કેટલી બદનામી થઈ રહી છે તેનો અંદાજો પણ છે તને? પતિ ની હરકતો પર ભડકી ગઈ શિલ્પા શેટ્ટી

રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મ વિષયમાં ધરપકડને કારણે શિલ્પા શેટ્ટીની ખુબ જ બદનામી થઈ રહી છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને ૧૯ જુલાઇ ની રાતે ધરપકડ કરી લીધા હતા. ત્યારબાદ મુંબઈ કોર્ટ દ્વારા તેમને ૨૩ જુલાઈ સુધી પોલીસ હિરાસતમાં મોકલવામાં આવ્યા હતા. પછી આ સમય મર્યાદા વધારીને ૨૭ જુલાઈ કરવામાં આવી. આજે આ બાબતમાં આગળની સુનાવણી થશે. આ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ જેટલું થઈ શકે આ કેસની તપાસમાં લાગી છે. તેના કારણે રોજ નવા ખુલાસા પણ થઈ રહ્યા છે.

મુંબઈ પોલીસે રાજ કુંદ્રા સાથે સાથે તેમની પત્ની શિલ્પા શેટ્ટી સાથે પણ પુછપરછ કરી હતી. તેના માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ શિલ્પાનાં ઘરે રાજ કુન્દ્રાને લઈને ગઈ હતી. ત્યાં બંનેને સામ-સામે બેસાડીને ઘણા સવાલ જવાબ કરવામાં આવ્યા. આ દરમિયાન શિલ્પા ઘણી વધારે ટેન્શન અને ગુસ્સામાં દેખાઇ. તેમણે પોતાની બધી ભડાશ રાજ ઉપર કાઢી નાખી. જણાવવામાં આવી રહ્યું છે કે આ પુછપરછ દરમિયાન શિલ્પા અને રાજ વચ્ચે ઘણો ઝઘડો પણ થયો.

આ દરમિયાન તે એટલી ગભરાઈ ગયેલી હતી કે તેમણે ક્રાઈમ બ્રાન્ચ સામે જ રાજ સાથે તકરાર ચાલુ કરી દીધી. સુત્ર પ્રમાણે શિલ્પાએ રાજ ને કહ્યું કે “આ બધું કરવાની શું જરૂરિયાત હતી? તેના કારણે ઇન્ડસ્ટ્રીમાં પરિવારની કેટલી બદનામી થઈ છે, તેનો અંદાજો પણ છે તને?

શિલ્પા અહીં જ નહીં અટકી, તેણે રાજ ની તરફ ફટકાર લગાવતા કહ્યું, “આ બનાવને કારણે આપણા ઘણા એન્ડોર્સ તુટી ગયા. પરિવાર પર તેનો ઘણો પ્રભાવ પડ્યો છે. આખરે આ સ્થાન પર આવીને આ બધું કરવાની તારે શું જરૂરિયાત હતી?”

મતલબ કે રાજના અશ્લીલ ફિલ્મ વાલા કેસને લઈને શિલ્પા નાં પરિવારની ઘણી બદનામી થઈ રહી છે. તેની અસર એવી થઈ કે, શિલ્પાનો જે પણ બ્રાન્ડ સાથે ટાઇઅપ હતું તે પણ હવે તુટવા લાગ્યું છે. હવે કોઇપણ બ્રાન્ડ, શો કે ફિલ્મ તેમને પોતાની સાથે સામેલ કરવામાં ગભરાઈ રહી છે. તેનું એક કારણ એ પણ છે કે ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે રાજ આ કાળા ધંધાની જાણકારી શિલ્પાને પહેલાથી જ હતી. જોકે તેમાં શિલ્પાનો કેટલો હાથ છે, તે વાતનો ખુલાસો તો પછી જ થઈ શકશે.

જણાવવામાં આવી રહ્યું છે કે, પુછપરછ સમયે શિલ્પા ઘણી રડવા લાગી હતી. તે દરમિયાન તે ઘણી દુઃખી હતી. તેમણે બે કલાક સુધી પોલીસને સવાલનાં જવાબ આપ્યા. શિલ્પાને દુઃખી જોઈ પતિએ પણ તેને સમજાવવાની કોશિશ કરી. પરંતુ શિલ્પાનો ગુસ્સો એટલો વધારે હતો કે  તેણે રાજ ની એક વાત ન સાંભળી. પરિસ્થિતિ એવી હતી કે બચાવ માટે શિલ્પા એ બન્નેની વચ્ચે આવવું પડ્યું. આ બધી જાણકારી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક મોટા અધિકારી દ્વારા આપવામાં આવી છે.

પોલીસે ગુરુવારે રાજ ની ઓફીસ પર પણ છાપો માર્યો હતો. અહી તેમને એક રહસ્યમય કબાટ મળ્યો. જેની અંદર થોડા અમુક દસ્તાવેજ હતા, જેના પર શિલ્પાની સહી હતી. ત્યારબાદ થોડા સમય પછી શિલ્પાએ કંપનીનાં ડાયરેક્ટર પદથી રાજીનામું પણ આપી દીધું. તેવામાં પોલીસને શિલ્પા પર શંકા વધતી જઈ રહી છે.