ચોમાસાની ઋતુ શરૂ થઈ ચુકી છે. આ ઋતુમાં અવારનવાર પ્રકૃતિ પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડતી હોય છે. હાલમાં જ એવા ઘણા વિડીયો ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યા છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિના ધબકારા વધી જાય. પહાડોની વચ્ચે ઘણી વખત વાદળ ફાટવાના વિડીયો વાયરલ થતા રહે છે. થોડા દિવસો પહેલા જ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવાના મામલા સામે આવ્યા હતા. જેના કારણે ઘણા પરિવાર બેઘર બની ગયા હતા. એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર વાદળ ફાટવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ વિડીયો દક્ષિણી ઓસ્ટ્રેલિયાનો છે. વીડિયોમાં જે તળાવ ઉપર કોઈ ધોધની જેમ પાણી વરસી રહ્યું છે તેનું નામ Lake Millstatt છે. હકીકતમાં આ વિડીયો વર્ષ ૨૦૧૮નો છે, જેને એક યુટ્યુબર પર દ્વારા પોતાની યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરવામાં આવેલ. આ વીડિયોને ૨ કરોડથી પણ વધારે વખત જોવામાં આવી ચુકેલ છે.
અહીંયા જુઓ વિડિયો
View this post on Instagram
પ્રકૃતિ અવારનવાર પોતાના અદભુત નજારાથી બધા લોકોને આશ્ચર્યચકિત કરી દેતી હોય છે. ઋતુના આ બદલાવની તસ્વીરો દુનિયાના ખુણે ખુણેથી સામે આવવા લાગી છે. સોશિયલ મીડિયા પર હાલમાં જ એક જુનો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વાદળ ફાટવાનું દ્રશ્ય લાઈવ જોઈ શકાય છે. વીડિયોમાં પહાડો ની વચ્ચે એક તળાવમાં વાદળ ફાટતા નજર આવી રહ્યા છે. આશ્ચર્યજનક આ વિડીયો ખુબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર આ વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે ઋતુ અને લેન્ડસ્કેપ નું પરફેક્ટ કોમ્બિનેશન આ વિડીયો ખુબ જ જોવામાં આવી રહ્યું છે અને શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં વાદળ ધીરે ધીરે આગળ વધે છે અને વાદળોની વચ્ચેથી પાણી વરસવા લાગે છે. આ દરમિયાન તળાવ ઉપર પહોંચતા ની સાથે જ વાદળ ફાટી જાય છે અને એક સાથે બધું પાણી પડવા લાગે છે. આ વીડિયોને જોયા બાદ યુઝર અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક લખ્યું હતું કે, “આ દ્રશ્ય જોઈને મારા રુંવાડા ઉભા થઈ ગયા.”
વિડીયો પર એક વ્યક્તિએ લખ્યું હતું કે, “કલ્પના કરો કે જંગલની આગ પર વાદળ ફાટવાની આ ઘટના બની હોય તો કેવું દ્રશ્ય સર્જાય. તે કેટલો સુંદર અને અદભુત નજારો હોય.” બીજા યુઝરને લખ્યું હતું કે, “ભગવાન પોતાની જ રચનાઓ, વૃક્ષો અને છોડને પાણીથી સ્નાન કરાવી રહ્યા છે. પ્રકૃતિ પોતાના ચરમ પર છે. એક જ સમય પર સુંદર અને ખતરનાક પણ.”