સૌથી મોટા સમાચાર : કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન ૫.૦ ને ૩૦ જુન સુધી વધારવામાં આવ્યું, જાણો શું-શું ખોલવામાં આવશે

Posted by

વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. જેને લઇને વિશ્વના મોટા ભાગમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ભારતમાં પણ હાલ લોકડાઉન ૪.૦ ચાલી રહ્યું છે. જે કાલે એટલે કે ૩૧ મે નાં દિવસે પૂર્ણ થઇ રહ્યું છે. લોકડાઉન ૫.૦ માં છૂટછાટ આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા હતા. તેની વચ્ચે હવે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન પાંચની ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન ૫.૦ ની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. લોકડાઉન ૫.૦ હવે ૩૦ જૂન સુધી લાગુ રહેશે. મતલબ કે લોકડાઉનને ૧ મહિના સુધી વધારવામાં આવ્યું છે. જેના માટેની ગાઈડ લાઈન પણ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરી દેવામાં આવી છે. લોકડાઉન ૫.૦ ને અનલોક-1 નામ આપવામાં આવ્યું છે.

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ ગાઇડલાઇન મુજબ ૮ જૂનથી શરતોની સાથે ધાર્મિક સ્થળોને ખોલવામાં આવશે. શાળા-કોલેજો મુદ્દે રાજ્ય સરકારની સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. સાથોસાથ ૮ જૂનથી હોટેલ, રેસ્ટોરેન્ટ અને શોપિંગ મોલ પણ ખોલી દેવામાં આવેલ છે. રાત્રિના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. વધુમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે ગાઇડલાઇનનું સખ્તાઈ પૂર્વક પાલન કરાવવાનું રહેશે.

સાથોસાથ આંતરરાજ્ય અવરજવરમાં પણ છૂટછાટ અપાઇ છે. મોલને પણ શરતોની સાથે ખોલવામાં આવશે. સાથોસાથ કન્ટેન્ટ ઝોનમાં કડકાઈથી લોકડાઉન પાલન કરાવવામાં આવશે. રસ્તા પર નીકળતા લોકોએ ફરજિયાત મોઢા પર માસ્ક પહેરવાનું રહેશે. સરકાર જુલાઈ મહિનામાં શૈક્ષણિક સંસ્થાઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે. અનલોક-2 માં સ્કુલ કોલેજોને ખોલવા વિશે નક્કી કરવામાં આવશે તેમ જ અનલોક-3 માં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ વિશે પણ છૂટછાટ આપવામાં આવશે.

સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, જીમ વગેરેનો સ્થિતિની સમીક્ષા જોઈને નિર્ણય લેવામાં આવશે. લગ્ન પ્રસંગોમાં હજુ પણ ૫૦ લોકોની મર્યાદા જાળવી રાખવામાં આવી છે. ખાસ જણાવવાનું કે કન્ટેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. દીવ, દમણ અને સેલવાસમાં પણ અવર જવર કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *