કેટલા અલગ હોય છે ડાબા હાથે કામ કરવા વાળા લોકો, જાણો શું હોય છે તેમની ખાસિયત

Posted by

તમે ઘણી વખત જોયું હશે કે જે લોકો ડાબા હાથે કામ કરતા હોય છે, તેમને લોકો હંમેશા ટોકતાં રહેતા હોય છે કે જમણા હાથથી કામ કરો. બની શકે છે કે બાળપણમાં તમને પણ વડીલોએ આવું કહ્યું હોય. આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે ડાબા હાથથી કામ કરે છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઇને ન્યૂટન, આઈન્સ્ટાઈન અને બરાક ઓબામા જેવી મોટી હસ્તીઓના નામ પણ સામેલ છે. તેવામાં આજે અમે તમને ડાબા હાથથી કામ કરતાં વાળા લોકો સાથે જોડાયેલા અમુક રોચક તથ્યો વિશે જણાવીશું.

જે લોકો ડાબા હાથથી કામ કરવાવાળા હોય છે, જમણા હાથ વાળાની તુલના માં તેમના નખ ઝડપથી વધતા હોય છે. જે માતા-પિતા ડાબા હાથે કામ કરવાવાળા હોય છે તેમનામાં ૫૦% સંભાવના રહે છે કે તેમના બાળકો પણ ડાબા હાથે કામ કરવાવાળા હશે. જ્યારે જમણા હાથથી કામ કરવાવાળા માતા-પિતાના બાળકોમાં આ સંભાવના ફક્ત ૨% જ હોય છે.

ગુસ્સો જલ્દી આવે છે

જમણા હાથથી જે લોકો કામ કરતા હોય છે તેમના વાળ સામાન્ય રીતે ક્લોકવાઇસ વધે છે. પરંતુ જે લોકો ડાબા હાથે કામ કરતા હોય છે તેમના વાળ વધવાની કોઈપણ પેટર્ન નક્કી હોતી નથી. ડાબા હાથથી કામ કરતા લોકોને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. કારણ કે તેમનામાં જમણા હાથથી કામ કરવાવાળા લોકોની તુલનામાં નકારાત્મકતા વધારે હોય છે.

જમણા હાથથી કામ કરવાવાળા લોકોની તુલનામાં ડાબા હાથથી કામ કરવાવાળા લોકોની સાથે દુર્ઘટનાની સંભાવના ૮૫ ટકા વધારે હોય છે. અનિદ્રા, માઈગ્રેન અને એલર્જીનો શિકાર ડાબા હાથથી કામ કરતા લોકોને વધારે થવાની સંભાવના રહે છે. ડાબા હાથથી કામ કરવા વાળી મહિલાઓની તુલનામાં પુરુષોની સંખ્યા વધારે હોય છે.

વધારે હોય છે બુદ્ધિમાન

એક હકીકત એવી પણ છે કે તમે જમણા હાથથી કામ કરો છો કે ડાબા હાથથી તેના લીધે તમારા જીવનકાળ પર કોઈ પણ અસર પડતી નથી. જમણા હાથથી કામ કરવાવાળા લોકોની તુલનામાં ડાબા હાથથી કામ કરવાવાળા લોકો વધારે બુદ્ધિમાન પણ હોય છે. ડાબા હાથથી કામ કરવાવાળા લોકો મોટાભાગે ડાબી બાજુથી વિચારે છે. જ્યારે જમણા હાથથી કામ કરવાવાળા લોકો મોટાભાગે જમણી બાજુ ચાવે છે.

આલ્કોહોલનું વ્યસન થવાની સંભાવના જમણા હાથથી કામ કરવાવાળા લોકોની તુલનામાં ડાબા હાથે કામ કરવાવાળા લોકોમાં વધારે હોય છે. જે બાળકો સમય પહેલાં જન્મ લેતા હોય છે તેમનામાં મોટાભાગે બાળકો ડાબોડી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન જે મહિલાઓ વધારે તણાવ લેતી હોય છે, મોટાભાગે તે ડાબોડી બાળકોને જન્મ આપે છે.

લેફ્ટ હેન્ડ ડે

મલ્ટીટાસ્કીંગ ની બાબતમાં જમણા હાથથી કામ કરવાવાળા લોકોની તુલનામાં ડાબા હાથથી કામ કરવાવાળા લોકો સારું કામ કરતા હોય છે. અમેરિકામાં ડાબા હાથથી કામ કરનારા લોકોની સંખ્યા ૩ કરોડથી પણ વધારે છે. દર વર્ષે ૧૩ ઓગસ્ટના રોજ લેફ્ટ હેન્ડ ડે ના રૂપમાં પણ મનાવવામાં આવે છે. દર વર્ષે ૫૦૦ થી વધારે ડાબોડી લોકોના મૃત્યુ રાઈટ હેન્ડ વાળા લોકો માટે બનાવવામાં આવેલ ઉપકરણોના ઉપયોગને કારણે થાય છે.

તે જાણીને તમને આશ્ચર્ય થશે કે જે લોકો ડાબા હાથથી કામ કરે છે, કમાણીની બાબતમાં તેઓ જમના હાથ વાળા લોકોની તુલનામાં ૧૨% પાછળ રહી જાય છે. કોમ્પ્યુટર ગેમ્સ અથવા પછી રમત દરમિયાન પણ પ્રતિક્રિયા ઝડપથી દેવાની બાબતમાં પણ ડાબા હાથ વાળા લોકો જમણા હાથ વાળા લોકોની તુલનામાં આગળ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *