કેટરીના કૈફ અને વિક્કી કૌશલ આ તારીખે અને આ જગ્યાએ કરશે લગ્ન, લગ્નની તૈયારીઓ શરૂ

Posted by

બોલિવુડ અભિનેત્રી કેટરિના કૈફ હાલનાં દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ટાઈગર-૩ ની શુટિંગ માટે દેશની બહાર છે. જણાવી દઇએ કે આ ફિલ્મમાં એક વખત ફરીથી સલમાન ખાન સાથે તે નજર આવવાની છે. બંને જ કલાકારોની જોડીને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે, પરંતુ તેની વચ્ચે ખબર આવી રહી છે કે બોલિવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર વિકી કૌશલ અને અભિનેત્રી કેટરિના કૈફ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ છેલ્લા ઘણા સમયથી પોતાની લવ લાઈફને લઈને ખુબ જ ચર્ચામાં રહેલા છે. હાલમાં જ થોડા સમય પહેલાં બંને કલાકારને લઈને ખબર આવી હતી કે બંનેએ રોકા સેરેમની કરી લીધી છે અને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાના છે. પરંતુ આ ખબરને લઈને પછી વિકી કૌશલના પિતાએ સ્પષ્ટ કર્યુ હતુ કે આ ખબર ખોટી છે અને આ રીતની કોઈ પણ સેરેમની નું આયોજન કરવામાં આવ્યું ન હતું.

એટલું જ નહીં ઝડપ થી વાયરલ થઇ રહેલી આ ખબરને લઈને જણાવવામાં આવે છે કે બંને જ કલાકારો વચ્ચે થોડી તકરાર પણ થઈ હતી. પરંતુ હાલમાં બંને જ કલાકાર પોતાના આવનારા પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે અને હમણાં પોતાના લગ્નની ખબર થી બચતા નજર આવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે એક ખબર ઝડપથી ચાલી રહી છે કે બંને કલાકાર આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે.

જણાવી દઇએ કે લાઇફ સ્ટાઇલ એશિયામાં છપાયેલી એક ખબર પ્રમાણે વિકી કૌશલ અને કેટરીના કૈફ આ વર્ષે ડિસેમ્બરમાં એકબીજા સાથે લગ્ન કરવાના છે. આટલું જ નહીં આ ખબરમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે બંને જ કલાકાર ક્યાં લગ્ન કરવાના છે. તો ચાલો તે પણ તમને જણાવીએ. ખબર પ્રમાણે તો બંને જ કલાકાર રાજસ્થાનનાં ઉદયપુર માં લગ્ન કરવાના છે. એટલું જ નહીં ખબર તો એવી પણ છે કે તેના માટે તૈયારી પણ ચાલુ કરવામાં આવી છે. એટલું જ નહીં એવું પણ જણાવવામાં આવે છે કે લગ્ન માં કોને-કોને લોકોને બોલાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *