કેવી રીતે જાણી શકાય કે તમારા આધાર કાર્ડ થી કેટલા લોકોએ સીમકાર્ડ લીધેલા છે? જાણો અહિયાં સરળ રીત

જેમ કે આપણે બધા લોકો સારી રીતે જાણીએ છીએ કે આધાર કાર્ડ આજકાલનાં સમયમાં સૌથી વધારે મહત્વપુર્ણ દસ્તાવેજ બની ગયેલ છે. આધાર કાર્ડ વ્યક્તિની ઓળખાણ છે, આધાર કાર્ડ દ્વારા વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે આધારકાર્ડ બનાવવા માટે વ્યક્તિ જાય છે તો તે સમય દરમિયાન વ્યક્તિની ફિંગર પ્રિન્ટ, આંખની પ્રિન્ટ લેવામાં આવે છે અને તેની એક પ્રોફાઇલ બનાવવામાં આવે છે. જેમાં વ્યક્તિની જન્મ તિથિ, માતા-પિતાનું નામ, એડ્રેસ, વ્યવસાય આ બધી જાણકારીઓ પ્રોફાઇલમાં રહે છે અને આ પ્રોફાઇલને મોબાઈલ નંબરથી જોડવામાં આવે છે.

વળી જોવા જઈએ તો દરેક મનુષ્ય માટે આધારકાર્ડ ઘણો ઉપયોગી છે. કારણ કે જો કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ જાય છે તો તે આધાર કાર્ડનાં માધ્યમથી પોતાની ઓળખાણ સરળતાથી જણાવી શકે છે. આધાર કાર્ડનો ઉપયોગ ફોર્મ ભરવા સિવાય ઘણા સ્થળ પર કરવામાં આવે છે. તમે એવું સમજી શકો છો કે આધાર કાર્ડ એક એવો જરૂરી ડોક્યુમેન્ટ છે, જેના વગર આજે આપણું કોઈ કામ નથી થઈ શકતું.

તમને જણાવી દઈએ કે એક આધાર કાર્ડ થી ૧૮ ફોન કનેક્શન લઈ શકાય છે. પહેલા એક આધાર કાર્ડથી તમે ૯ સીમ ખરીદી શકતા હતા, પરંતુ હવે તમે ૧૮ સીમ ખરીદી શકો છો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી કરવામાં આવેલા બદલાવ પછી તમે ૧૮ નંબર ખરીદી શકો છો. ટ્રાય એ જણાવ્યું છે કે ઘણા લોકોને બિઝનેસ માટે વધારે સીમની આવશ્યકતા પડે છે. જેના કારણે સીમની લિમિટ વધારવામાં આવી છે. આધાર કાર્ડ થી કેટલા નંબર લીંક છે, તે જાણવા માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી તમારા આધાર નંબર થી અન્ય વ્યક્તિએ તો ફોન કનેક્શન નથી લઈ રાખ્યું ને? તે કેવી રીતે જાણી શકાય છે, તે વિશે જાણકારી આપવાના છે, તમે ઘરે બેઠા બેઠા સરળતાથી આ વિશે ખબર લગાવી શકો છો.

આ રીતે જાણો કે તમારા આધાર સાથે કેટલા નંબર લીંક છે

  • આધર કાર્ડ સાથે જોડાયેલ કાર્ડ વિશે જાણવા માટે તમારે સૌથી પહેલાં તો ઈન્ટરનેટ કનેક્શન ની જરૂરિયાત હશે. તમે UIDAI નાં ઓફિશિયલ વેબસાઇટ પર જાવ.
  • ત્યારબાદ તમે હોમપેજ પર GET AADHAR CARD પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે DOWNLOAD AADHAR પર ક્લિક કરવા પડશે.
  • તમને અહીં પર VIEW MORE ઓપ્શન પર ક્લિક કરવા પડશે.
  • ત્યારબાદ તમે AADHAR ONLINE SERVICE પર જાઓ અને ત્યાં AADHAR AUTHENTICATION HISTORY પર જાવ.
  • ત્યારબાદ તમે WHERE CAN I A RESIDENT CHECH / AADHAR AUTHENTICATION HISTORY પર આપેલા લિંક પર ક્લિક કરો.

  • હવે તમારી સામે એક નવું પેજ ખુલીને આવશે. અહીં તમારે તમારો આધાર નંબર નાખવા પડશે અને કેપચા એન્ટર કરીને સેન્ડ OTP પર ક્લિક કરવા પડશે.
  • હવે અહીં AUTHENTICATION TYPE પર ALL ને સિલેક્ટ કરો.
  • ત્યારબાદ ક્યારથી ક્યાર સુધી જોવું છે, ડેટ નાખો.
  • અહીં પણ તમને કેટલા રેકોર્ડ જોવા છે, તે એન્ટર કરો. હવે અહીં OTP નાખીને વેરીફાઈ OTP પર ક્લિક કરો.
  • તમારી સામે નવા ઇન્ટરફેસ ખુલીને આવી જશે. અહીંથી તમે તમારી ડીટેલ પ્રાપ્ત થશે.