કસરત કર્યા વગર પણ આ ૫ ચીજોનું સેવન કરવાથી શરીરની ચરબી મીણ ની જેમ ઓગળી જશે, બની જશો સ્લીમ અને ફિટ

પેટ અને તેની આસપાસ જમા થયેલ ચરબીને “બૈલી ફેટ” કહેવામાં આવે છે. બૈલી ફેટ તમારા સંપુર્ણ લુકને ખરાબ કરી નાખે છે. સાથોસાથ તેને ઓછું કરવું પણ ખુબ જ મુશ્કેલ હોય છે. એટલું જ નહીં બૈલી ફેટ તમારા સ્વાસ્થ્ય માટે પણ નુકસાનદાયક હોય છે. ખાસ કરીને હૃદય માટે તેના કારણે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે અને હાઈ બીપી સિવાય હ્રદય સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ વ્યક્તિને ઘેરી શકે છે. સાથોસાથ ડાયાબિટીસ, સ્ટ્રેસ વગેરે સમસ્યાઓને પણ આમંત્રણ આપવાનું કામ કરે છે. જો તમે પણ બૈલી ફેટ થી પરેશાન છો અને તમે દરરોજ વર્કઆઉટ નથી કરી શકતા અથવા સમય નથી મળતો તો પોતાની ડાયટમાં અમુક ચીજો સામેલ કરી લો. તેનાથી તમારું પેટ અને તેની આસપાસ જમા થયેલ ચરબી ઝડપથી ઘટવા લાગશે.

સવારની શરૂઆત લીંબુ પાણીથી અને મધની સાથે કરો. તેના માટે સવારે ઉઠીને બ્રશ કર્યા વગર પાણીને હુંફાળું ગરમ કરી લો અને ત્યારબાદ તેમાં લીંબુ નીચોવી અને મધ મિક્સ કરો. આ પાણીને કોઈ એક જગ્યાએ બેસીને સેવન કરો. થોડા દિવસોમાં જ ફક્ત પેટની આસપાસ નહીં, પરંતુ શરીરમાં તમામ જગ્યા પર જમા થયેલી વધારાની ચરબી પીગળવા લાગશે.

વજનને નિયંત્રિત કરવા અને ફેટને ઓછું કરવા માટે અજમાનું પાણી પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાથોસાથ પેટનો ગેસ, અપચો અને એસિડિટી વગેરેની સમસ્યામાંથી પણ મુક્તિ અપાવે છે. દરરોજ એક ચમચી અજમા ને પાણીમાં ઉકાળીને રાત્રે ભોજન કર્યાના અડધો કલાક બાદ ચા ની જેમ સેવન કરવું જોઈએ. થોડા દિવસોમાં તમને ફરક જોવા મળશે.

સવારે નાસ્તો ન કરવાને લીધે પણ વજન ઘટવાને બદલે વધવા લાગે છે. એટલા માટે સવારે ભરપેટ નાસ્તો કરો. નાસ્તામાં હેલ્ધી ફુડ જેમ કે સ્પ્રાઉટ્સ, ઉપમા, ઇડલી, પૌવા વગેરે લો. બ્રેડનું સેવન કરવું નહીં. જો બ્રેડ ખાવાની ઈચ્છા હોય તો બ્રાઉન બ્રેડ નું સેવન કરવું.

જો તમે પોતાના પેટ અને કમરને પાતળી બનાવવા માટે ગંભીર છો તો ઘઉંની રોટલી ને થોડા સમય માટે ગુડબાય કહી દો. તેના બદલે જવ અને ચણાના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરો.

પોતાની ડાયટમાં વધુમાં વધુ લીલા શાકભાજી, સલાડ અને ફળને સામેલ કરો. જ્યારે પણ દિવસમાં તમને ભુખ લાગે તો ફળ અથવા સલાડનું સેવન કરો. તે સિવાય મમરા નું સેવન પણ કરી શકો છો. થોડા દિવસો સુધી આ નિયમોનું પાલન કરવાથી તમારી ચરબી ખુબ જ ઝડપથી ઘટવા લાગશે.