“કટપ્પા” ની દિકરીની તસ્વીરો જોઈને લેશો તો કેટરીના કૈફને ભુલી જશો એની ગેરેન્ટી છે, સ્વર્ગની અપ્સરા લાગે છે

સાઉથ સિનેમાની સૌથી મોટી બ્લોક બસ્ટર ફિલ્મ “બાહુબલી” એ બોક્સ ઓફિસ ઉપરનાં બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મમાં નજર આવનાર દરેક કિરદારને ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. તો વળી કટપ્પા ની ભુમિકામાં જોવા મળેલ અભિનેતા સત્યરાજ રાતોરાત સુપરસ્ટાર બની ગયા હતા. પરંતુ તે પહેલાં પણ સત્યરાજ શાહરૂખ ખાનની ફિલ્મ “ચેન્નઇ એક્સપ્રેસ” માં કામ કર્યું હતું. પરંતુ તેમ છતાં પણ તેમને “કટપ્પા” નાં કીરદાર થી ખુબ જ સારી ઓળખ મળી હતી. સત્યરાજ અત્યાર સુધીમાં પોતાની કારકિર્દીમાં લગભગ ૨૦૦ થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલ છે.

૩ ઓક્ટોબર, ૧૯૫૪નાં રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં જન્મેલા સત્યરાજનું સાચું નામ રંગરાજ સુબય્યા છે. જણાવી દઈએ કે સત્યરાજ ૧૯૭૯માં પ્રોડ્યુસર મધ્યમ પટ્ટી શિવકુમારની ભત્રીજી મહેશ્વરી સાથે લગ્ન કર્યા છે. સત્યારાજ ની એક દીકરી અને એક દીકરો છે. દિલચસ્પ વાત એ છે કે સત્યરાજ રીલ લાઇફ હીરો છે, પરંતુ તેમની દીકરી દિવ્યા રીયલ લાઈફ હીરો છે. જી હાં, આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ સત્યરાજ ની દીકરી દિવ્યા વિશે, જે પોતાના સામાજીક કામ માટે દુનિયાભરમાં મશહુર છે.

જણાવી દઈએ કે દિવ્યા પોતાના પિતાની જેમ ફિલ્મી દુનિયામાં એક્ટિવ નથી, પરંતુ સ્વાસ્થ્ય જાગૃતતા માટે કામ કરે છે અને તેના માટે તને ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ માંથી હોવા છતાં પણ દિવ્યાને એક્ટિંગની દુનિયામાં કોઈ દિલચસ્પી નથી અને તે એક્ટિંગ કરવા માંગતી નથી. વળી પિતા સત્યરાજે પણ દિવ્યા ને ક્યારેય ફિલ્મોમાં કામ કરવા માટે ભાર મુકેલ નથી.

જણાવી દઈએ કે દિવ્યા વ્યવસાયથી ન્યુટ્રિશનિસ્ટ છે. તે સિવાય દિવ્યા એક એનજીઓ પણ ચલાવે છે, જેના માધ્યમથી તે ગરીબ બાળકો અને મહિલાઓને મફતમાં ભોજન આપવાનું કામ કરે છે. દિવ્યાએ મદ્રાસ વિશ્વવિદ્યાલય થી માસ્ટર ઓફ ફિલોસોફી ગ્રેજ્યુએશન કરેલ છે. તે સિવાય તેણે ન્યુટ્રિશિયનનો અભ્યાસ યુએસએમાં થી પુરો કરેલ છે. દિવ્યા એક સમયે કુપોષિત બાળકોને લઈને પ્રધાનમંત્રી મોદીને ચિઠ્ઠી પણ લખી ચુકી છે.

તે સિવાય કહેવામાં આવે છે કે દિવ્યા ખુબ જ જલ્દી કુપોષણને લઈને એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવવાની તૈયારીમાં જોડાયેલી છે. સારા સ્વાસ્થ્યને લઈને દિવ્યાનું કહેવું છે કે, “ફુડ મેજિકલ છે. ભોજન દવા છે. ફક્ત એટલું કે તમારે જાણવાની જરૂરિયાત છે કે શું ખાવું જોઈએ અને કેટલું ખાવું જોઈએ.” વળી સત્યારાજ પોતાની દીકરી દિવ્યા વિશે કહી ચુક્યા છે કે, “દિવ્યા હંમેશા એક મહેનતુ બાળકી રહી છે અને તેના પર ગર્વ છે.”

જણાવી દઈએ કે દિવ્યા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસ્વીરો શેર કરતી રહે છે. પોતાના ખાસ અંદાજ અને સ્ટાઇલથી દિવ્યા બોલિવુડ હસીનાઓને પણ ટક્કર આપે છે. વળી દિવ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ખુબ જ દુર છે, પરંતુ તે અવાર-નવાર ચર્ચામાં રહે છે.