કેવી રીતે થયું હતું રાધાનું મૃત્યુ? શ્રીકૃષ્ણએ શા માટે તોડી દીધી વાંસળી? વાંચો રાધા કૃષ્ણની અમર પ્રેમકથા

આ જગતમાં જ્યારે પણ પ્રેમની વાત થાય છે ત્યારે રાધા અને કૃષ્ણ ના પ્રેમની વાત સૌથી પહેલા થાય છે. રાધા અને કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનો મિલન કહેવામાં આવે છે. રાધા શ્રીકૃષ્ણની બાળપણની પ્રેમિકા હતી. શ્રીકૃષ્ણ જ્યારે આઠ વર્ષના હતા ત્યારે બંનેની પ્રેમની અનુભૂતિ થઈ.

રાધા શ્રીકૃષ્ણના દેવીએ ગુણોથી પરિચિત હતા. તેમણે જીવનભર પોતાના પ્રેમની સ્મૃતિઓને જાળવીને રાખી. આ જ તેમના સંબંધને સૌથી મોટી ખુબસુરતી છે. કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની બે જ વસ્તુ સૌથી પ્રિય હતી. આ બંને વસ્તુઓ પણ એકબીજા સાથે જોડાયેલી હતી બાંસુરી અને રાધા.

કૃષ્ણની વાંસળી ની ધૂન જ એવી હતી કે જેનાથી રાધા તેમના તરફ ખેંચાઈ આવતી હતી. રાધા ના લીધે શ્રી કૃષ્ણ વાંસળી ને હંમેશા પોતાની સાથે જ રાખતા હતા. ભલે શ્રી કૃષ્ણ અને રાધાનો મિલન ના થયું પરંતુ તેમની વાંસળી તેમની હંમેશા એક સૂત્રમાં બાંધી રાખ્યા. શ્રીકૃષ્ણના જેટલા પણ ચિત્રો છે તેમાં વાસળી હંમેશા હોય છે અને તે રાધાના પ્રત્યે પ્રેમ નું પ્રતિક છે.

ભગવાન શ્રીકૃષ્ણ થી રાધા પહેલી વખત ત્યારે અલગ થઈ. જ્યારે મામા કંસ એ બલરામ અને શ્રી કૃષ્ણ ને આમંત્રિત કર્યા. વૃંદાવન ના માણસો આ ખબર સાંભળીને દુઃખી થઈ ગયા. મથુરા ગયા પહેલા શ્રી કૃષ્ણ રાધાને મળ્યા હતા. રાધા શ્રીકૃષ્ણના મનમાં ચાલતી દરેક વાત જાણતી હતી. અને રાધા થી શ્રી કૃષ્ણ દુર જતા રહ્યા.

કૃષ્ણ રાધાને એ વચન આપીને ગયા હતા કે તે પાછા આવશે. પરંતુ કૃષ્ણ-રાધા પાસે પાછા ના આવ્યા અને તેમનું લગ્ન રુકમણી સાથે થયું. રુકમણી એ પણ શ્રીકૃષ્ણની મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. શ્રીકૃષ્ણ જોડે લગ્ન કરવા માટે તે પોતાના ભાઈ રૂક્મી વિરુદ્ધ પણ ગયા. રાધાની જેમ કે પણ શ્રીકૃષ્ણની પ્રેમ કરતી હતી લોકવાણી શ્રીકૃષ્ણને એક પ્રેમ પત્ર પણ લખ્યો હતો કે તે આવીને તેમને પોતાની સાથે લઈ જાય. તેના પછી શ્રીકૃષ્ણ રુકમણી પાસે ગયા અને તેમણે લગ્ન કરી લીધા.

કૃષ્ણનો વૃંદાવન છોડી દીધા પછી જ રાધાનો વર્ણન ઓછું થઈ ગયું. રાધા અને કૃષ્ણ જ્યારે છેલ્લી વખત મળ્યા હતા ત્યારે રાધાકૃષ્ણ ને કહ્યું હતું કેમ ભલે તમે મારાથી દુર જાઓ છો પરંતુ મનમાં તમે હંમેશા રહેશો. ત્યારબાદ કૃષ્ણ મથુરા ગયા અને કંસ અને બાકીના રાક્ષસોને મારવાનો પોતાનું કામ પૂર્ણ કર્યું. તેના પછી પ્રજાની રક્ષા માટે કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા અને દ્વારકાધીશ ના નામથી લોકપ્રિય થયા.

જ્યારે કૃષ્ણ વૃંદાવન થી નીકળી ગયા હતા ત્યારે રાધા ના જીવનમાં અલગ જ સમય આવી ગયો. રાધા નુ લગ્ન એક યાદવ સાથે થઈ ગયું અને રાધાએ પોતાના દાંપત્યજીવનની રસમ નિભાવી અને ઉંમરલાયક થયા છતાં પણ તેમનું મન કૃષ્ણ માટે સમર્પિત હતું.

રાધાએ પત્ની રીતે પોતાના દરેક કર્તવ્ય પૂર્ણ કર્યા. બીજી તરફ શ્રીકૃષ્ણએ પોતાના દેવી એ કર્તવ્ય નિભાવ્યા. દરેક કર્તવ્યથી મુક્ત થઈને રાધા છેલ્લી વખત પોતાના પ્રિયતમ કૃષ્ણને મળવા માટે ગયા. જ્યારે તે દ્વારકા ગયા ત્યારે તેમણે કૃષ્ણની રુકમણી અને સત્યભામા થી તેમના લગ્નની વાત સાંભળી પરંતુ તે દુઃખી ના થયા. જ્યારે કૃષ્ણએ રાધાને જોયા તો તે ખૂબ જ પ્રસન્ન થયા બંને સંકેતોની ભાષામાં એકબીજા સાથે થોડી વાર સુધી વાતો કરતા રહ્યા.

રાધાજીને શ્રીકૃષ્ણની નગરી દ્વારિકામાં કોઈ જાણતું ન હતું. રાધાના અનુરોધ પર શ્રીકૃષ્ણએ તેમને મહેલમાં એક દેવિકા ના રૂપમાં નિયુક્ત કર્યા. રાધા દિવસભર મહેલમાં રહેતા હતા અને મહેલમાં થતા દરેક કાર્યને દેખતા હતા. અને સમય મળતાં જ તે શ્રી કૃષ્ણના દર્શન કરી લેતા હતા. પરંતુ રાધા એ શ્રીકૃષ્ણ સાથે મહેલમાં પહેલા જેવો આધ્યાત્મિક મિલન નો અનુભવ કરી નહોતા શકતા તેથી તેમણે મહેલથી દૂર જવાનો નિર્ણય લીધો. તેમણે વિચાર્યું કે તે દૂર જઈને ફરીથી શ્રીકૃષ્ણ સાથે આત્મીય સંબંધ કરી શકશે.

તેમને એ નહોતી ખબર  કે તે ક્યાં જઈ રહ્યા છે. પરંતુ શ્રીકૃષ્ણ જાણતા હતા અને ધીરે-ધીરે રાધા એકલી અને કમજોર થઈ ગઈ. તે સમયે તેમની ભગવાન શ્રી કૃષ્ણની જરૂરત પડી અને છેલ્લા સમયમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમના સામે આવ્યા. કૃષ્ણ અને રાધા ને કહ્યું કે તે એમની જોડે કંઈક માંગે. રાધાએ ના પાડ્યું પરંતુ શ્રી કૃષ્ણએ ફરી એકવાર રાધાને કહ્યું ત્યારે રાધાએ કહ્યું કે તે છેલ્લી વખત વાંસળી સાંભળવા માંગે છે. ત્યારે શ્રીકૃષ્ણએ વાંસળી લીધી અને સુંદર ધૂન વગાડવા લાગ્યા. શ્રીકૃષ્ણે દિવસ-રાત વાંસળી વગાડી જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી શ્રીકૃષ્ણ માં વિલીન થઈ. વાંસળીની ધુન સાંભળતા સાંભળતા રાધાએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો.

ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે તેમનો પ્રેમ અમર છે તે છતાં રાધા ની મૃત્યુ સહન ના કરી શક્યા અને કૃષ્ણએ પોતાના પ્રેમના પ્રતીક વાંસળીને તોડીને ઝાડીમાં ફેંકી દીધી. તેના પછી શ્રીકૃષ્ણ એ જીવનભર વાસળી કે કોઈ વાજિંત્ર નથી વગાડ્યા. કહેવામાં આવે છે કે જ્યારે દ્વાપરયુગમાં નારાયણે શ્રીકૃષ્ણનો જન્મ લીધો હતો ત્યારે મા લક્ષ્મી એ રાધા રાણી ના રૂપમાં જન્મ લીધો હતો કેમકે મૃત્યુલોકમાં પણ તે તેમની સાથે જ રહે.