KBC ની ૧૨ મી સિઝન શરૂ થશે ! આયુષ્યમાન ખુરાના ની ફિલ્મ સાથે જોડાયેલ છે આ સવાલ, શું તમે જવાબ જાણો છો?

ટેલિવિઝન પર આવનાર સૌથી લોકપ્રિય ગેમ એટલે કે “કોન બનેગા કરોડપતિ” ફરીથી શરૂ થવા જઈ રહ્યું છે. શો ની ૧૨મી સિઝન માટે શનિવારની સાંજે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવી છે. આ વખતે પણ આ શોને હોસ્ટ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જ કરશે. રજીસ્ટ્રેશનનો પહેલો સવાલ અમિતાભ બચ્ચનને કોરોના વાયરસ સાથે જોડાયેલ પૂછ્યો હતો. રજીસ્ટ્રેશનનો બીજો સવાલ આ વખતે આયુષ્માન ખુરાના ની ફિલ્મ સાથે જોડાયેલ છે. કોરોનાને કારણે લોકડાઉન માં ઘરે બેસેલા લોકો માટે રામાયણ અને મહાભારત બાદ કેબીસીનું આવવું સૌથી મોટા મનોરંજનનો વિકલ્પ હશે.

કેબીસીની રજિસ્ટ્રેશન માટે અમિતાભ બચ્ચને પૂછ્યું હતું કે ફિલ્મ “બાલા” માં આયુષ્માન ખુરાના દ્વારા નિભાવવામાં આવેલ પાત્ર બાલમુકુંદ શુક્લા, કઈ સમસ્યા સાથે સંઘર્ષ કરતા હોય છે?

  • (A) સફેદ વાળ હોવા
  • (B) સમય પહેલા વૃદ્ધ થવું
  • (C) યાદશક્તિ ખોવાઈ જવી
  • (D) સમય પહેલાં ટાલ પડવી

તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રેશન માટે સોની લીવ એપ ડાઉનલોડ કરવાની રહેશે. અથવા એસએમએસ દ્વારા જવાબ આપવાનો રહેશે. આ સવાલનો જવાબ ૧૧ મે રાતના ૯ વાગ્યા સુધીમાં આપવાનો રહેશે. સોનીએ આ વખતે દર્શકો માટે ઈમોશનલ મેસેજની સાથે કેબીસી શરૂ કરેલ છે. સોનીએ સોશિયલ મિડીયા પર પોતાના ગેમનાં પ્રમોશન વીડિયોના કૈંપેન માટે લખ્યું છે કે દરેક વસ્તુને બ્રેક લાગી શકે છે, પરંતુ સપના પર ક્યારેય બ્રેક લાગી શકતી નથી.

જણાવી દઈએ કે ગેમ સાથે જોડાયેલ ત્રીજો પ્રશ્ન ૨૨ મેના રોજ પુછવામાં આવશે. અમિતાભ બચ્ચન દરરોજ રાતે એક નવો સવાલ લઈને સામે આવશે. સોની ટીવીએ કોન બનેગા કરોડપતિ ની સિઝન-૧૨ નું રજીસ્ટ્રેશન પ્રોમો હાલમાં જ લોન્ચ કરેલ હતો. તેમાં અમિતાભ ને જોઈને દર્શકો ખુશીથી ઝુમી ઉઠયા હતા. જણાવી દઈએ કે આ વીડિયોને દંગલ ફેમ નિતેશ તિવારી એ ઘરે બેઠા જ ડાયરેક્ટ કરેલ છે.

નિતેશ એ કેબીસીના કૈંપેન વિશે જણાવ્યું હતું કે જ્યારે તેઓ કેબીસીના કૈંપેન પર કામ કરી રહ્યા હતા, તે દરમિયાન ચાલી રહેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેને તૈયાર કરેલ છે. લોકોની મનોદશા સમજવાની કોશિશ કરવામાં આવી છે અને તેની આસપાસ જ કૈંપેન તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

કેબીસી બહારના રજીસ્ટ્રેશન માટે આવી રીતે કરો પ્રયાસ

સોની લીવ એપને પોતાના મોબાઈલ ફોર પર ડાઉનલોડ કરી લો ત્યારબાદ સોની લીવ એપ થી કેબીસી લિંક પર ક્લિક કરો અને રજિસ્ટ્રેશનનો સવાલનો જવાબ એ, બી, સી અથવા ડી માંથી કોઇપણ એક પસંદ કરો. તેની સાથે જે ફોર્મ સામે આવે તેમાં પોતાની ડિટેલ્સ ભરીને તેને સબમિટ કરી દો. ત્યારબાદ “કેબીસી રજીસ્ટેશનને પુર્ણ કરવા માટે તમારો આભાર” આવો મેસેજ આવી જશે.