કેટરીના કૈફની હરકતથી સલમાન ખાન એટલા ગુસ્સે થઈ ગયા કે લાકડી લઈને મારવા દોડેલા, જાણો તેનું કારણ

Posted by

૧૬ જુલાઇનાં રોજ વિદેશી બ્યુટી કેટરીના કૈફ ૩૮ વર્ષની થઈ ગઈ છે. કેટરીનાનાં ૩૮માં જન્મ દિવસને ખાસ બનાવવા માટે તેના બોયફ્રેન્ડ વિકી કૌશલે ખાસ તૈયારી કરી રાખી હતી. વળી કેટરિનાની વાત શરૂ થાય તો સલમાન ખાનનાં નામનો ઉલ્લેખ જાતે જ થઈ જતો હોય છે. સલમાન ખાનનાં જીવનમાં કેટરીના કૈફ શું મહત્વ રાખે છે, તે કોઈનાથી છુપાયેલ નથી. સલમાન અને કેટરીના નું બ્રેકઅપ થયાને લાંબો સમય થઈ ગયો છે, પરંતુ સલમાનનાં દિલમાં અને જીવનમાં કેટરિના ની જગ્યા જે પહેલા હતી તે આજે પણ છે.

ભલે હવે સલમાન ખાનનું નામ વિદેશી હસીના યુલિયા વંતુર સાથે જોડાયેલું હોય, પરંતુ જ્યારે જ્યારે કેટરીના સલમાન ખાનની આંખો સામે આવે છે તો તેમના હૃદયનાં ધબકારા વધી જતા હોય છે. એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના હવે સલમાન ખાનની ખુબ જ ખાસ અને નજીકની મિત્ર માનવામાં આવે છે. વળી આ સ્પેશ્યલ સંબંધમાં ઘણી વખત કેટરીનાએ સલમાન ખાનનાં ગુસ્સાનો શિકાર પણ થવું પડયું છે. ક્યારેક સલમાન ખાન ઉપર કેટરિનાને જાહેરમાં થપ્પડ મારવાનો આરોપ લાગ્યો તો ક્યારેક સમાચાર આવ્યા હતા કે કેટરીના નાં ડ્રેસને જોઈને સલમાન ખાન એટલા નારાજ થઈ ગયા હતા કે લાકડી લઈને તેની પાછળ દોડ્યા હતા.

કહેવામાં આવે છે કે ફિલ્મ “એક થા ટાઇગર” નાં સેટ પર “માશાલ્લાહ” ગીતનાં શુટિંગ દરમિયાન કેટરિના એ એવો ડ્રેસ પહેર્યો હતો જેને જોઈને સલમાન ખાન ભડકી ગયા હતા. કેટરીના નો એડ્રેસ ખુબ જ ટાઇટ હોતો, જેમાં તેની સ્લીમ બોડી નો વધારે ભાગ જોવા મળી રહ્યો હતો. સલમાન ખાને તુરંત કેટરિનાને અટકાવેલ, જેના જવાબમાં કેટરિનાએ કહ્યું હતું કે આ ડ્રેસ ડાયરેક્ટરની પસંદ છે. કેટરીના નો આવો જવાબ સાંભળતાની સાથે જ સલમાન ખાન પોતાની પાસે રાખેલી લાકડી ઉઠાવીને તેની પાછળ દોડી પડ્યા હતા.

આવું જ કંઈક વર્ષ ૨૦૧૮માં પણ બીના કાક નાં પુસ્તક “સાઇલેન્ટ સેન્ટીનલ્સ ઓફ રણથંભોર” નાં લોન્ચ ઈવેન્ટમાં પણ થયું હતું. સલમાન બીના કાક ને પોતાની માં જેવું સન્માન આપે છે. આ બુક લોન્ચ ઈવેન્ટમાં તે પોતાના પિતા સલીમ ખાન ની સાથે પહોંચ્યા હતા. એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ પણ બુક લોન્ચ ઈવેન્ટમાં ખાસ મહેમાન બનીને આવી હતી. ઇવેન્ટમાં કેટરિનાએ બ્લેક કલરની ફિશ કટ સ્કર્ટ પહેરી રાખેલી હતી.

ખબરોનું માનવામાં આવે તો કેટરિનાની આ ડ્રેસ એટલી ટુંકી હતી કે સલીમ ખાન વારંવાર તેમને પોતાની ડ્રેસ ઠીક કરવા માટે કહી રહ્યા હતા. આ જોઈને સલમાન ખાન પણ ખુબ જ ભડકી ગયા હતા. જોકે તે સમયે સલમાન ખાને મીડિયાની સામે પોતાના ગુસ્સાને કાબુમાં રાખી લીધો હતો. જ્યારે સલમાન ખાનની સાથે કેટરિના રિલેશનશિપમાં હતી તો તેણે ઘણી વખત સલમાન ખાનનાં ગુસ્સાનો શિકાર થવું પડ્યું હશે.

રિપોર્ટ અનુસાર એક વખત સલમાન ખાન કેટરિના ની સાથે કોઈ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. કોઈ વાત પર તેઓ એટલા ભડકી ગયા હતા કે તેમણે જાહેરમાં કેટરીનાનાં ગાલ પર તમાચો જડી દીધો હતો. કેટરીના અને ત્યાં હાજર રહેલ તમામ લોકો આ હરકતથી આશ્ચર્યચકિત બની ગયા હતા. આ ઘટના બાદ કેટરિના કૈફ સલમાન ખાન સાથે પોતાના સંબંધો ખતમ કરી નાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *