કેન્દ્રિય મંત્રીઓની બેઠકમાં પીએમ મોદીની મોટી સલાહ, કહ્યું – દરેક પરિસ્થિતિમાં આવું કરવું જ પડશે”

Posted by

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત પોતાના મંત્રી મંડળ ના સહયોગીઓ દ્વારા સામાજિક અંતર નું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ બુધવારે કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આપણે બધાએ ધ્યાન આપવાનો રહેશે કે મંત્રાલયમાં સામાજિક અંતર નું પાલન કરવામાં આવે.

હકીકતમાં પ્રધાનમંત્રી દ્વારા સામાજિક અંતર નું પાલન કરવાની વાત કહેવું એટલા માટે પણ મહત્વપૂર્ણ હતું કારણકે ઉચ્ચ અધિકારીઓની સાથે મંત્રીઓ પણ પોતાનું કામ મંત્રાલયો થી કરવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે કેબિનેટની બેઠકમાં બધા મંત્રીઓ સાથે લોકડાઉન દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ કામકાજની જાણકારી મેળવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું પણ કહ્યું હતું કે લોકડાઉન માં જનતાની તકલીફો ને દુર કરવા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે અને તેમાં કોઈપણ પ્રકારનો વિલંબ થવો જોઈએ નહીં.

તમને જણાવી દઈએ કે આગલા સોમવારે પીએમ મોદીએ એક વાર ફરી મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. લોકડાઉન ને લઈને મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરતા પહેલા કેબિનેટની કોરોનાવાયરસ સંબંધિત પરિસ્થિતિ પર બેઠક ખુબજ મહત્વની માનવામાં આવી રહી છે.

તમે આ લેખ અમારા ફેસબુક પેજ નિ:શબ્દ પ્રેમ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ નિ:શબ્દ પ્રેમ જરૂરથી લાઈક કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *