કેવી હતી સુશાંત સિંહ રાજપુતની આર્થિક સ્થિતિ, આટલો હતો મહિનાનો ખર્ચ, પુર્વ મેનેજરે ખોલ્યા રહસ્યો

Posted by

સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા બાદ લગભગ દરેક વ્યક્તિ આઘાતમાં છે. કોઈપણ વ્યક્તિ માટે તે વાત પર વિશ્વાસ કરી લેવો મુશ્કેલ છે કે હવે આ અભિનેતા જે હંમેશા હસતો હતો અને અન્ય લોકોને પણ જીવન શીખવા માટેની શીખ આપતો હતો, તેણે પોતે પોતાની જિંદગીથી સંબંધ તોડી નાખ્યો છે. સુશાંત ની આત્મહત્યા પાછળ ડિપ્રેશન જવાબદાર માનવામાં આવે છે. જેનાથી તે પાછલા ૬ મહીનાથી પીડિત હતો. તે સિવાય બોલિવૂડમાં ચાલી રહેલ રેકોર્ડિંગને પણ સુશાંત ની આત્મહત્યા માટે જવાબદાર માનવામાં આવે છે.

Advertisement

જ્યારથી સુશાંત સિંહ કંટાળીને પોતાનું જીવન છોડી દીધું. ત્યારબાદથી સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલ ઘણા પ્રકારના રહસ્યોનો ખુલાસો સતત થઈ રહ્યો છે. આ ક્રમમાં સુશાંત સિંહ રાજપૂત ની આર્થિક સ્થિતિને લઈને પણ મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ તેમની પુર્વ મેનેજર તરફથી કરવામાં આવ્યો છે.

૧૦ લાખ રૂપિયા મહિનાનો ખર્ચ

શ્રુતિ, જે સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર રહી છે, પોલીસે તેમની પણ પૂછપરછ કરી હતી. મુંબઈ પોલીસ તરફથી પૂછપરછમાં શ્રુતિએ સુશાંત સિંહ રાજપૂત ની આર્થિક સ્થિતિ ઉપરથી પડદો ઉઠાવ્યો હતો. પોલીસને આપવામાં આવેલી જાણકારીમાં શ્રુતિએ જણાવ્યું હતું કે સુશાંત સિંહ આર્થિક રીતે સંપૂર્ણ રીતે મજબૂત હતા. તેમના એક મહિનાનો ખર્ચો ઓછામાં ઓછો ૧૦ લાખ રૂપિયા હતો.

રાખી હતી મોંઘી વિદેશી ગાડીઓ

પોલીસને શ્રુતિએ જણાવ્યું હતું કે મુંબઈના બાંદ્રામાં સુશાંત જે ફ્લેટમાં રહે છે તેનું ભાડું ૪.૫ લાખ રૂપિયા મહિના હતું. ફક્ત એટલું જ નહીં લોનાવાલામાં પાવના ડેમની નજીક સુશાંત સિંહ રાજપુતે એક ફાર્મ હાઉસ પણ ભાડે રાખેલ હતું. શ્રુતિ અનુસાર તેનું ભાડું પણ તેઓ લાખોમાં ચૂકવી રહ્યા હતા. તે સિવાય ઘણી મોંઘી વિદેશી ગાડીઓ પણ સુશાંત સિંહ રાજપૂત પાસે હતી.

આ પ્રોજેક્ટ પર કરી રહ્યા હતા કામ

સુશાંત ની પૂર્વ મેનેજર શ્રુતિએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે સુશાંત ની સાથે જુલાઈ ૨૦૧૯ થી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી કામ કર્યું હતું. શ્રુતિના જણાવ્યા અનુસાર ૪ પ્રોજેક્ટ પર સુશાંત કામમાં જોડાયેલા હતા. તે બધા સિવાય સમાજ સેવાના ક્ષેત્રમાં પણ પ્રકારની કરવામાં આવ્યા હતા. સાથોસાથ ખગોળશાસ્ત્ર અને એક્ટિંગ શીખવા જેવી ચીજો પણ તેમના પ્રોજેક્ટમાં આવનારા સમયમાં હિસ્સો બનવાની હતી.

વિવિડ રેજ રિયલીસ્ટિકનાં નામથી સુશાંત સિંહે પોતાની એક કંપની પણ ખોલી નાખી હતી. આ સુશાંતનો એક વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટ હતો. સાથોસાથ સુશાંત સિંહ રાજપૂતે નેશનલ ઇન્ડિયા વર્લ્ડ નામના વધુ એક પ્રોજેક્ટ પર કામ કરવામાં જોડાયેલા હતા. ખગોળશાસ્ત્રમાં તેમને ખુબ જ રસ હતો અને તેઓ નાસા તથા ઈસરો દ્વારા જાણકારી એકઠી કરતા હતા. સુશાંત સિંહની પૂર્વ મેનેજર સ્મૃતિ દ્વારા આપવામાં આવેલી જાણકારી પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે સુશાંતને કોઈ આર્થિક પરેશાની હતી નહીં અને તેમનાં આત્મહત્યા કરવા પાછળ પણ આ કારણ હોઈ શકે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *