કેટરીના કૈફ ખુબ જ જલ્દી આ એક્ટર સાથે લગ્ન કરી શકે છે, સલમાન ખાનનાં નજીકનાં વ્યક્તિએ કર્યો ખુલાસો

Posted by

બોલીવુડની “બાર્બી ડોલ” કેટરિના કૈફનો હમણાં જ બર્થ ડે હતો. તેણે ૩૮ વર્ષ પૂર્ણ કરેલ છે. ફેન્સ તરફથી મળતી શુભકામનાઓ આભાર વ્યક્ત કરવા માટે કેટરિના કૈફ સ્વિમિંગ પુલમાં ઉતરી ગઈ હતી. રેડ સ્વિમસુટ માં કેટરીના ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. આ તસ્વીરને પોસ્ટ કરીને કેટરીના લખ્યું હતું કે, “જન્મદિવસ પર તમારા બધાનો પ્રેમ મળવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.” ૩૮માં જન્મ દિવસના અવસર પર કેટરિના કૈફ અને ફેન્સ અને ફ્રેન્ડ તરફથી ખુબ ખુબ શુભેચ્છા મળી હતી. તેની વચ્ચે સલમાન ખાનનાં મિત્ર અને કેટરીના કૈફના નજીકનાં ફેશન ડિઝાઈનર એશ્લે રેબોલો એ પણ તેને ખાસ અંદાજમાં બર્થ-ડે વિશ કર્યું હતું.

કેટરિના કૈફને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે એશ્લે રેબોલો એક્ટ્રેસની એક ખુબ જ ખાસ તસ્વીર શેર કરી હતી. તસ્વીર દ્વારા એશ્લે રેબોલો એ ઈશારો ઈશારો માં જ ભલે પરંતુ કેટરિના કૈફ ખુબ જ જલ્દી દુલ્હન બનવાની છે એવા સંકેત આપ્યા હતા. આ તસ્વીર ફિલ્મ “ભારત” નાં સેટની છે. આ તસ્વીરમાં કેટરીના કૈફ વાઈટ વેડિંગ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. આ સુંદર તસ્વીર શેર કરીને એશ્લે રેબોલો એ લખ્યું હતું કે, “હેપ્પી બર્થ ડે કેટરીના કૈફ. આ ખુબ જ જલ્દી હકીકત બની શકે છે. કેટરીના કૈફ દ્વારા એશ્લે રેબોલો ની આ સ્ટોરી ને પોતાની ઇંસ્ટા સ્ટોરી ઉપર પણ શેર કરવામાં આવેલ હતી. સાથોસાથ ખાસ બર્થ ડે વિશ માટે થેન્ક્યુ પણ કહ્યું છે.

વળી હવે ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે એશ્લે રેબોલો એ કેટરિનાને બર્થ ડે વિશ કરવાના બહાને વિકી કૌશલ અને તેમના લગ્નના મોટા સંકેત આપી દીધા છે. જેમકે આપણે બધા જાણીએ છીએ કે વિકી કૌશલ અને કેટરીના કૈફનાં અફેરની ચર્ચાઓ બોલીવુડ ગલીઓમાં અવાર-નવાર ચર્ચામાં રહે છે. બંનેએ જાહેરમાં પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો નથી, પરંતુ તે વાત અલગ છે કે અવારનવાર તેની ચોરી પકડાઈ જાય છે.

થોડા દિવસો પહેલાં જ વિકી કૌશલને કેટરીના કૈફની બિલ્ડીંગની બહાર જોવામાં આવેલ હતા. વિકી આ પહેલા પણ ઘણી વખત પોતાની ગર્લફ્રેન્ડ કેટરિના કૈફના એપાર્ટમેન્ટની બહાર જોવામાં આવેલ છે. ઘણી વખત તો તેઓ માસ્ક અથવા કેપ થી પોતાનો ચહેરો છુપાવવાની અસફળ કોશિશ કરતા જોવા મળી આવ્યા છે.

બંને લગભગ બે વર્ષથી એકબીજાને ડેટિંગ કરી રહ્યાં છે. નવા વર્ષની ઉજવણી પણ બંને એક સાથે કરેલી હતી. જ્યારે ફેન્સને કેટરીના ન્યુ યર ફોટોમાં વિકી કૌશલ ની ઝલક જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરાની હોલી પાર્ટીમાં પણ વિકી કૌશલ અને કેટરિના કૈફ એકબીજા સાથે રંગમાં રંગાયેલા નજર આવ્યા હતા.

તેમના અફેરની સૌથી મોટી સાબિતી તો અનિલ કપુરનાં દિકરા હર્ષવર્ધન કપુરે હાલમાં જ પોતાના એક ઇન્ટરવ્યુમાં આપી દીધી હતી. જ્યારે હર્ષવર્ધન કપુરે કન્ફર્મ કર્યું હતું કે વિકી અને કેટરિના સાથે છે. ત્યારબાદ એવા પણ સમાચાર આવ્યા હતા કે હર્ષવર્ધનનાં આ ખુલાસાથી કેટરીના કૈફ ખુબ જ નારાજ છે. હકીકતમાં પોતાના પાછલા સંબંધોને ધ્યાનમાં રાખીને કેટરીના કૈફ વિકી કૌશલ સાથે પોતાના સંબંધોને લઈને ખુબ જ સજાગ રહે છે. તે આ સંબંધને સમય આપવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *