સલમાન ખાન બોલિવૂડના એવા ઍકટર છે જે કોઈ પણ પરિસ્થિતિમાં ચર્ચામાં રહેતા હોય છે. દેશમાં હાલના દિવસોમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલુ છે. પરંતુ તેની વચ્ચે વિતેલા દિવસોમાં તેમણે જેકલીન ફર્નાન્ડીઝ સાથે પોતાનું ગાયેલું ગીત “તેરે બિના” રીલિઝ કરવામાં આવ્યું છે. તેમના આ વિડિયો સોંગ રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે.
સલમાન ખાન હાલના દિવસોમાં ગાયન ઉપર ખૂબ જ ઇન્ટરેસ્ટ લઇ રહ્યા છે. તેની સાથે જ રિલેટેડ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ કેટરીના કેફ માટે ગીત ગાઈ રહ્યા છે. સલમાન ખાનનો આ થ્રોબેક વિડીયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વિડિયો કોઇ એવોર્ડ શો નો છે, જેમાં સલમાન ખાન માઈક પકડીને ઓડિયન્સની વચ્ચે ઉતરે છે અને કેટરીના કેફ ની પાસે પહોંચી જાય છે.
પછી બધા કલાકારો ની સામે તેમણે કેટરીના માટે ગીત ગાયું હતું. આ વીડિયોને ફિલ્મી જ્ઞાન દ્વારા ઇન્સ્ટાગ્રામ ના પેજ પર શેયર કરવામાં આવેલ છે. જણાવી દઈએ કે સલમાન ખાન ખૂબ જ જલ્દી “રાધે – યોર મોસ્ટ વોન્ટેડ હીરો” માં નજર આવનાર છે. આ ફિલ્મમાં તેમની સાથે દિશા પટણી અને રણદીપ હુડા મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ પહેલા ઈદ પર રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે ફિલ્મના એડિટિંગ નું કામ બાકી છે, જેનાથી તેની રિલીઝ ડેટ ટાળવામાં આવી શકે છે.
કેટરીના કેફ ના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વખત તે સલમાન ખાનની સાથે “ભારત” ફિલ્મમાં નજર આવી હતી. ૨૦૧૯ ની સુપરહિટ ફિલ્મોમાંથી એક “ભારત” માં એક્ટ્રેસના પાત્રએ બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. વળી હવે જલ્દી કેટરીના કેફ એકવાર ફરીથી અક્ષય કુમારની સાથે ફિલ્મ “સૂર્યવંશી” માં નજર આવશે. રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં માર્ચના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે ફિલ્મના રિલીઝને અટકાવી દેવામાં આવેલ છે.