કેળાનાં પાન ઉપર ગણેશજીને રાખીને કરો આ ઉપાય, ચમકી જશે કિસ્મત અને મળશે ધન અને સુખ

ભાગ્ય એક એવી ચીજ છે, જે તમારું જીવન આબાદ અને બરબાદ બંને કરી શકે છે. કિસ્મત સારી હોય તો રોડ પર બેઠેલ વ્યક્તિ પણ મહેલમાં જઈ શકે છે અને ત્યાં જ ભાગ્ય ખરાબ હોય તો મહેલ કે કરોડપતિ પણ રોડ પર આવી શકે છે. તેથી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની કિસ્મત સારી રહે. પરંતુ ભાગ્ય આપણા હાથમાં નથી હોતું તે ઉપરવાળાનાં હાથમાં હોય છે.

એ જ કારણના લીધે લોકો ભગવાનને પ્રસન્ન કરવા દિવસ-રાત પ્રયત્ન કરે છે. દરેક ભગવાનમાં ગણેશજી ભાગ્ય વિધાતાનાં નામથી મશહૂર છે. એવું કહેવામાં આવે છે કે એક વખત જો વ્યક્તિ ગણેશજીને પ્રસન્ન કરે તો તેનું ફૂટેલું ભાગ્ય ચમકી જાય છે. તેથી તેના માટે તમારે બસ એક રીત ખબર હોવી જોઈએ, તો તમે તમારા ભાગ્યને ચમકાવશે માગતા હોય તો આ ઉપાય કરવો.

આ ઉપાયને બુધવારના દિવસે કરવો. તેના માટે તમારે બુધવારે સવારે સ્નાન કરી પીળા કલરનાં વસ્ત્ર ધારણ કરી લેવા. ત્યારબાદ એક કેળાનું પાન લેવું અને તેને ગંગાજળથી ધોઈ લેવું. ત્યારબાદ તેને એક સારા વસ્ત્રોથી સાફ કરી લેવું. પૂજા ઘરની પાસે તેને રાખી લેવું. તે કેળાના પત્તાને ઉપર ગણેશજીની સ્થાપિત કરવા. ત્યારબાદ ગણેશજી ની ડાબી બાજુ ઘઉ અને જમણી બાજુ ચોખા બંનેની ઢગલી કરી દેવી.

ઘઉંની ઉપર સિક્કો રાખી દેવો. જ્યારે ચોખાને ઉપર પૂજાની સોપારી રાખી દેવી. ત્યારબાદ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યારબાદ ગણેશજીની આરતી કરવી. હવે ગણપતિ બાપાને પોતાની સમસ્યા જણાવવી અથવા મનોકામના જણાવી ત્યારબાદ બે હાથ જોડી નમન કરવું.

જ્યારે ભગવાનની સામે પ્રગટાવવામાં આવેલો દિપક પોતાની રીતે બુજાઈ જાય તો ગણેશજીને પુન: પોતાના સ્થાન પર રાખી દેવા. જે ઘઉં છે તેને બાકીના ઘઉં સાથે ઉમેરીને પીસાવી લેવા અને તેની પૂરી બનાવવી. તેને પહેલા ગાયને અને પછી ઘરમાં બાકીના લોકોએ ખાઈ લેવી. વળી ચોખાનો ઉપયોગ પણ ખીર બનાવવામાં કરવો અને પ્રસાદનાં રૂપે ઘરના દરેક સદસ્ય ખાઇ લેવી. જો સિક્કો રાખેલો હોય તો તેને તિજોરીમાં પૈસાની પાસે રાખી દેવો. તેનાથી પૈસાની આવક વધશે. જે સોપારી હતી તેને તોડી અને ઘરના સદસ્યો એ ખાઈ લેવી.

આ ઉપાયને કરવાથી ઘરમાં પોઝિટિવ માહોલ બની રહેશે. પરિવારમાં લડાઈ-ઝઘડા નહીં થાય. દરેકને કાર્યમાં સફળતા મળશે. પૈસાની કમી નહીં થાય. ભાગ્યનો ઉદય થશે. આ ઉપાય તમારી ૯૦% સમસ્યાઓ સમાપ્ત કરી દેશે. એક વાતનું ધ્યાન રાખવું કે આ ઉપાય કર્યા પહેલા ઘરની સાફ-સફાઈ કરી લેવી જોઈએ. આ દિવસે ઘરમાં કોઈપણ વ્યક્તિ એ નોનવેજનું સેવન કરવું નહીં. આ પૂજા સાચા મનની સાથે કરવી જોઈએ. આ નિયમોનું ધ્યાન રાખ્યા પછી જ તમને ઉચિત ફળ પ્રાપ્ત થશે. આ ઉપાય તમે દરેક બુધવારના દિવસે અને મહિનામાં એક વખત કરી શકો છો.