કેબીસીમાં પુછવામાં આવ્યો મહાભારત સાથે જોડાયેલ આ પ્રશ્ન, શું તમે જવાબ જાણો છો? તો કોમેન્ટમાં જણાવો

Posted by

કૌન બનેગા કરોડપતિ મંગળવારે અમિતાભ બચ્ચને રજીસ્ટ્રેશન માટેનો ૧૧મો સવાલ બીઆર ચોપડાનાં મહાભારત થી જોડાયેલ પૂછ્યો હતો. હાલમાં જ મહાભારત ફરીથી ટેલીકાસ્ટ થતું હોવાને કારણે દર્શકોએ જવાબ આપવામાં સરળતા રહેશે. જો તમે આ પ્રશ્નનો જવાબ જાણતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો. જણાવી દઈએ કે કોન બનેગા કરોડપતિ ની બહારની સીઝન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને સૌ પણ ખૂબ જ જલ્દી શરૂ થવાનો છે. શો માં સામેલ થવા માટે દર્શકોને રોજ રાત્રે એક નવો સવાલ અમિતાભ બચ્ચન પૂછે છે.

રજિસ્ટ્રેશન માટે ૧૧મો સવાલ મહાભારતના મહત્ત્વના પાત્ર સાથે જોડાયેલ છે. અમિતાભ બચ્ચને દર્શકોને પૂછ્યું કે મુકેશ ખન્ના એ બીઆર ચોપડાની ટીવી ધારાવાહિક મહાભારતમાં ક્યું પાત્ર નિભાવ્યું હતું? તેના ઓપ્શન છે – (એ) અર્જુન (બી) ભગવાન કૃષ્ણ (સી) ભીષ્મ (ડી) ભીમ.

દર્શકો રજિસ્ટ્રેશનનો જવાબ એસએમએસ અથવા સોની લીવ એપ દ્વારા આપવાનો રહેશે. એસએમએસનો જવાબ આપવા માટે KBC {સ્પેસ} તમારો જવાબ (એ, બી, સી અથવા ડી) {સ્પેસ} લિંગ (પુરુષ માટે M, મહિલાઓ માટે F અને અન્ય માટે O) લખીને ૫૦૯૦૯૩ પર મોકલવાનો રહેશે.

જો તમે સોની લીવ એપ દ્વારા જવાબ આપી રહ્યા છો, તો તેના માટે સૌથી પહેલાં તમારે સોની લીવ એપ ડાઉનલોડ કરવાની રહેશે. પછી એપ માં તમને એક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમારે પોતાનું નામ, ઉંમર અને સાચો જવાબ લખીને સબમીટ કરવાનો રહેશે. સાચો જવાબ આપનારની પસંદગી રેન્ડમલી કોમ્પ્યુટર દ્વારા થાય છે અને પસંદ કરવામાં આવેલ પ્રતિયોગીને આગળના રાઉન્ડ માટે પસંદ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે આ વખતે કોરોના વાયરસને કારણે કેબીસીમાં શોર્ટ લીસ્ટેડ સ્પર્ધકનું ડિજિટલ ઓડિશન થશે. સોની લીવ એપ દ્વારા સ્પર્ધકોને એક જનરલ નોલેજ પરીક્ષા ઓનલાઈન ક્લીયર કરવાની રહેશે અને તેમણે આ ટેસ્ટની સાથે એક વીડિયો પણ અપલોડ કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન ઓડિશન અને ઓડીયો અપલોડ કર્યા બાદ અંતિમ ચરણ અંતર્ગત સ્પર્ધકોએ અંતમાં એક ઈન્ટરવ્યૂ પણ આપવાનું રહેશે. ઇન્ટરવ્યૂનું રજીસ્ટ્રેશન અંતિમ ચરણમાં થશે. ત્યારબાદ અંતિમ સ્પર્ધકોનું એક લિસ્ટ રજૂ થશે અને “ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ” રમવા મળશે.

4 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *