કરોડપતિ હોવા છતાં પણ કેટરીના કૈફ શા માટે રહે છે ભાડાનાં મકાનમાં? એક્ટ્રેસે જણાવ્યુ કારણ

Posted by

કેટરીના કેફનો હાલમાં જ બર્થ ડે હતો. આ વર્ષે તે પોતાનો ૩૭મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી હતી. ૧૬ જુલાઇ ૧૯૮૩ના હોંગકોંગમાં જન્મેલી કેટરીના કેફ ભલે આજે બોલિવુડની સુપરસ્ટાર હોય અને તેની પાસે કરોડોની સંપત્તિ હોય પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ તે ભાડાના મકાનમાં રહે છે. અંદાજે ૪૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક કેટરીના કેફ એક ભાડાના મકાનમાં રહે છે. જ્યારે તેના વિશે તેને પૂછવામાં આવ્યું તો તેણે અમુક ચોકાવનારા ખુલાસા કર્યા હતા.

વર્ષ ૨૦૦૩થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ કેટરીના આજે મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. તેના વિશે તેમણે કરણ જોહરના પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરણમાં ખુલાસો કર્યો હતો. તેમણે ખુલીને જણાવ્યું હતું કે આખરે તેઓએ હજુ સુધી પોતાનું ઘર કેમ ખરીદ્યું નથી.

ભાડાના મકાનને લઈને કેટરીના એક કર્યા ઘણા ખુલાસા

તેમણે જણાવ્યું હતું કેઆખરે તેઓ શા માટે ભાડાના મકાનમાં રહે છે. શો માં જ્યારે વરુણ ધવન અને કરણ જોહરે એમને સવાલ પૂછયો કે, ક્રિસમસની પાર્ટીમાં તેમને શા માટે બોલાવવામાં ના આવ્યા? ત્યારે કેટરિનાએ તેનો ખુબ જ મજેદાર જવાબ આપ્યો હતો. કેટરિનાએ કહ્યું હતું કે, મને તમને લોકોને ક્રિસમસની પાર્ટીમાં ઇન્વાઇટ કરીને ખૂબ જ ખુશી થાત, પરંતુ હું શું કરું મારું ઘર ખૂબ જ નાનું છે. ત્યારબાદ વરુણ અને કરણે પૂછ્યું હતું કે તમે મોટું ઘર શા માટે નથી લેતા?

આ સવાલ પર કેટરિનાએ કહ્યું હતું કે મને લાગે છે કે મિત્ર, રિલેશનશિપ અને ઘર આ ત્રણ ચીજો એવી છે, જેની પસંદગી વ્યક્તિએ પોતાના સ્વભાવને અનુરૂપ કરવી જોઈએ. તે કહે છે કે જ્યારે તમારો આ ચીજો સાથે સામનો થાય છે, ત્યારે તમને અહેસાસ થાય છે કે કઈ ચીજ તમારા માટે યોગ્ય છે.

ત્યારબાદ કરણ જોહરે કહ્યું હતું કે કેટરીના ઘણી વખત સારી પ્રોપર્ટીની તલાશ કરતી રહી છે, પરંતુ તે હજુ સુધી ઘર લઈ શકતી નથી. તો બની શકે છે કે ફિલ્મો બાદ તે બ્રોકર બનવાની તૈયારીમાં હોય. વળી વધુમાં કરણ જોહર કહે છે કે મે જેટલી પણ પ્રોપર્ટી જોઈ છે, ત્યાં પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે, કેટરીનાજી આવ્યા હતાં. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કેટરિનાએ પ્રોપર્ટી ખરીદી તો એજ જવાબ મળે છે કે, ના નથી ખરીદી.

૧૫ લાખ ભાડાના મકાનમાં રહી ચૂકી છે કેટરીના

જણાવી દઈએ કે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆતના દિવસોમાં કેટરીના કેફ બાંદરાના ગુલદેવ સાગરમાં રહેતી હતી. વર્ષ ૨૦૧૪માં કેટરીના અભિનેતા રણબીર કપૂરની સાથે રિલેશનશિપમાં આવી અને બંને કાર્ટર રોડ સ્થિત સિલ્વર સેન્ડ માં એક રેન્ટલ એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા. ૨ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ વર્ષ ૨૦૧૬માં બ્રેકઅપ થઈ ગયું અને બંને એકબીજાથી અલગ થઈ ગયા. રણવીર સાથે બ્રેક અપ થવા છતાં પણ કેટરીના કેફ ઘણા દિવસો સુધી તે ઘરમાં રહી. જણાવવામાં આવે છે કે તે ઘરનું ભાડું ૧૫ લાખ રૂપિયા પ્રતિ મહિના હતું. થોડા મહિના બાદ તે બાંદરાના માઉન્ટ મેરી ચર્ચની પાસે એક એપાર્ટમેન્ટમાં એકલા શિફ્ટ થઈ ગઈ.

જણાવી દઈએ કે અભિનેત્રી કેટરિના કૈફ હાલમાં મુંબઈના અંધેરી વેસ્ટ મોરિયા હાઉસમાં પોતાની બહેન સાથે રહે છે. હાલમાં જ કેટરિનાએ પોતાના ઘરની અમુક સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી. તેમના ઘરની સીડીઓ ખૂબ જ સુંદર છે, સાથોસાથ ઘરની અંદર દિવારોની સજાવટ અને ફર્નિચર પોપ આર્ટ થી પ્રેરિત છે.

વર્કફન્ટ ની વાત કરવામાં આવે તો પાછલા અંદાજે ૧૭ વર્ષોથી કેટરિના કૈફ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે ફકત ફિલ્મો જ નહીં પરંતુ મોડલિંગ, બ્રાન્ડ એમ્બેસેડર અને વિજ્ઞાપનો માંથી પણ ખૂબ જ સારી રકમ કમાય છે. જણાવી દઈએ કે કેટરિના કૈફ એક ફિલ્મ માટે અંદાજે ૯ થી ૧૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કેટરિના કૈફને કારનો પણ ખુબ જ શોખ છે. તેમની પાસે ઘણી લક્ઝરી ગાડીઓ છે. જેમાં Audi Q3, Audi Q7 અને SUV સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *