KBC ની સીટ પર નજર આવશે પ્રિન્સિપાલ કલ્પના સિંહ, જણાવ્યું કે તમે કેવી રીતે કૌન બનેગ કરોડપતિ સુધી પહોંચી શકો છો

Posted by

કૌન બનેગા કરોડપતિ હોટ સીટમાં ૬ સપ્ટેમ્બરે છત્તીસગઢનાં ચંપા ના ડીપીએસ સ્કુલની પ્રિન્સિપલ કલ્પના સિંહ નજર આવશે. મોટી વાત એ છે કે ૬ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ સ્પેશિયલ આયોજિત થશે. જેમાં જાંજગીર ચંપા જિલ્લાની શિક્ષક કલ્પના સિંહ પ્રતિનિધિત્વ કરશે. કૌન બનેગા કરોડપતિ હોટ સીટ સુધી પહોંચવાનું સપનું માત્ર સપનું બનીને રહી જાય છે. કરોડો માંથી અમુક લોકો હોય છે, જે ત્યાં સુધી પહોંચી શકે છે. તેમાંથી એક છે ચંપા જિલ્લાની ડીપીએસ સ્કુલનાં પ્રિન્સિપાલ કલ્પના સિંહ. ૬ સપ્ટેમ્બરે તે સદીના મહાનાયક અભિતાભ બચ્ચનનાં સવાલ જવાબ આપતી નજર આવશે.

કલ્પના સિંહ જણાવે છે કે સૌથી પહેલાં ૧ થી ૧૦ મે સુધી રોજ એક પ્રશ્ન પુછવામાં આવ્યો. પછી અઠવાડિયા પછી સિલેક્શન રાઉન્ડનાં પછી કોલ આવ્યો અને કોમ્પ્યુટર દ્વારા ત્રણ પ્રશ્ન પુછવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે સિલેક્શન થયું તો આગળ અમારી ટીમ પછી તમારી સાથે સંપર્ક કરશે. પછી કોલ આવ્યો કે ૩૦ મે એ સોની લિવ એપ પર એક બીજો સિલેક્શન રાઉન્ડ છે. તેમાં ૩૦ નંબરનો એક જીકે નો પ્રશ્ન હતો અને પોતાના વિશે “શું હોબી, શું પસંદ, તમારા જીવનનો સૌથી સારો તથા ખરાબ સમય કયો રહ્યો” સહિત અન્ય પ્રશ્નો પુછવામાં આવ્યા. તેના ૩-૪ વીડિયો બનાવીને સોની એપ અપલોડ કરવાના હતા. અપલોડ કર્યા બાદ પછી કહેવામાં આવ્યું કે આગળ સિલેક્શન થાય છે તો પછી ૧૫ દિવસની અંદર તમારી સાથે સંપર્ક કરવામાં આવશે.

ત્યારબાદ ચોથા રાઉન્ડ માટે ફરી કોલ આવ્યો. જેમાં ભોપાલ મેગા ઓડિશન માટે બોલાવવામાં આવ્યા. જ્યાં ૨૦ નંબરનું જીકે નુ પેપર થયું, જે ઘણું ટફ હતું. જેમાં ઘણા હાઇ લેવલનાં પ્રશ્ન હતા. પછી સિલેક્શન ટીમ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. અહીંથી સિલેક્શન થયા બાદ જુલાઈથી સપ્ટેમ્બર સુધી ટીમે ફરી સંપર્ક કર્યો. ૪ રાઉન્ડ પછી પણ પુરું સિલેક્શન થયું નહીં. ત્યારબાદ ૨૭ જુલાઈએ ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટ રમવા માટે સિલેક્શન થયું છે. કેબીસી ટીમનો ફોન આવ્યો કે શું તમે મુંબઈ આવી શકો છો? પછી ૨૭ તથા ૨૮ ઓગસ્ટ મુંબઈમાં શુંટ થયું. કલ્પના એ કેબીસીનાં રૂમની અંદર કેટલા સવાલ સુધી પહોંચી તે બતાવ્યું. તે ૧ કરોડ સુધી તો નથી પહોંચી પરંતુ જિલ્લાના લોકોને નિરાશ કરવાવાળું પણ ન રહ્યું.

દરેક સવાલનો સાચો જવાબ આપ્યો

હોટ સીટમાં પહોંચવા પહેલા ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટ રમવાનું હોય છે. જેમાં ત્રણ સવાલનાં જવાબ આપવાના હોય છે. જેમાં બધા ત્રણ સવાલોનાં જવાબ કલ્પના સિંહે સાચા આપ્યા. તે ૧૦ લોકોમાં સૌથી પહેલા સિલેક્ટ થઇ. કેબીસી ની ટીમ શુંટિંગ માટે પહોંચી હતી. જ્યાં ચંપા ડીપીએસ સ્કુલને શુંટ કરવામાં આવ્યું. જેમાં વર્ક ફ્રોમ હોમનાં કારણે ત્રણ વિદ્યાર્થીઓનાં ઘરે પહોંચ્યા. ત્યાં અઢી મિનિટનું શુંટિંગ કરવામાં આવ્યું.

૨૦ વર્ષથી પ્રયાસ કરી રહી હતી

કલ્પના સિંહ જણાવે છે કે ડૉક્ટર કલામે કહ્યું હતું કે સપના તે નથી હોતા જે સુઈને  જોઈએ, પરંતુ સપના તે હોય છે જે સુવા નથી દેતા. સીઝન-2 થી કેબીસીમાં જવા માટે પ્રયાસ કરી રહી હતી. ૨૦ વર્ષના સતત પ્રયાસ પછી આખરે તે ખુરશી સુધી પહોંચી ગઈ. કેબીસીમાં ભાગ લેવો કે ત્યાં પહોંચવું ગૌરવની વાત છે. કેબીસીમાં ભાગ લેવા માટે કલ્પના દીકરા સાથે મુંબઇ ગઇ હતી. તેમણે કહ્યું કે મુંબઈ આવવાનું-જવાનું તથા રહેવાનું બધું ફ્રી હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *