમય હતો.
જુઓ વિડિયો
હંમેશા હસતા રહેતા હતા
સુશાંત એક મસ્તમોલા અને હસમુખ વ્યક્તિ હતા. તે હંમેશા મસ્તીના મુડમાં રહેતા હતા. હવે તેના આ બીજા વિડીયોમાં જ તમે તેને જુઓ. જેમાં તેઓ ફ્લાઇટ ની બોર્ડિંગ માટે જતા નજર આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પાછળ ફરીને વારંવાર મજેદાર એક્સપ્રેશન આપી રહ્યા છે.
મિત્રોની સાથે આવી રીતે થતી હતી મસ્તી
અન્ય વીડિયોમાં સુશાંત પોતાની કો-સ્ટાર અને કથિત એક્સ ગર્લફ્રેન્ડ કૃતિ સેનન ની સાથે સેટ પર દલીલ કરતા નજર આવી રહ્યા છે. જોકે બંને વચ્ચેની આ તકરાર ફક્ત મજાક મસ્તી માં થાય છે.
જો તેમના કામની વાત કરવામાં આવે તો સુશાંત ની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” ૨૪ જુલાઇના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની હોટ સ્ટાર પ્લસ પર રિલીઝ થવા જઈ રહી છે.